5 Yr પહેલાં કર્યા લવ મેરેજ, Govt જોબ મળતા જ પતિએ દેખાડ્યો રંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહજહાંપુર (યુપી): અહીં એક 25 વર્ષની યુવતી ખોળામાં દીકરીને લઇને બુધવારે એસપી ઓફિસ પહોંચી. રડતાં રડતાં યુવતીએ ઓફિસર પાસે મદદ માંગી. તેણે કહ્યું, 5 વર્ષ પહેલાં પરિવારની વિરૂદ્ધ જઇને તેણે પ્રેમી સાથે કોર્ટ મેરેજ કર્યા. આ દરમિયાન તેને એક દીકરી પણ થઇ. લગ્નના 3 વર્ષ બાદ જ પતિની પોલીસમાં જોબ લાગી ગઇ. હવે તે મને બીજાં લગ્નની ધમકી આપી રહ્યો છે. 


જાણો શું છે મામલો?

 
- આ ઘટના જિલ્લાની એસપી ઓફિસની છે. અહીં બુધવારે મુજફ્ફરનગરમાં રહેતી એક મહિલા ખોળામાં 3 વર્ષની દીકરી આરોહીને લઇને પહોંચી. 
- મહિલાએ એસપી પાસે રડતાં રડતાં મદદ માંગી. તેણે જણાવ્યું કે, વર્ષ 2013માં ઘર-પરિવારની વિરૂદ્ધ જઇને પ્રેમી જનરલ સિંહ સાથે કોર્ટ મેરેજ કર્યા. લગ્ન દરમિયાન તેઓની દીકરી આરોહીનો જન્મ થયો. 
- પરિવારથી દૂર અમે બંને અલગ રહેવા લાગ્યા. આ સમયગાળામાં એકવાર પણ પરિવાર સાથે મુલાકાત ના થઇ. 2016માં પતિની પોલીસમાં જોબ લાગી ગઇ. 
- શાહજહાંપુરની પોલીસ લાઇનમાં પતિને કોન્સ્ટેબલની જોબ મળી. ત્યારબાદથી તેઓએ મારો ફોન પણ ઉઠાવવાનું બંધ કરી દીધું. 
- એક દિવસ મને કોલ કરીને મને છોડી દેવા અને બીજાં લગ્નની ધમકી આપવા લાગ્યો. જ્યારે મેં કહ્યું કે, આપણે એક દીકરી પણ છે, પરંતુ તેણે તેને ઓળખવાનો ઇનકાર કરી દીધો. 
- હવે હું મારાં ઘરે પરત નથી ફરી શકતી. ત્રણ વર્ષની દીકરીને લઇને ક્યાં જઉં મને સમજણ નથી પડતી. હું મારાં પતિની સાથે રહેવા ઇચ્છું છું. 


પોલીસ શું કહે છે?


- એસપી ગ્રામીણ સુભાષ ચંદ્ર શાક્યનું કહેવું છે કે, એક 25 વર્ષની યુવતી આવી હતી. યુવતીનું કહેવું હતું કે, તેનો પતિ તેને છોડી દેવા ઇચ્છે છે અને દીકરીને પણ નથી અપનાવી રહ્યો. 
- અમે બંને પક્ષોને બોલાવ્યા અને સમજાવ્યા છે. તેઓએ 26 જાન્યુઆરી સુધીનો સમય માંગ્યો છે. જો સમજૂતી નહીં થાય તો પીડિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 

 

સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...