ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» ગાંધીનગરમાં એક મહિલાનું સંદિગ્ધ હાલતમાં મોત | Women committed suicide in Delhi

    સુસાઈડ કરી નોટમાં લખ્યું- પુત્રને સ્કૂલ ડ્રેસમાં જોવા માગતી અને તેના પ્રોજેક્ટમાં મદદ કરવા માગતી હતી પરંતુ પતિએ એવું ન થવા દીધું

    Divyabhaskar.com | Last Modified - Jun 03, 2018, 07:00 AM IST

    મહિલાની ડેડબોડી પાસેથી 8 પાનાની સુસાઇડ નોટ મળી છે જેમાં તેને લખ્યું હતું કે દીકરાને તમારા જેવો ન બનાવતાં.
    • સુસાઈડ કરી નોટમાં લખ્યું- પુત્રને સ્કૂલ ડ્રેસમાં જોવા માગતી અને તેના પ્રોજેક્ટમાં મદદ કરવા માગતી હતી પરંતુ પતિએ એવું ન થવા દીધું
      સુસાઈડ કરી નોટમાં લખ્યું- પુત્રને સ્કૂલ ડ્રેસમાં જોવા માગતી અને તેના પ્રોજેક્ટમાં મદદ કરવા માગતી હતી પરંતુ પતિએ એવું ન થવા દીધું

      નવી દિલ્હીઃ ગાંધીનગરમાં એક મહિલાનું સંદિગ્ધ હાલતમાં મોત થયું છે. પોલીસે તેની પાસેથી 8 પાનાની સુસાઇડ નોટ મળી છે જેમાં તેણે લખ્યું છે- તે દીકરાને સ્કૂલ ડ્રેસમાં જોવા માગતી હતી, પ્રોજેક્ટમાં મદદ કરવા માગતી હતી. પરંતુ પતિની હરકતોથી તેના તમામ સપનાઓને ખતમ કરી દીધા. તે ઈચ્છીને પણ કંઈ ન કરી શકી. બીજી તરફ, પિયરીયાઓનો આરોપ છે કે, સાસરિયાઓએ તેની સાથે મારઝૂડ કરીને હત્યા કરી દીધી છે. તેઓ અનેકવાર દીકરીને હેરાન કરતા હતા. પોલીસે શુક્રવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપી દીધો. પોલીસ મહિલાના પતિને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.

      મોનિકા ડિસેમ્બરમાં જ ઘરે લાવી હતી ઝેર


      - મોનિકાએ સુસાઇડ નોટમાં લખ્યું કે તે ડિસેમ્બરમા; જ મામીના ઘરેથી ઝેરની શીશી લઈને આવી હતી, પરંતુ દીકરાના ભવિષ્ય વિશે વિચારતા જીવ નહોતો આપ્યો.
      - પતિને લખ્યું કે દીકરાને તમારી જેવો ન બનાવતા, તેને અરજ કરી કે તે દીકરાને ભણાવી-ગણાવીને સારો માણસ બનાવે, ન કે પોતાની જેમ. પતિ તેના માતા-પિતા અને ભાઈને ગાળો દેતા હતા, આ હું ક્યારેય ભૂલી ન શકું.

      મોનિકાના શરીર પર અનેક જગ્યાએ બ્લુ રંગના નિશાન


      - મૂળે ઉત્તરાખંડની રહેવાસી મોનિકા (30) દિલ્હીના સુભાષ મોહલ્લામાં રહેતી હતી. પરિવારમાં પતિ પંકજ અને ત્રણ વર્ષીય દીકરો પીકૂ છે. પંકજનો ખાદીનો વેપાર છે.
      - બહેન કંચને જણાવ્યું કે સાડા છ વર્ષ પહેલા મોનિકાના લગ્ન થયા હતા. ત્યારથી પંકજ હેરાન કરવા લાગ્યો હતો.
      - 28 મેના રોજ સાસરિયામાંથી કોલ આવ્યો કે મોનિકાએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે ઘરે પહોંચી તો મોનિકાના શરીર પર અનેક જગ્યાએ બ્લુ રંગના નિશાન જોવા મળ્યા. તેની મારીને હત્યા કરી દેવામાં આવી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીનગરમાં એક મહિલાનું સંદિગ્ધ હાલતમાં મોત | Women committed suicide in Delhi
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `