ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Young man died as Oxygen Cylinder burst in factory while working in Sonipat Haryana

    સવારે પપ્પાના પગે લાગીને નીકળ્યો, કહ્યું- જલ્દી આવીશ, દોઢ કલાકમાં બોરીમાં આવ્યા શબના ટુકડા

    divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 09:28 AM IST

    ફેક્ટરીમાં શુક્રવારે સવારે 10.30 વાગે એક ઓક્સિજન સિલિન્ડર ઉતારતી વખતે જોરદાર ધમાકા સાથે ફાટી ગયું
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      સોનીપત (હરિયાણા): જિલ્લાની રાઈની 1911-12 નંબર ફેક્ટરીમાં શુક્રવારે સવારે 10.30 વાગે એક ઓક્સિજન સિલિન્ડર ઉતારતી વખતે જોરદાર ધમાકા સાથે ફાટી ગયું. જેના કારણે ધર્મેન્દ્ર નામના વ્યક્તિનું ભયાનક રીતે મોત થઇ ગયું. તેનું શબ 56 ટુકડાઓમાં વહેંચાઇને 25 ફૂટ ઉપર ઉછળીને લોખંડના ગેટમાં ફસાઇ ગયું.

      પિતાને કહેલું- આજે મીટરનું કામ પતાવી દઇશું

      - સવારે 9.30 વાગે ડ્રાઇવર ધર્મેન્દ્ર ઘરેથી ફેક્ટરી પર જવા માટે નીકળ્યો હતો. દરરોજની જેમ પિતાને પગે લાગીને ઘરેથી નીકળી ગયો અને બોલ્યો કે, 'પપ્પા આજે જલ્દી આવી જઇશ. આજે વીજળી નિગમમાં ફાઇલ જમા કરાવવાની છે, ત્યારબાદ મીટર લગાવવાનું છે.'

      - દોઢ કલાક પછી જ જ્યારે દીકરાનું શબ બોરીમાં બંધ થઇને આવ્યું તો પિતા તે જોઇને બેભાન થઇ ગયા. બોરીમાં બંધ શબના 56 ટુકડાઓ હતા. ગામનો દરેક વ્યક્તિ પિતાને આશ્વાસન આપી રહ્યો હતો, પરંતુ પિતાના આંસૂ રોકાવાનું નામ નહોતા લઇ રહ્યા.
      - જવાન દીકરાના આકસ્મિક મોતથી પિતાની હાલત ખરાબ થઇ ગઇ. પિતાને વારંવાર તે શબ્દો યાદ આવી રહ્યા હતા જે દીકરાએ દોઢ કલાક પહેલા કહ્યા હતા કે આજે હું જલ્દી આવી જઇશ અને મીટરનું કામ આજે પૂરું કરાવી દઇશું.
      - સરપંચ સુરેશદેવી ચૌહાણે કહ્યું કે, ધર્મેન્દ્ર ઘરમાં એકલો કમાનાર હતો. તે પોતાની પાછળ વૃદ્ધ માતા-પિતા, પત્ની અનીતા અને 2 દીકરાઓ ટિંકુ અને તરૂણને મૂકતો ગયો છે.

      મૃતકના ભાઈએ કહ્યું આ ફક્ત એક અકસ્માત હતો

      - રાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસને આપેલા નિવેદનમાં મૃતક ધર્મેન્દ્રના ભાઈ પંકજે કહ્યું કે તેનો ભાઈ સિલિન્ડર ઉતારવા માટે ફેક્ટરીમાં ગયો હતો. જ્યાં, સિલિન્ડર ફાટી જવાથી તેના ભાઈનું મોત થઇ ગયું. આ ફક્ત એક અકસ્માત હતો. તેમાં કોઇની ભૂલ નથી. તેઓ કોઇ કાયદાકીય કાર્યવાહી નથી ઇચ્છતા.

      ચા પી રહ્યા હતા, ધમાકો થયો અને બહારની તરફ ભાગ્યા: પ્રત્યક્ષદર્શી

      - ઘટનાના પ્રત્યક્ષદર્શી અરૂણે કહ્યું, તેઓ પાસેની ફેક્ટરીમાં બેસીને ચા પી રહ્યા હતા. અચાનક જોરદાર ધમાકો થયો. તેઓ ચા છોડીને બહારની તરફ ભાગ્યા. એક વ્યક્તિનું શભ દરવાજામાં લટકી રહ્યું હતું. શરીરના અંગો કપાઇને જમીન પર વિખરાયેલા હતા.

      પાસેની ફેક્ટરીઓના કાચ પણ તૂટ્યા

      - ઓક્સિજન સિલિન્ડર ફાટવાને કારણે જબરદસ્ત વિસ્ફોટ થયો હતો. પાસેની ફેક્ટરીઓના પણ કાચ તૂટી ગયા. શ્રમિકો બચાવ માટે બહારની તરફ દોડ્યા.

      - ચારેબાજુ ભયનો માહોલ થઇ ગયો. જે ફેક્ટરીમાં અકસ્માત થયો, તેની દીવાલમાં તિરાડ પડી ગઇ. કપાયેલો હાથ ટોયલેટની સીટમાંથી મળ્યો. પોલીસે શબના આશરે 56 ટુકડાઓ ભેગા કર્યા.
      - ડીસી વિનય સિંહે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી. ડીસીના આદેશ પર નાયબ તહેસીલદાર હવાસિંહ પૂનિયા, એચએસઆઇઆઇડીસીના સિનિયર મેનેજર જગભૂષણ પણ ટીમ સહિત સ્થળ પર પહોંચ્યા. નાયબ તહેસીલદારે ડીસીને રિપોર્ટ આપ્યો.

      આ પણ વાંચો:

      રાજસ્થાન: લગ્ન સમારંભમાં 3 સિલિન્ડર ફાટ્યાં, 5નાં મોત, 21 ઘાયલ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Young man died as Oxygen Cylinder burst in factory while working in Sonipat Haryana
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `