ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» લોકોના હાથ-પગ બાંધીને લાવો અને ભાજપને મત નખાવડાવો: યેદિયુરપ્પા | Yeddyurappa: Tie Up Peoples Bring Them To Vote For BJP

    લોકોના હાથ-પગ બાંધીને લાવો, ભાજપને મત નંખાવડાવો: યેદિયુરપ્પા

    Agency, Belgaum | Last Modified - May 06, 2018, 08:47 AM IST

    કર્ણાટકમાં ભાજપના સીઅેમ ઉમેદવાર યેદિયુરપ્પાનો મત માટે પેંતરો
    • લોકોના હાથ-પગ બાંધીને લાવો, ભાજપને મત નંખાવડાવો: યેદિયુરપ્પા
      લોકોના હાથ-પગ બાંધીને લાવો, ભાજપને મત નંખાવડાવો: યેદિયુરપ્પા

      બેલાગાયી: કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રીપદના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાએ અજીબોગરીબ નિવેદન કરીને વિવાદ સર્જ્યો છે. કર્ણાટકની કિટ્ટુર બેઠક પરના ભાજપના ઉમેદવાર મહંતેશ ડોડાગોડર માટે પ્રચાર દરમિયાન કહ્યું કે જો લોકો મત આપવા ન આવે તો તેમના હાથ-પગ બાંધીને લઈ આવો પણ મત જરૂર નંખાવડાવો. તો બીજી બાજુ એક ચૂંટણી રેલીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે કોંગ્રેસવાળાને ઉપરથી નીચે સુધી, સ્થાનિક હોય કે દેશી કે વિદેશી, ગમે ત્યાંથી, સમજ હોય કે ના હોય, ચણાનું ઝાડ હોય છે છોડ હોય, મરચું લાલ હોય છે કે લીલું, જેમને આટલી પણ ખબર નથી એ લોકો બટાકામાંથી સોનું કાઢવાનું કહે છે.

      તેમણે હવે દિવસ-રાત ખેડૂત-ખેડૂત બૂમ પાડવાનું શરૂ કર્યું છે. યેદિયુરપ્પાએ કહ્યું હતું કે આરામનો સમય નથી. જે વ્યક્તિ એવી લાગે કે જે મત આપવા નહીં આવે તો તેના ઘરે જાવ, તેના હાથ પગ બાંધો અને તેને પકડી લાવી મહંતેશ માટે મત અપાવડાવો. કર્ણાટકમાં 12મીએ મતદાન થશે જ્યારે 15મીએ પરિણામ આવશે. કોંગ્રેસ માટે સત્તા જાળવી રાખવી 2019ની લોકસભા ચૂંટણીમાં જીતવાનો લક્ષ્યાંક છે. તો ભાજપ કર્ણાટક હાંસલ કરી પોતાનો પ્રભાવ વધારવા માગે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: લોકોના હાથ-પગ બાંધીને લાવો અને ભાજપને મત નખાવડાવો: યેદિયુરપ્પા | Yeddyurappa: Tie Up Peoples Bring Them To Vote For BJP
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top