પતિના વિચિત્ર વર્તનથી કંટાળેલી પત્નીએ કહ્યું- હવે આની સાથે નહીં રહી શકુ, વાતે-વાતે માંગે છે દંડ

આ ઘટના પુનાની છે, મહિલાએ પોલીસ અને બાળ કલ્યાણ વિભાગને ફરિયાદ કરી

divyabhaskar.com | Updated - Aug 10, 2018, 07:00 AM
Wife troubled by her husband's strange behavior, now she can not live with her

મહારાષ્ટ્રના પુણામાં લવ મેરેજના 14 વર્ષ પછી પત્નીએ પતિ વિરુદ્ધ પરેશાન થઈને છુટકારો મેળવવા માટે પોલીસ અને મહિલા-બાળ કલ્યાણ વિભાગમાં ફરિયાદ કરી છે. પત્નીનું કહેવું છે કે, લગ્ન પછી હવે તેનો પતિ વિચિત્ર વર્તન કરી રહ્યો છે.

પુના: મહારાષ્ટ્રના પુનામાં લવ મેરેજના 14 વર્ષ પછી પત્નીએ પતિ વિરુદ્ધ પરેશાન થઈને છુટકારો મેળવવા માટે પોલીસ અને મહિલા-બાળ કલ્યાણ વિભાગમાં ફરિયાદ કરી છે. પત્નીનું કહેવું છે કે, લગ્ન પછી હવે તેનો પતિ વિચિત્ર વર્તન કરી રહ્યો છે. તે વાતે-વાતે તેની પત્ની પાસેથી દંડ માગે છે.

ટીવી ચાલુ રહી ગયું તો 500 રૂ, લાઈટ ચાલુ રહી ગઈ તો 50 રૂ. દંડ ભરવાનું કહે છે

9 વર્ષની છોકરીને ટ્યૂશનમાંથી ઘરે લાવતા મોડું થયું તો રૂ. બે હજારનો દંડ, બજારમાં કેળા ખરીદવાનું ભૂલી ગઈ તો રૂ. 100નો દંડ, ઘરે ટીવી ચાલુ રહી ગયું તોરૂ. 500નો દંડ, લાઈટ ચાલુ રહી ગઈ તોરૂ. 50નો દંડ ભરવાનું કહે છે. પતિના આવા અવ્યવહારિક વર્તનના કારણે તેની પત્ની ખૂબ કંટાળી ગઈ છે અને તેથી તે હવે તેના પતિથી ડિવોર્સ ઈચ્છે છે.

14 વર્ષ પહેલાં થયા હતા લવ મેરેજ

શ્વેતા અને અનિલના 14 વર્ષ પહેલાં લવ મેરેજ થયા હતા. હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ પૂરો થયા પછી અનિલ એક કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો. તેને મહિને રૂ. 1 લાખ 10 હજારનું વેતન મળવા લાગ્યું હતું. અનિલે નેપુણેમાં ત્રણ ફ્લેટ પણ બાડે આપ્યા છે. શ્વેતાએ પણ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેને એક કંપનીમાં મહિને રૂ. 22,000નો પગાર મળે છે. પુણે રહેતી શ્વેતા લગ્ન પછી મુંબઈ આવીને રહેવા લાગી હતી. તેઓ પાંચ વર્ષ બહુ જ ખુશી ખુશી રહ્યા. પરંતુ તે પછી અનિલ તેને પરેશાન કરવા લાગ્યો હતો. તે પત્ની પાસેથી તેનો પગાર છીનવીને તેને મહિનાનો ખર્ચ કરવા માટે 500 રૂપિયા આપતો. શ્વેતા નવા કપડાં કે ચંપલ લેતી તો પણ અનિલ તેની સાથે ઝઘડા કરતો હતો. દોઢ મહિના પહેલાં અનિલે શ્વેતા પાસેથી તેનું ક્રેડિટ કાર્ડ, મોબાઈલ, પૈસા અને સિમકાર્ડ લઈને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારપછી શ્વેતા તેના પિયર પુના જઈને રહેવા લાગી હતી. આ કેસમાં મહિલા અને બાળ વિભાગે શ્વેતાનું કાઉન્સિલિંગ પણ કર્યું છે. પરંતુ હવે શ્વેતા તેના પતિ સાથે રહેવા તૈયાર નથી.

X
Wife troubled by her husband's strange behavior, now she can not live with her
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App