વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં પહેલી વાર ભાગ લેશે મોદી, આજે જશે દાવોસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની શરૂઆત થઈ ચુકી છે. અહીં પહેલી વાર ભાગ લેવા માટે મોદી આજે પહોંચ્યા છે. મોદી હાલમાં સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિને મળ્યા છે. એમની શુભેચ્છા મુલાકત વિશ્વ માટે રોચક રહી હતી. આ સાથે મોદીએ વૈશ્વિક કંપનીઓના CEO સાથે રાઉન્ડ ટેબલ મિટીંગ કરી હતી. જેમાં ભારતમાં બિઝનેસની નવી તકો વિશે ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, ઓફિશિયલ સેશન મંગળવારથી શરૂ થઈ રહ્યા છે. જેમાં મોદી ઓપનીંગ સ્પીચ  આપવાના છે.  અહીં દુનિયાના હાલના પડકારોમાં ભારતની સ્થિતિ રજૂ કરશે. WEF સ્કીઈંગ રિસોર્ટમાં થઈ રહ્યું છે. જ્યાં હાલ ઘણો સ્નોફોલ થઈ રહ્યો છે.

 

મોદીએ કર્યા ટ્વિટ


- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે મોદીએ હેશટેગ ઈન્ડિયામિન્સબિઝનેસથી ઘણાં ટ્વિટ કર્યા છે. તેમણે કહ્યું છે, હું ઈન્ટરનેશનલ કોમ્યુનિટી સામે મારા વિચારો મુકીશ.
- મને વિશ્વાસ છે કે, દાવોસમાં ઘણાં દેશો સાથે થનારી બાઈલેટરલ મીટિંગમાં ભારતના સંબંધોમાં વધુ મજબુતાઈ આવશે.
- હું પહેલી વાર દાવોસ WEFમાં ભાગ લેવા જઈ રહ્યો છું. હું તે માટે ઘણો જ ઉત્સાહિ છું. મને આ આમંત્રણ ભારતના મિત્ર અને સમિટના ફાઉન્ડ પ્રોફેસર ક્લોસ શ્વોબ તરફથી મળ્યું છે.

 

સોમવારે ડિનર આપશે મોદી


- નરેન્દ્ર મોદી સોમવારે ગ્લોબલ CEOs માટે ડિનર રાખવાના છે. મંગળવારે તેઓ ઓપનિંગ સેશનમાં ભાષણ આપશે અને ગ્લોબલ બિઝનેસ કોમ્યુનિટી સાથે મુલાકાત પણ કરશે.
- WEF પાંચ દિવસ ચાલશે. આ સમિટ સ્વિતઝરલેન્ડના સ્કીઈંગ રિસોર્ટમાં રાખવામાં આવી છે. WEFમાં આ વખતે 130થી વધારે દેશ ભાગ લઈ રહ્યા છે. 
- WEFના ચેરમેન ક્લોસ શ્વોબના જણાવ્યા પ્રમાણે સમિટ સોમવાર સાંજથી શરૂ થશે. મીટિંગમાં થીમ 'ક્રિએટિંગ અ શેર ફ્યૂચર ઈન એ ફ્રેક્ચર્ડ વર્લ્ડ' રાખવામાં આવી છે.
- આ ફોરમમાં શાહરૂખ ખાન, ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ કેટ બ્લેંચેટ, લેજન્ડરી બ્રિટિશ સિંગર એલ્ટન જોનનું સન્માન પણ કરવામાં આવશે.

 

મોદી આપશે ઓપનિંગ સ્પીચ


- સમિટમાં મોદી મંગળવારે ઓપનિંગ સ્પીચ આપશે. માનવામાં આવે છે કે, આ દરમિયાન પીએમ દુનિયાની સામે ભારતની ઓપન ઈકોનોમીની તસવીર રજૂ કરશે. આ સિવાય ગ્લોબલ ઈકોનોમી અને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
- 1997માં એચડી દેવગૌડા પીએમ હતા. ત્યારે તેઓ દાવોસ સમિટમાં સામેલ થવા માટે ગયા હતા. તેના પછી એટલે કે 20 વર્ષમાં મોદી એવા પહેલાં ભારતીય પીએમ છે જેઓ આ સમિટમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે.
- મોદી દુનિયાના ટોપ સીઈઓ માટે ડિનર પણ હોસ્ટ કરવાના છે. મોજી સ્વિસના પીએમ એલન બર્સેટ સાથે પણ મુલાકાત કરશે. પીએમ સાથે અરુણ જેટલી, સુરેશ પ્રભુ, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, એમજે. અકબર અને જિતેન્દ્ર સિંહ પણ દાવોસ જઈ રહ્યા છે.

 

ટ્રમ્પ આપશે ક્લોઝિંગ સ્પીચ


- આ વખેત ડોનાલ્ડ ટ્રમ્પ પણ WEFમાં ભાગ લઈ રહ્યા છે. તેઓ અહીં ક્લોઝિંગ સ્પીચ આપશે. જોકે મોદી-ટ્રમ્પ વચ્ચે આ વખત મુલાકાત શક્ય નથી કારણકે બંને એક જ દિવસે એક જ શહેરમાં નથી.
- પાકના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી પણ દાવોસ પહોંચવાના છે. પરંતુ ભારતના ઓફિસરોનું કહેવું છે કે, મોદી-અબ્બાસી વચ્ચે મુલાકાત શક્ય નથી.
- તે સાથે જ જર્મનીના ચાંસેલર એંજલા માર્કેલ, ફ્રેચ પ્રેસિડન્ટ મૈક્રોં, યુકેના પીએમ થેરેસા પણ સામેલ થશે.

 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

અન્ય સમાચારો પણ છે...