Home » National News » Desh » Yonger brother slapped gangman so elder brother was shot in vengeance in Rohtak Haryana

નાના ભાઈએ માર્યા હતા 2 થપ્પડ, બદલાની ભાવનામાં મોટાને ખુલ્લેઆમ મારી ગોળી

Divyabhaskar.com | Updated - May 05, 2018, 09:59 AM

છોટુરામ કોલેજ ઑફ લૉના પહેલા વર્ષના વિદ્યાર્થી 23 વર્ષીય વીરેન્દ્ર કાયદાનની બુધવારે રાતે 11 વાગે ગોળી મારીને હત્યા કરી

 • Yonger brother slapped gangman so elder brother was shot in vengeance in Rohtak Haryana
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  હોસ્પિટલમાં રાખેલું વીરેન્દ્રનું શબ

  રોહતક: છોટુરામ કોલેજ ઑફ લૉના પહેલા વર્ષના વિદ્યાર્થી 23 વર્ષીય વીરેન્દ્ર કાયદાનની બુધવારે રાતે 11 વાગે ગોળી મારીને હત્યા કરી દીધી. મૃતક વિદ્યાર્થીના પિતા રાજબીર હરિયાણા પોલીસમાં એસઆઇ છે અને સ્થાનિક કોર્ટ કોમ્પ્લેક્સમાં તહેનાત છે. તે એક કેન્ટીન પર ખાવાનું લેવા માટે આવ્યો હતો. આ દરમિયાન ગેંગસ્ટર વિક્કી બોક્સર તેમજ તેના માસીના દીકરો વિજય બોક્સર ત્યાં આવ્યા. વિક્કીએ ડોગા બંદૂકથી વીરેન્દ્રની છાતીમાં ગોળી મારી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે વીરેન્દ્રના નાના ભાઈ નીતિને બોક્સરની ગેંગના સદસ્ય દીપક ઉર્ફ ગુરુને પાંચ મહિના પહેલા બે થપ્પડ માર્યા હતા. તેનો બદલો લેવા માટે જ આ હત્યા કરવામાં આવી છે. આ જ વેરભાવનાને કારણે ત્રણ દિવસ પહેલા વિજય બોક્સરે વીરેન્દ્રના સાથી અમિત કાજિયાનને ફોન કરીને હત્યાની ધમકી આપી હતી.

  વાંચો શું છે આખો મામલો

  - ઝજ્જરના દૂબલધનનો 23 વર્ષીય વીરેન્દ્ર બુધવારે રાતે લગભગ 11 વાગે શીલા બાયપાસ ચોક પર નવભારત કેન્ટીન પર ખાવાનું લેવા માટે આવ્યો હતો.

  - ત્યારે જ આઇ-20 કારમાં સવાર થઇને ગેંગસ્ટર વિક્કી બોક્સર તેમજ તેનો ભાઈ વિજય ત્યાં પહોંચ્યા. વિજયનો કોઇ વાતને લઇને વીરેન્દ્ર સાથે વિવાદ થયો.
  - ત્યારબાદ વિક્કીએ વીરેન્દ્રને કહ્યું કે આ સારી વાત નથી અને એટલું કહેતા જ તેને ગોળી મારી દીધી. ત્યારબાદ વિજય પોતાના ભાઈ સાથે કારમાં ફરાર થઇ ગયો.
  - વીરેન્દ્રને તાત્કાલિક ગંભીર હાલતમાં પીજીઆઇના ટ્રોમા સેન્ટર લઇ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનાની સૂચના મળતાં જ સિવિલ લાઇન પોલીસ પણ સ્થળ પર પહોંચી. ઘટનાસ્થળ પર લોહી પડેલું હતું.

  એક અઠવાડિયા પહેલા પણ બંને ગેંગ વચ્ચે થયો હતો ઝઘડો

  - દીપક ગુરુએ અઠવાડિયા પહેલા મસ્તનાથ વિવિ પાસે અમિત લાઠર, ચાંદ, અંકિત તેમજ વિકાસ ફોગાટ પર મારપીટ તેમજ હવાઇ ફાયરિંગ કરવાનો મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. તેને લઇને અત્યારે બંને ગેંગ વચ્ચે વોર ચાલી રહ્યો હતો.

  વિક્કી બોક્સર અને મનીષ ઉર્ફ ભંડારીમાં થયો હતો ગેંગવોર

  - જિંદરાન પાસે કાર અને એમ્બ્યુલન્સમાં સવાર બંને ગેંગમાં ફાયરિંગ થઇ ગયું હતું. ફાયરિંગમાં કારમાં સવાર મનીષ ઉર્ફ ભંડારી નિવાસી બ્રાહ્મણવાસને ગોળી લાગી હતી. આ મામલે વિક્કી બોક્સ જેલમાં બંધ હતો, જે ડિસેમ્બર, 2016માં જામીન પર આવ્યો હતો.

  - જે સમયે મનીષ ભંડારી પર હુમલો થયો હતો. તે સમયે તેમની સાથે તેનો સાથી બહુઅકબરપુર નિવાસી સંજીત ઉર્ફ બિદરો પણ કારમાં સવાર હતો એવું જણાવવામાં આવી રહ્યું હતું. વિક્કી બોક્સર પલોટરા ગેંગ સાથે જોડાયેલો છે.

  મા બોલી- આજે હતો દીકરા વીરેન્દ્રનો જન્મદિવસ

  - વીરેન્દ્રની હત્યાની સૂચના મળ્યા પછી તેની મા રાનીએ જણાવ્યું કે ગુરુવારે તેનો જન્મદિવસ હતો. બે કલાક પહેલા વાત પણ થઇ હતી.

  - તેના દીકરાનો કોઇની સાથે કોઇ ઝઘડો ન હતો. વીરેન્દ્ર બહુ સમજદાર અને ભણવામાં હોંશિયાર હતો. હવે બીએસસી પછી એલએલબી કરી રહ્યો હતો. તેના દીકરાએ તો ઘણીવાર જરૂર પડવા પર રક્તદાન પણ કર્યું છે. આજે તે જ દોસ્તોને બચાવવામાં મારો દીકરો પોતાનો જીવ ખોઇ બેઠો.

  પ્રત્યક્ષદર્શી બોલ્યો- પહેલા હાથ મેળવીને ગોળી મારી, પછી બોલ્યા- આને હોસ્પિટલ લઇ જાઓ

  - પ્રત્યક્ષદર્શી અમિત કાદિયાનના જણાવ્યા પ્રમાણે, વીરેન્દ્ર કાદિયાન ઢાબા પર રોટલી પેક કરાવી રહ્યો હતો. તે સમયે વિક્કી અને વિજય ત્યાં આવ્યા, જેમણે પહેલા વીરેન્દ્ર સાથે હાથ મિલાવ્યા અને તેનો હાલચાલ પૂછ્યો.

  - પછી વિક્કીએ પીઠ થાબડીને કહ્યું- ક્યા બાત. એટલું બોલીને વીરેન્દ્રની છાતીમાં ગોળી મારી દીધી.
  - અમિતના જણાવ્યા પ્રમાણે, જે સમયે વિક્કી બોક્સરે વીરેન્દ્રને ગોળી મારી, તે સમયે વિકાસ અને નીતિન ઢાબાની અંદર બેઠા હતા. વિક્કીએ ડોગા બંદૂકથી વીરેન્દ્રને ગોળી માર્યા પછી નીતિન અને વિકાસ વિશે પૂછ્યું કે તે બંને ક્યાં છે. ત્યારબાદ વીરેન્દ્રને બાઇક પર બેસાડીને બોલ્યા- લઇ જાઓ આને હોસ્પિટલ, પછી કારમાં બેસીને ફરાર થઇ ગયા.

 • Yonger brother slapped gangman so elder brother was shot in vengeance in Rohtak Haryana
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અહીંથી જમવાનું લેવા આવ્યો હતો વીરેન્દ્ર
 • Yonger brother slapped gangman so elder brother was shot in vengeance in Rohtak Haryana
  તપાસ કરી રહેલી પોલીસ ટીમ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ