Home » National News » Latest News » National » Yogi government complition one year, State not got 3CM formula advantage

યોગીનું એક વર્ષ: રાજ્યને ન મળ્યો 3CM ફોર્મ્યુલાનો ફાયદો, મોદી આપશે શાબાશી

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 12:53 PM

19 માર્ચથી 20 એપ્રિલ સુધી ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવશે, સંઘ પણ કરશે ઉજવણીના કાર્યક્રમ

 • Yogi government complition one year, State not got 3CM formula advantage
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉજવણીના કાર્યક્રમમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ રહેશે હાજર

  નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની 2017ની ચૂંટણીના પરિણામોમાં બીજેપીને 403માંથી 312 સીટ પર જીત મેળવીને પ્રચંડ બહુમતી મેળવી હતી. બહુ લાંબા સમય પછી કોઈ પાર્ટીને આટલી મોટી બહુમતી મળી છે. એ પણ એવી પાર્ટી જે કેન્દ્રમાં સત્તામાં છે. આ પ્રચંડ બહુમતી પછી બીજેપીએ રાજ્યમાં વિકાસ વધારવા માટે થ્રી સીએમ ( 1 મુખ્યમંત્રી અને 2 ઉપમુખ્યમંત્રી)ની ફોર્મ્યુલા નક્કી કરી હતી. યોગી આદિત્યનાથને સીએમ બનાવી દેવામાં આવ્યા અને કેશવ પ્રસાદ મોર્ય અને દિનેશ શર્માને ઉપમુખ્યમંત્રી બનાવ્યા. આ ત્રણ સીએમ વાળી સરકારને હવે એક વર્ષ પૂરુ થવા આવ્યું છે ત્યારે તે રાજ્ય માટે કેટલુ સફળ સાબીત થયુ છે તે જોવાનું છે.

  3CM ફોર્મ્યુલાથી રાજ્યમાં જાતીગત ગણીત થયુ બેલેન્સ

  - દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં જાતીગત ગણીત બેલેન્સ થાય તે માટે 3CM ફોર્મ્યૂલા બનાવવામાં આવી છે. અહીં કેશવ પ્રસાદ મૌર્ય અન્ય પછાત જાતીઓને એક જૂથ રાખશે અને દિનેશ શર્મા રાજ્યમાં બ્રાહ્મણોને એક જૂથ રાખી શકે. તે ઉપરાંત મુખ્યમંત્રી આદિત્યનાથ જાતિના આધાર પર બીજેપીના બીજા ક્ષત્રિય નેતા બન્યા જેમણે રાજ્યની કમાન સંભાળી. પરંતુ તેમને જાતીથી ઉપર રાખીને રાજ્યમાં હિંદુત્વનો મેસેજ ફેલાવવાની અપેક્ષા રાખવામાં આવી.
  - હવે આ ફોર્મ્યૂલા કેટલી સફળ રહી તે તો આગામી વર્ષે લોકસભાની ચૂંટણીના પરિણામથી ખબર પડશે.

  આગળની સ્લાઈડમાં વાંચો - યોગી સરકાર એક વર્ષ પુરૂ થતાં કેવી રીતે કરશે ઉજવણી

 • Yogi government complition one year, State not got 3CM formula advantage
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  એક વર્ષની સફળતા ગણાવશે યોગી સરકાર

  એક વર્ષની સફળતા ગણાવશે યોગી સરકાર

   

  યોગી સરકારને 19 માર્ચે એક વર્ષ પૂરુ થઈ રહ્યું છે. એનિવર્સરિ પર સરકાર અને ભાજપા સંગઠન તરફતી ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યનું પાટનગર લખનઉથી લઈને ગ્રામ પંચાયતો સુધી સરકારની એક વર્ષની સફળતા ગણાવવામાં આવશે. તે સાથે જ નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 19મીએ થનાર સમારોહમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. 

   

  સફળતા ગણાવવા માટે તૈયાર કરવામાં આવ્યું માળખું


  સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાલિદાસ માર્ગ પર આવેલા સરકારી ક્વાર્ટરમાં કરવામાં આવેલી સરકાર અને સંગઠનનની બેઠકમાં સરકારની એક વર્ષની સફળતા લોકો સુધી લઈ જવા માટે એક રણનીતિ બનાવવામાં આવી છે. કાયદો- વ્યવસ્થા, શિક્ષણ, વીજળી, સ્વાસ્થય અને ઈન્વેસ્ટર્સ સમિટ સહિત દરેક સફળતાઓને જનતા સુધી લઈ જવા માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સાથે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, આ દરમિયાન નવી યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવશે.

   

  19 માર્ચથી 20 એપ્રિલ સુધી ચાલશે અભિયાન


  સરકારની સફળતાઓ ગણાવવા માટે રાજ્ય સરકાર અને ભાજપ તરફથી એક મહિનાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ અભિયાન 19 માર્ચથી 20 એપ્રિલ સુધી ચાલશે. સરકારી સ્તર પર ડિસ્ટ્રીક્ટ અને જિલ્લા સિવાય રાજ્ય સ્તર ઉપર પણ આ પ્રમાણેના કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. ભાજપ આ કાર્યક્રમ વોર્ડ, મંડળ અને જિલ્લા પંચાયત સ્તર પર આયોજિત કરશે. જ્યારે સંગઠન સ્તરે આ કાર્યક્રમ પૂર્વોત્તર, પશ્ચિમ અને પાટનગરમાં મોટા સંમેલન દ્વારા કરશે. મંત્રીઓ દરેક જિલ્લામાં સાથે મળીને કાર્યક્રમ કરશે અને તેની તારીખ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવશે.

   

  આગળની સ્લાઈડમાં વાંચો - મોદીની શાબાસીથી થશે શરૂઆત

 • Yogi government complition one year, State not got 3CM formula advantage
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી યોગીને આપશે શાબાશી

  મોદીની શાબાશીથી થશે શરૂઆત


  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચે વારાણસીમાં એક કાર્યક્રમ આયોજિત કર્યો છે. આ દરમિયાન મોદી અમુક નવી યોજનાઓનો શિલાન્યાસ કરશે અને સાથે જ સરકારના એક વર્ષના કાર્યકાળની સિદ્ધીઓ ગણાવીને શાબાસી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો. મહેન્દ્ર નાથ પાંડે પણ હાજર રહેશે. આ કાર્યક્રમ પછીથી જ યોગી સરકારના અન્ય કાર્યક્રમોની શરૂઆત થશે. 

   

  આગળ વાંચો યોગી શાસનની સમીક્ષા

 • Yogi government complition one year, State not got 3CM formula advantage
  યુપીમાં કેન્દ્ર સરકારે શરૂ કરી હતી 3CM ફોર્મ્યૂલા

  સીએમ યોગી આદિત્યનાથમા કાર્યકાળની થઈ સમીક્ષા


  - તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણી પછી લખનઉમાં સંઘની એક મહત્વની બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યકાળની સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના ઘરે જથયેલી આ બેઠકમાં યોગી અને તેમના બે ઉપમુખ્યમંત્રીઓની સાથે સાથે રાજ્યના પાર્ટી અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે અને આરએસએસના દત્તાત્રેય હોસબોલે અને કૃષ્મા ગોપાલ સામેલ થયા હતા. 
  - આ બેઠકમાં સંઘ દ્વારા યોગી સરકાર વિરુદ્ધ મુખ્ય મુશ્કેલીઓમાં રાજ્યના અધિકારીઓની બેદરકારી, અમુક મંત્રાલયોમાં ભ્રષ્ટાચાર, રાજ્ય સરકાર અને પાર્ટીના પદાધિકારીમાં મતભેદ સહિત કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિકાસ યોજનાઓમાં પ્રશાસનની બેદરકારીના મુદ્દા મુખ્ય રહ્યા હતા.
  - સંઘની બેઠકમાં બીજો મહત્વનો મુદ્દો ઓફિસરોની રાજાશાહી રહ્યો હતો. રાજ્યના પ્રશાસન વિશે કહેવામાં આવે છે કે, યોગી સરકારમાં આઈએએસનું રાજ ચાલે છે. બીજી વાસ્તવિકતા એવી પણ છે કે, રાજ્યમાં મુખ્યમંત્રી જ સર્વોપરી છે અને સારા સાશન માટે 3CM ફોર્મ્યૂલાનું કોઈ યોગદાન નથી. આ એ જ વાસ્તવિકતાની અસર છે કે, પાર્ટીમાં અન્ય સભ્યોની કોઈ વાત સાંભળવામાં આવતી નથી. મંત્રાલયમાં માત્ર ઓફિસરોનું વર્ચસ્વ છે અને કાર્યકરો અને ઓફિસરો વચ્ચે ચાલી રહેલા દરેક વિરોધોનો રિપોર્ટ સંઘ સુધી પહોંચી રહ્યો છે.  આ સંજોગોમાં એવુ કહી શકાય કે, ઉત્તર પ્રદેશમાં સારા સાશન અને વિકાસ માટે 3CM ફોર્મ્યૂલા સફળ સાબીત થઈ નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ