વિશ્વ બેંકે 2018માં ભારતનો વિકાસ દર 7.3% રહેવાનું અનુમાન, નોટબંધીની અસર ખતમ

વિશ્વ બેંકે તેમ પણ કહ્યું કે નોટબંધી અને GST જેવાં ફેંસલાને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો હતો.

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 09:53 AM
સરકારી આંકડા મુજબ 2017-18માં ત્રીજા કવાર્ટરમાં દેશનો GDP વિકાસ દર વધીને 7.2%  થયો હતો
સરકારી આંકડા મુજબ 2017-18માં ત્રીજા કવાર્ટરમાં દેશનો GDP વિકાસ દર વધીને 7.2% થયો હતો

વિશ્વ બેંકે આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા 7.3% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે જ કહ્યું છે કે નોટબંધી અને GST જેવાં નિર્ણયોની અસરથી અર્થવ્યવસ્થા ધીરે ધીરે વધી રહી છે. મોદી સરકારે 8 નવેમ્બર, 2016નાં રોજ નોટબંધી કરતાં 500 અને 1000ની નોટને ચલણથી બહાર કરી દીધી હતી.

નવી દિલ્હીઃ વિશ્વ બેંકે આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા 7.3% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે જ કહ્યું છે કે નોટબંધી અને GST જેવાં નિર્ણયોની અસરથી મુક્ત થઈ અર્થવ્યવસ્થા ધીરે ધીરે જોર પકડી રહી છે. મોદી સરકારે 8 નવેમ્બર, 2016નાં રોજ નોટબંધી કરતાં 500 અને 1000ની નોટને ચલણથી બહાર કરી દીધી હતી. જે બાદ 1લી જુલાઈ, 2017થી ટેક્સ સુધાર માટે ગુ઼ડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરાયું હતું. આ નિર્ણયો પછી દેશનો વિકાસ દર 7%થી નીચે જતો રહ્યો હતો.

અર્થવ્યવસ્થામાં સુધારો યથાવત રહેશે


- વિશ્વ બેંકના અનુમાન મુજબ 2019 અને 2020માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.5% રહેશે. બેંકે સાઉથ એશિયા ઈકોનોમિક ફોકસ રિપોર્ટમાં કહ્યું કે અર્થવ્યવસ્થાના વિકાસ દર 2017માં 6.7થી વધીને 7.3 રહ્યાં છે. જેમાં આગળ પણ સુધારો યથાવત રહેશે અને ખાનગી કંપનીઓને રોકાણનું તેમાં મહત્વનું યોગદાન રહેશે.
- વિશ્વ બેંકે તેમ પણ કહ્યું કે નોટબંધી અને GST જેવાં ફેંસલાને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો હતો. જેની સીધી અસર ભારતના નીચલા તબક્કે જોવા મળી.

ભારતે GDP વિકાસ દરમાં ચીનને પાછળ છોડ્યું


- સરકારી આંકડા મુજબ 2017-18માં ત્રીજા કવાર્ટરમાં દેશનો GDP વિકાસ દર વધીને 7.2% થઈ ગયો. તે સાથે જ ભારતીય અર્થવ્યવસ્થા ચીનને પાછળ છોડીને સૌથી તેજીથી વધનારી ઈકોનોમી બની ગઈ. ડિસેમ્બર કવાર્ટરમાં ચીનનો GDP વિકાસ દર 6.8% હતો.

દર વર્ષે 81 લાખ નોકરીઓની જરૂરિયાત


- વિશ્વ બેંકે કહ્યું કે, "ભારતને વૈશ્વિક વિકાસમાં જગ્યા બનાવી રાખવા માટે રોકાણ અને નિકાસને વધારવી પડશે. સાથે જ પોતાનો રોજગાર દર બરકરાર રાખવા માટે વર્ષે 81 લાખ રોજગાર ઊભો કરવાની પણ જરૂરિયાત છે."

આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

ભારતને વૈશ્વિક વિકાસમાં જગ્યા બનાવી રાખવા માટે રોકાણ અને નિકાસને વધારવી પડશે- વર્લ્ડ બેંક
ભારતને વૈશ્વિક વિકાસમાં જગ્યા બનાવી રાખવા માટે રોકાણ અને નિકાસને વધારવી પડશે- વર્લ્ડ બેંક
X
સરકારી આંકડા મુજબ 2017-18માં ત્રીજા કવાર્ટરમાં દેશનો GDP વિકાસ દર વધીને 7.2%  થયો હતોસરકારી આંકડા મુજબ 2017-18માં ત્રીજા કવાર્ટરમાં દેશનો GDP વિકાસ દર વધીને 7.2% થયો હતો
ભારતને વૈશ્વિક વિકાસમાં જગ્યા બનાવી રાખવા માટે રોકાણ અને નિકાસને વધારવી પડશે- વર્લ્ડ બેંકભારતને વૈશ્વિક વિકાસમાં જગ્યા બનાવી રાખવા માટે રોકાણ અને નિકાસને વધારવી પડશે- વર્લ્ડ બેંક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App