1

Divya Bhaskar

Home » National News » Latest News » National » યોગી સરકારની બગડી છબી, 2019માં કેવી રીતે બચાવશે ગઢ| Yogi Adityanath government facing these issues

યોગી સરકારની બગડી છબી, 2019માં BJP કેવી રીતે બચાવશે તેનો ગઢ?

Divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 12:05 PM IST

ઉન્નાવ રેપ કાંડ મામલો અને પેટા ચૂંટણીની હારથી યોગી સરકારને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે

 • યોગી સરકારની બગડી છબી, 2019માં કેવી રીતે બચાવશે ગઢ| Yogi Adityanath government facing these issues
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  યોગી સરકાર પર વધતી નારાજગીના કારણે લોકસભા ચૂંટણીમાં બીજેપીને ચિંતા વધી શકે છે. (ફાઇલ)

  નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં બહુમતી સાથે જીતીને આવનાર બીજેપીને સરકાર બનાવે એક વર્ષ થઈ ગયું છે. હવે પાર્ટી સામે પડકાર છે 2019માં થનારી લોકસભાની ચૂંટણી. 2014માં 71 સીટ જીતનારી બીજેપીએ આ સીટો બચાવવાની છે. આ બધી જ જવાબદારી સીએમ યોદી આદિત્યનાથના ખભામાં છે. પરંતુ સપા અને બસપા સાથે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી રાજ્યનું રાજકીય અંકગણીત બીજેપી સાથે ન હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આનું પરિણામ આપણે તાજેતરમાં જ પેટા ચૂંટણીમાં જોઈ ચૂક્યા છીએ. આ દરમિયાન ઘણાં એવા કારણો પણ સામે આવ્યા છે જેના કારણે યોગી સરકારની છબી બગડી છે.

  ઉન્નાવ રેપ કાંડ મામલે ઊભા થયા સવાલો

  ઉન્નાવ રેપ કાંડ મામલો સામે આવ્યા પછી જે પ્રમાણે આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર જાહેરમાં ફરી રહ્યો હતો અને પ્રશાસન તેની સામે નતમસ્તક રહ્યો તેના કારણે સીએમ યોગીની છબી સામે ઘણાં સવાલ ઊભા થયા છે. તે સમયે લોકો વચ્ચે એવો મેસેજ ગયો કે સરકાર પોતાના ધારાસભ્યને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. પીડિતા તરફતી મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી હોવા છતા પોલીસે કોઈ કાર્યવાહી કરી નહતી પરંતુ જ્યારે પ્રેશર વધ્યું ત્યારે સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી. આ દરમિયાન હાઈકોર્ટે પણ રાજ્યમાં કાયદા વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા હતા. હાલ આરોપી ધારાસભ્ય જેલમાં છે અને સીબીઆઈ તપાસ ચાલી રહી છે. જોકે રાજ્યના લોકોનું માનવું છે કે, આ કામ ઘણાં સમય પહેલાં થઈ જવું જોઈએ.

  ગોરખપુર અને ફૂલપુર પેટા ચૂંટણી


  - આ બંને પેટા ચૂંટણીમાં હાર મળવાથી યોગી સરકારને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. બીજેપી યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં જ ચૂંટણી હારી ગઈ છે. ફૂલપુરની સીટ ડેપ્યૂટી સીએમ કેશવ મૌર્યની હતી. ત્યાં પણ બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે.

  આગળની સ્લાઈડમાં જાણો અન્ય કયા કારણો યોગી સરકારની છબી બગાડી રહ્યા છે

  (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
  (Read News in Gujarati from Divya Bhaskar)
 • યોગી સરકારની બગડી છબી, 2019માં કેવી રીતે બચાવશે ગઢ| Yogi Adityanath government facing these issues
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  યુપીમાં 2019ની ચૂંટણીની સમગ્ર જવાબદારી યોગી આદિત્યનાથ પર છે

  કાયદા વ્યવસ્થા પર સવાલ


  - યોગી સરકાર આવ્યા પછી એન્કાઉન્ટર તો ખૂબ થયા છે. પરંતુ આ એન્કાઉન્ટર ઉપર પણ સવાલ ઊભા થયા છે. ઘણી જગ્યાઓ પર પોલીસ અને ગુનેગારો વચ્ચે સાંઠગાંઠની વાત સામે આવી છે. જેના કારણે ખ્યાલ આવે છે કે, જે ગુનેગારોએ સમજૂતી કરી લીધી છે તેઓ કાયદાથી ખૂબ દૂર છે. ઝાંસીથી પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં પોલીસ ઈન્સપેક્ટર એક કુખ્યાત આરોપી સાથે મળીને સમજૂતી કરી લેવાની વાત કરી રહ્યો છે. 

   

  નોકરીઓ ઉપર સંકટ


  શિક્ષા મિત્રો અને બીટીસી પ્રશિક્ષિતો સાથેના વિવાદનો ઉકેલ આવી રહ્યો નથી. મોટા ભાગની નોકરીઓના વિવાદ કોર્ટમાં ભરાયેલા છે અને અભ્યર્થી રસ્તાઓ ઉપર પ્રદર્શન કરી રહ્યા છે.

   

  આગળની સ્લાઈડમાં જાણો કેમ દલીત સાંસદો અને નેતાઓ યોગીથી નારાજ છે

 • યોગી સરકારની બગડી છબી, 2019માં કેવી રીતે બચાવશે ગઢ| Yogi Adityanath government facing these issues
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉન્નાવ રેપ કેસથી બગડી યોગી સરકારની છબી

  દલિત સાંસદો અને નેતાઓની નારાજગી


  ભારત બંધ પછી થયેલી હિંસાની કાર્યવાહીમાં 2 દલિત સાંસદોએ પીએમને ચિઠ્ઠી લખીને યોગી સરકારની કાર્યશૈલી સામે સવાલ ઊભા કર્યા છે. બીજી બાજુ યોગી સરકારની કેબીનેટમાં સામેલ ભારતીય સુહૈલદેવ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરતો સમગ્ર રીતે મોર્ચો શરૂ કરીને બેઠા છે. 

   

  બરબાદ થઈ રહ્યો છે ખેડૂતોનો પાક

   

  ચૂંટણી પહેલાં ખેડૂતોના મુદ્દાને જોરશોરથી ઉઠાવનાર યોગી સરકારથી ખેડૂતો ખૂબ પરેશાન છે. વિતરણ કેન્દ્રોમાં તેમને ખાતર સમયસર મળી નથી રહ્યું બીજી બાજુ તકલખાનું બંધ હોવાના કારણે બળદ અને આખલા ખેતરોમાં ઘુસીને પાકને બરબાદ કરી રહ્યા છે. ગૌહત્યા રોકવા માટે સરકારનો કોઈ સ્પષ્ટ નીતિ નથી. ખેડૂતો બળદ અને આખલાઓને ઘરે રાખીને પાલન-પોષણ કરવાની જગ્યાએ ખુલ્લા છોડી દીધા છે. તેની સંખ્યા સતત વધી રહી છે. ગામડાઓમાં હાલ આ મુખ્ય મુદ્દો બની રહ્યો છે. 

   

  આગળની સ્લાઈડમાં જાણો કેમ યોગીની છબી બની ઠાકુરવાદી

   

 • યોગી સરકારની બગડી છબી, 2019માં કેવી રીતે બચાવશે ગઢ| Yogi Adityanath government facing these issues
  જનતા યોગી સરકારથી નારાજ

  યોગી સરકારની ઠાકુરવાદી છબી

   

  - યોગી સરકારની છબી ઠાકુરવાદી બની ગઈ છે. રાજ્યના મહત્વપૂર્ણ પ્રશાસનિક પદથી લઈને પોલીસ સ્ટેશન સુધી ક્ષત્રિય જાતિના અધિકારીઓની બોલબાલા છે. આ વાતને યોગી આદિત્યનાથની જાતી (તેમનું નામ આદિત્ય સિંહ બિષ્ટ) સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. યુપીમાં ગુંચવાયેલા જાતિગત સમીકરણો વચ્ચે સરકારની છબીને નુકસાન થયું છે.

   

  ભ્રષ્ટ્રાચારમાં નથી થયો ઘટાડો


  યોગી સરકારના આવ્યા પછી પણ પોલીસ સ્ટેશન અને સરકારી કાર્યાલયોમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો નથી. લાંચ લેવાની ગેમ પહેલાંની જેમ જ ચાલુ છે. આદેશોનું કોઈ પાલન થતુ દેખાતું નથી. સામાન્ય જનતાને હજુ પણ સરકારી બાબુઓના ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે. 

More From National News

Trending