AP: રાત પહેલા મહિલાઓ નાઈટી પહેરે તો રૂ.2 હજારનો દંડ, માહિતી આપનારને ઈનામ

વડીલોનું કહેવું છે કે નાઈટી માત્ર રાતે પહેરવા માટે જ છે

Divyabhaskar.com | Updated - Nov 10, 2018, 05:21 PM
Women are fined rs 2000 If they are found wearing nightie before sunset in this village

હૈદરાબાદઃ પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એક ગામમાં મહિલાઓએ છેલ્લા નવ મહિનાથી દિવસે નાઈટી પહેરવાનું બંધ કરી દીધું છે. ગામના વડીલોએ નાઈટી પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. વડીલોનું માનવું છે કે નાઈટી માત્ર રાતે જ પહેરવા માટે હોય છે. જો કોઈ મહિલા આ નિયમનું પાલન કરતી નથી તો તેને 2,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે.

સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો મામલો

- ટોકલાપલ્લી ગામમાાં નાઈટી પહેરવા પર નવ મહિના પહેલા પ્રતિબંધ લાગ્યો હતો. આ મામલો સોશિયલ મિડિયા પર ગુરૂવારે ત્યારે વાયરલ થયો જયારે રેવન્યુ વિભાગના કેટલાક અધિકારીઓએ ગામની મુલાકાત કરી.

- ગામમાં કુલ 1800 મહિલાઓ છે. ગામમાં 9 જેટલા સભ્યોની બનેલી ટીમે આ આદેશને લાગૂ કરવા માટે નવી યોજના બનાવી છે. સવારના 7થી સાંજના 7 દરમિયાન જો કોઈ મહિલા નાઈટી પહેરતી હોય અને જો તે અંગેની માહિતી અન્ય કોઈ મહિલા આપે તો તેને 1000 રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવે છે.

- કમિટીનું કહેવું છે કે દંડની રકમનો ખર્ચ ગામના વિકાસના કામોમાં કરવામાં આવશે. રેવન્યુ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગામની કોઈ પણ મહિલા આ નિર્ણયના વિરોધમાં નથી.

- મહિલાઓનું કહેવું છે કે આ એક અફવા છે. અહીં આવો કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. જયારે ગામની બીજી મહિલાઓએ કહ્યું કે તેઓ આ આદેશથી ખૂબ જ ખુશ છે. અમે બધાએ અમારી પરંપરાઓના પાલન માટે આ નિર્ણય કર્યો છે.

- ગામની એક મહિલાનું કહેવું છે કે બધાએ એક થઈને દિવસે નાઈટી ન પહેરવા અંગેનો નિર્ણય કર્યો છે. બાદમાં અમે આ અંગેની જાણકારી વડીલોને આપી હતી. વડીલોએ નાઈટી પહેરવા માટે એક ચોક્કસ સમય નક્કી કર્યો છે. જોકે નિયમ ન મારવા પર કોઈ પણ પ્રકારનો દંડ થતો નથી.

X
Women are fined rs 2000 If they are found wearing nightie before sunset in this village
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App