ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» ધારદાર હથિયારથી ગળુ કાપીને મહિલાનું મર્ડર| Woman Murdered With Sharp Weapons

    ધારદાર હથિયારથી ગળુ કાપીને મહિલાનું મર્ડર, માથું લઈને ભાગી ગયા આરોપીઓ

    divyabhaskar.com | Last Modified - May 29, 2018, 11:19 AM IST

    માથું ન હોવાથી પોલીસને મહિલાની ઓળખ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે
    • ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ

      રફીગંજ: જિલ્લાના રફીજંગ વિસ્તારમાં શનિવારે રાતે અજાણ્યા આરોપીઓએ એક મહિલાની ધારદાર હથિયારથી ગળુ કાપીને હત્યા કરી દીધી છે. નવાઈની વાત એ છે કે, આરોપીઓ મહિલાનું માથુ કાપીને લઈ ગયા છે. માથુ કપાયેલી લાશ મળી હોવાથી આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

      - મૃતકાની ઉંમર અંદાજે 30 વર્ષની આસપાસ છે. લાશનું માથું ન હોવાના કારણે પોલીસને ઓળખ કરવી મુશ્કેલ થઈ રહી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે ઔરંગાબાદ મોકલી દીધું છે. મૃતક મહિલાની ઓળખ માટે અલગ અલગ પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવી રહી છે. ઘટનામાં હાલ અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

      ઘટના સ્થળેથી લોહીવાળો ગમછો અને અન્ય કપડાં પણ મળી આવ્યા છે

      - મહિલાનું માથું ઘટના સ્થળેથી ગાયબ છે.જેને શોધવા માટે પોલીસ પ્રયત્નો કરી રહી છે. પરંતુ હજી સુધી કોઈ પુરાવો મળ્યો નથી. મહિલાનો રંગ ગોરો છે, હાથમાં વીંટી છે અને પગમાં પાયલ પહેરેલી છે. ઘટના સ્થળ પરથી લોહીવાળો ગમછો પોલીસે મેળવી લીધો છે. જેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આરોપીઓએ પહેલાં મહિલાના હાથ-પગ બાંધી દીધા હશે અને પછી ધરાદાર હથિયારથી તેનું ગળુ કાપી દીધું હશે. ઘટના સ્થળેથી પોલીસને એક કાપડનો થેલો પણ મળી આવ્યો છે. તેમાં સાડી, રૂમાલ વગેરે મળી આવ્યું છે. પોલીસ હવે આ જ કપડાંઓના આધારે મહિલાની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

      અફેરના કારણે મહિલાની હત્યા થઈ હોવાની શંકા

      - મહિલાની હત્યાને પોલીસ અને આજુબાજુના લોકો અફેર સાથે સાંકળી રહ્યા છે. આરોપીઓએ મહિલાની હત્યાકરીને જે પ્રમાણે તેનું માથુ ગાયબ કર્યું છે તેનાથી સ્પષ્ટ લાગી રહ્યું છેકે, મહિલાને પ્રેમ જાળમાં ફસાવીને અડધી રાતે અહીં લાવવામાં આવી હશે અને ત્યાં તેની હત્યા કરી દેવામાં આવી છે. આરોપીઓએ મહિલાની ઓળખ છુપાવવા માટે તેનું માથું કાપીને ગાયબ કરી દીધું છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

    • ઘટના સ્થળેથી એક લોહી વાળો ગમછો અને કાપડનો થેલો મળી આવ્યો છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘટના સ્થળેથી એક લોહી વાળો ગમછો અને કાપડનો થેલો મળી આવ્યો છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ધારદાર હથિયારથી ગળુ કાપીને મહિલાનું મર્ડર| Woman Murdered With Sharp Weapons
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `