Home » National News » Latest News » National » Uttar Pradesh CM Yogi to attend Lathmar Holi in Mathura

યોગી આજે રમશે લઠ્ઠમાર હોળી, ઈદ ઉજવવાના સવાલમાં કહ્યું- હું હિન્દુ છું

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 11:14 AM

ઉત્તર પ્રેદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં કૃષ્ણજન્મ ભૂમિના દર્શન કર્યા

 • Uttar Pradesh CM Yogi to attend Lathmar Holi in Mathura
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  યોગીએ કૃષ્ણજન્મ ભૂમિના દર્શન કર્યા.

  મથુરા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે મથુરામાં કૃષ્ણજન્મ ભૂમિના દર્શન કર્યા. મુખ્યમંત્રી બન્યા બાદ યોગી પહેલીવાર કૃષ્ણ જન્મસ્થાન મંદિરે પહોંચ્યા હતા. તેઓ અહીં લગભગ 30 મિનિટ રોકાયા. યોગી આજે લઠ્ઠમાર હોળી પણ રમશે. તેઓએ મીડિયા સાથે વાતી કરતા કહ્યું કે, આસ્થાની સાથોસાથ પર્યટનની નજરથી પણ આ મહત્વપૂર્ણ સ્થળ બની શકે છે. અયોધ્યામાં દિવાળી, મથુરામાં હોળી ઉજવ્યા બાદ ઈદ ક્યાં મનાવશે તેવા સવાલને લઈને યોગીએ કહ્યું- હું એક હિન્દુ છું અને દરેકને પોતપોતાની આસ્થાને વ્યક્ત કરવાનો અધિકાર છે.

  બરસાનામાં હોળી રમશે સીએમ યોગી


  - મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મથુરામાં રસોત્સવ 2018 ઉજવવા માટે શુક્રવારે મથુરા પહોંચ્યા.
  - આજે યોગી બરસાનની પ્રસિદ્ધ લઠ્ઠમાર હોળી રમશે.
  - જોકે, આ વખતે હેલિકોપ્ટરથી રાધા કૃષ્ણ નહીં આવે પરંતુ તેમના સ્વરૂપની આરતી સીએમ ઉતારશે.

  પર્યટનને પ્રોત્સાહન આપવા આવું પગલું- યોગી


  - 11 મહિનાની અંદર ન કોઈને ઈદ ઉજવવાથી રોકવામાં આવ્યા છે કે ન કોઈને ક્રિસમસ ઉજવવાથી રોકવામાં આવ્યા. દરેકને પોતપોતાની આસ્થા વ્યક્ત કરવા સ્વતંત્ર છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભારતની અંદર દરેકને છે. મને લાગે છે કે તે અધિકાર મને પણ છે. અમને ગૌરવની અનુભૂતિ છે આપણી પરંપરા પર.
  - તેઓએ કહ્યું કે પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આવું કરી રહ્યો છું. અયોધ્યામાં દિવાળી, મથુરામાં હોળી તો કાશીમાં દેવ દિવાળી અને ચિત્રકૂટમાં રામ મેળો ઉજવવામાં આવશે.

  યોગીએ અયોધ્યામાં ઉજવી હતી દિવાળી
  - ઉલ્લેખનીય છે કે યોગી મુખ્યમંત્રી બન્યા બાદ 18 ઓક્ટોબર 2017ના રોજ અયોધ્યામાં ભવ્ય દિવાળી ઉજવી ચૂક્યા છે. અયોધ્યામાં દિવાળી માટે યોગી સરકારે સમગ્ર તૈયારી કરી હતી.

  સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • Uttar Pradesh CM Yogi to attend Lathmar Holi in Mathura
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આરતી ઉતારતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી
 • Uttar Pradesh CM Yogi to attend Lathmar Holi in Mathura
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  હેમા માલિની સાથે યોગી આદિત્યનાથ દિપપ્રાગટ્ય કરતા
 • Uttar Pradesh CM Yogi to attend Lathmar Holi in Mathura
  હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને આવકારતા યોગી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ