Home » National News » Desh » 14 વર્ષના છોકરાએ નાનકડી વાતમાં છોડી દીધી દુનિયા| Xaviers 9th Student Committed Suicide

14 વર્ષના છોકરાએ નાનકડી વાતમાં છોડી દીધી દુનિયા, સુસાઈટ નોટમાં લખ્યું- Needed Justice

Divyabhaskar.com | Updated - May 05, 2018, 10:54 AM

પીટીઆઈ સરે અન્ય છોકરાની સામે નિશાંતને ક્લાસ છોડીને ગ્રાઉન્ડમાં ફરવાની ના પાડતા તેને અપમાન લાગ્યું હતું

 • 14 વર્ષના છોકરાએ નાનકડી વાતમાં છોડી દીધી દુનિયા| Xaviers 9th Student Committed Suicide
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  14 વર્ષના વિદ્યાર્થીએ કરી લીધી આત્મહત્યા

  જયપુર: સેન્ટ જેવિયર્સ સ્કૂલની નેવટા બ્રાન્ચમાં 9માં ધોરણના વિદ્યાર્થી નિતાંત રાજ લાટાએ 26 એપ્રિલે તેના જ ઘરમાં ફાંસીનો ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. બુધવારે આ વાતનો ખુલાસો થયો કે, નિતાંતને તેના પીટીઆઈ સર પરેશના કરતા હોવાથી તેણે આ પગલું ભર્યું છે. પોલીસને મળેલી સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, થેન્ક્સ જિયો (પીટીઆઈ) ઓફ માય સ્કૂલ. સુલાઈડ નોટ મળ્યા પછી નિતાંતની માતા પ્રીતિ લાટાએ પીટીઆઈ જ્યોર્જ જિયો વિરુદ્ધ સોઠાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, સુસાઈડ નોટમાં લખ્યું હતું, થેન્ક્સ પીટીઆઈ સર, Need Justice.

  કેમ કરી આત્મહત્યા?


  માતાના જણાવ્યા પ્રમાણે- પીટીઆઈએ નિતાંતને બીજા બાળકોની સામે ક્લાસની બહાર ફરતો હોવાથી અપમાનિત કર્યો હતો. આવું એક વાર નહીં પરંતુ બે વાર એટલે કે 19 એપ્રિલ અને 25 એપ્રિલે કર્યું હતું. અમને પણ સ્કૂલે બોલાવ્યા હતા. 26 એપ્રિલે અમે સ્કૂલે જવાના હતા તે દિવસે જ વહેલી સવારે 4 વાગે નિતાંત તેના રૂમમાં ફાંસીના ફંદા સાથે લટકતો મળ્યો હતો.

  આવો હતો મૃતક નિતાંતનો રૂમ


  - નિતાંતનો રૂમ ખૂબ નિરાશા જનક અને અસીમ પીડાથી ભરેલો હતો. તેના ટેબલપર પુસ્તકો હતા. હસતી તસવીર પણ હતી અને બાજુમાં બેટ પ ણપડ્યું હતું. દિવાલ ઉપર રેકેટ લટકતું હતું. દિવાલ પર પોઝિટિવિટી વાળુ એક પોસ્ટર લટકેલું હતું. પોસ્ટમાં લખ્યું હતું કે, જીત માટે સતત સંઘર્ષ...આટલી પોઝિટિવિટીથી ભરેલા રૂમમાં નિતાંતે આત્મહત્યા કરી લીધી. તેણે વિચાર્યું જ નહીં કે, બધુ જ ક્યારેય પુરૂ નથી થતું.

  પિતાએ રડતાં-રડતાં કરી આ વાત


  નીશૂ...મા સાથે પહેલીવાર વેકેશનમાં હવાઈ મુસાપરી કરવાનો હતો. પ્લેનમાં બેસવું તેનું સપનું હતું. મુંબઈ જવા માટે 19 મેની ફ્લાઈટ પણ બુક કરાવી હતી. નીશૂની ફરમાઈશથી જ અમે નવી ટાટા નેક્સોન લીધી હતી. બુધવારે જ ગાડી ઘરે આવવાની હતી. રાજકુમાર ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યા અને કહ્યું કે, મે મારા દીકરાને ફાંસીના ફંદા પરથી નીચે ઉતાર્યો તે ક્ષણ હું આખા જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. માતા ઘડી ઘડી સ્ટડી રૂમનો દરવાજો ખોલીને ચીલો પાડે છે કે, નીશૂ આવી જા. ક્યારેક દીકરાના પુસ્તકોને ગળે લગાડે છે તો ક્યારે બેટને. તસવીરને જોઈને કહે છે કે, મારો નીશૂ આમ હાર ન માની શકે. નીશી તે રાતે દાદા સાથે આઈપીએલ મેચ જોઈને મોડો ઉંઘવા ગયો હતો. વહેલી સવારે જ્યારે માતાની નજર નીશૂના રૂમ પર પડી તો તે ફાંસીના ફંદા ઉપર લટકતો હતો.

  સ્કૂલ પીટીઆઈના વર્તનની તપાસ કરશે


  - નિતાંતની આત્મહત્યાની માહિતી સ્કૂલને 26 એપ્રિલે જ મળી ગઈ હતી. તેમને ખબર નહતી કે ટીચરથી પરેશાન થઈને તેણે આત્મહત્યા કરી હતી. અમે આ વિશે તપાસ કરીશું- ફાધર જૉન રવિ, પ્રિન્સિપાલ.

  પીટીઆઈ- ગ્રાઉન્ડમાં ફરતો હતો એટલે ટોક્યો હતો

  નિતાંત ક્લાસ છોડીને સ્કૂલના ગ્રાઉન્ડમાં ફરતો હતો. તેથી પીટીઆઈ ટીચરે તેને ટોક્યો હતો. ટીચરે આ વિશે વાઈસ પ્રિન્સિપલને પણ જાણ કરી હતી. પરિવારજનોને પણ સ્કૂલ મળવા આવવા કહ્યું હતું- જ્યોર્જ જિયો- પીટીઆઈ

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

 • 14 વર્ષના છોકરાએ નાનકડી વાતમાં છોડી દીધી દુનિયા| Xaviers 9th Student Committed Suicide
  નિતાંતનો રૂમ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ