• Home
  • National News
  • Desh
  • દિવ્યાંગ છોકરીએ ભેગા કર્યા અસંખ્ય અવોર્ડ| Won Medal After Hand Cut in Delhi

5ની ઉંમરે કપાયો હતો હાથ, જિદ્દી છોકરીએ ભેગા કર્યા અસંખ્ય અવોર્ડ

કીર્તિ પ્રાઈમરી ટીચર છે અને નેશનલ ચેમ્પિયનમાં 100મી. રનિંગમાં સિલ્વર જીતી ચૂકી છે

divyabhaskar.com | Updated - Jun 12, 2018, 11:36 AM
કીર્તિએ મેળવ્યા છે અસંખ્ય અવોર્ડ
કીર્તિએ મેળવ્યા છે અસંખ્ય અવોર્ડ

વ્યવસાયે ટીચર અને પેરા એથલિટ કીર્તિ ચૌહાણે તેની દિવ્યાંગતાને માત કરીને સફળતા મેળવી લીધી છે. 1998માં 5 વર્ષની ઉંમરે ઘાસ કાપવાની મશીન સાથે રમતા રમતા તેના હાથની હથેળી કપાઈ ગઈ હતી.

નવી દિલ્હી: વ્યવસાયે ટીચર અને પેરા એથલિટ કીર્તિ ચૌહાણે તેની દિવ્યાંગતાને માત કરીને સફળતા મેળવી લીધી છે. 1998માં 5 વર્ષની ઉંમરે ઘાસ કાપવાની મશીન સાથે રમતા રમતા તેના હાથની હથેળી કપાઈ ગઈ હતી. તે જ્યારે કોલેજ પહોંચી ત્યારે નેશનલ લેવલની રનિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેતા પહેલાં પ્રેક્ટિસ કરતી વખતે ટ્રેક ઉપર પડી ગઈ હતી. ત્યારે તેના ઘૂંટણીમાં ઈજા થઈ હતી. તેમ છતા તે હિંમત હારી નહોતી. આજે તેણે 100 મીટર નેશનલ લેવલ રનિંગ અને જેવેલિન થ્રો ચેમ્પિયનશિપમાં સિલ્વર અને કાંસ્ય મેડલ મેળવી લીધો છે. તે ઉપરાંત કીર્તિ એડેડ સ્કૂલમાં પ્રાઈમરી ટીચર છે અને હવે 800 મીટર રનિંગ ચેમ્પિયનશીપની તૈયારી પણ કરી રહી છે. તે પ્રોફેસર બનવા માગે છે.

માતાએ સંકલ્પ કરી લીધો હતો કે કીર્તિને ખૂબ સફળ બનાવવી છે

માતા અનીતા ચૌહાણે જણાવ્યું કે, કીર્તિ જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તે તેના પિતાના ગામ શેરડી ખાઈ રહી હતી. શેરડી જમીન પર પડી તો તે ઘાસના મશીનમાં તેના કટકા કરવાનો પ્રયત્ન કરવા લાગી હતી. ત્યારે તેના હાથ જ સીધા મશીનમાં આવી ગયા અને તેના એક હાથની હથેળી કપાઈ ગઈ હતી. ત્યારે તે અમારી એક માત્ર સંતાન હતી. તેની આવી હાલત જોઈને મારો તો જીવ જ નીકળી ગયો. આ પહેલાં કીર્તિની મોટી બહેનની તે 9 વર્ષની હતી ત્યારે બીમારીના કારણે મોત થઈ ગયું હતું. તેથી આ ઘટનાથી કીર્તિની માતા ખૂબ દુઃખી થઈ ગઈ હતી. પરંતુ ત્યારથી જ તેની માતાએ કીર્તિને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ત્યારપછી તેમને ચાર બાળકો છે.

બાળકો મજાક ઉડાવતા હતા, ધોરણ-12માં દિવ્યાંગ શ્રેણીમાં બની જિલ્લા ટોપર


વર્ષ 2000માં દિલ્હી શિફ્ટ થયા પછી કીર્તિનો પરિવાર માનસરોવર પાર્કમાં રહેવા લાગ્યો હતો. સ્થાનિક એડેડ સ્કૂલમાં કીર્તિનું એડ્મિશન કરાવવામાં આવ્યું હતું. પરંતુ સ્કૂલમાં તેની દિવ્યાંગતાની મજાક ઉડાવવામાં આવતી હતી. ઘણીવાર કીર્તિ સ્કૂલથી પાછી આવીને ખૂબ રડતી હતી અને સ્કૂલ ન જવા માટે રડતી હતી. પરંતુ દરેક માતા-પિતા તેને સમજાવીને તો ક્યારેક લડીને સ્કૂલે મોકલતા હતા. કીર્તિ પણ તેનો બધો ગુસ્સો અભ્યાસ પર ઉતારતી હતી અને જ્યારે તેને ભણવામાં રસ પડ્યો ત્યારે તે ધોરણ-12માં દિવ્યાંગ શ્રેણીમાં જિલ્લા ટોપર બની હતી.

ડાયટ કોર્સ દ્વારા પૈરા એથલિટ બનવાની ઈચ્છા થઈ


દરિયાગંજ સ્થિત સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગથી 2014માં ડાઈટ કોર્સ કર્યા પછી કીર્તિને પૈરા એથલિટ્સમાં જવાની ઈચ્છા થઈ હતી. તે રનિંગ અને જેવેલિન થ્રો કરવા લાગી હતી. 2015માં 100 મીટરની નેશનલ લેવલ રનિંગ ચેમ્પિયનશિપ માટે પ્રેક્ટિસ દરમિયાન દોડતી વખતે પડી ગઈ હતી અને તેના કારણે તેને ઘૂંટણમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. તેના કારણે તેનું 1 વર્ષ બરબાદ થઈ ગયું હતું. તેમ છતા કીર્તિએ હિંમત ન હારી અને ડોક્ટર્સની હાજરીમાં વ્યાયામ અને ફરી કોચિંગ કરીને રનિંગ અને જેવેલિન થ્રોમાં મેડલ જીતી હતી.

આ પણ વાંચો: FIFA: 90 મિનિટમાં મેદાનના 120 ચક્કર બરાબર દોડે છે ફૂટબોલ ખેલાડી

કલાકો કરતી હતી લખવાની પ્રેક્ટિસ


1998 - હાથ કપાઈ જવાના કારણે લખવામાં ખૂબ મુશ્કેલી થવા લાગી હતી. તેથી તે રોજ કલાકો સુધી લખવાની પ્રેક્ટિસ કરતી હતી અને રોજિંદા કામ પણ જાતે કરી શકે તેની પ્રેક્ટિસ કરવા લાગી હતી.
2018 - નેશનલ ચેમ્પિયનશિપ પંચકુલામાં રનિંગમાં બે કાંસ્ય પદક જીતી હતી.
2017- નેશનલ ચેમ્પિયનશિપ લોંગ જંપમાં સિલ્વર મેડલ મેળવ્યો
2017- નેશનલ ચેમ્પિયનશિપ જયપુરમાં થયેલી 100 મીટર રનિંગમાં સિલ્વર મેડલ જીતી

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

કીર્તિની મહેનત રંગ લાવી
કીર્તિની મહેનત રંગ લાવી
X
કીર્તિએ મેળવ્યા છે અસંખ્ય અવોર્ડકીર્તિએ મેળવ્યા છે અસંખ્ય અવોર્ડ
કીર્તિની મહેનત રંગ લાવીકીર્તિની મહેનત રંગ લાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App