ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» ચાલતી કારમાં મહિલા સાથે ગેંગરેપ| Woman molested in moving car in Delhi

    ચાલતી કારમાંથી 3 વર્ષના બાળકને ફેંક્યું બહાર પછી માતા સાથે કર્યો ગેંગરેપ

    divyabhaskar.com | Last Modified - May 09, 2018, 12:44 PM IST

    આરોપીઓએ મહિલાને નોકરીની લાલચ આપીને બોલાવી હતી અને કોઈ નશીલું ડ્રિન્ક પીવડાવી દીધું હતુ
    • પ્રતિકાત્મક તસવીર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રતિકાત્મક તસવીર

      મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે પર એક મહિલા સાથે ચાલતી કારમાં ગેંગરેપ થયો હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં, તે હવસખોરોએ મહિલાના 3 વર્ષના બાળકને પણ ચાલતીકારમાંથી બહાર ફેંકી દીધો હતો. આ વિશે મુઝફ્ફરનગરના છપાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.

      પોલીસ તપાસ શરૂ, આરોપી ફરાર

      - પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના સોમવાર સાંજની છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
      - પોલીસે જણાવ્યું કે, આરોપી ફરાર થઈ ગયા છે, તેમને પણ શોધવાનું કામ ચાલી રહ્યું છે.
      - કારમાંથી ફેંકવામાં આવેલા બાળકને ગામના લોકોએ હોસ્પિટલમાં એડ્મિટ કર્યું હતું અને હવે ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેને જીવનું જોખમ નથી.

      નોકરી આપવાની લાલચે બોલાવી હતી મહિલાને

      - પીડિતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આરોપીઓમાંથી એક વ્યક્તિએ તેને નોકરી અપાવવાની લાલચે બોલાવી હતી.
      - પીડિતાએ જણાવ્યું કે, આરોપીઓએ તેને કોલ્ડ ડ્રિન્કમાં કોઈ નશીલો પદાર્થ પીવડાવી દીધો હતો અને ત્યારપછી તેની સાથે ચાલતી કારમાં બે લોકોએ તેની સાથે રેપ કર્યો હતો.
      - આ પહેલાં આરોપીઓએ તેના 3 વર્ષના બાળકને બહાર ફેંકી દીધો હતો.

      દિલ્હીમાં પણ થઈ આ પ્રમાણેની ઘટના

      - વર્ષની શરૂઆતમાં દિલ્હીના ફરિદાબાદમાં પણ એક સગીરા સાથે ચાલતી કારમાં ગેંગરેપની ઘટના સામે આવી હતી. ફરીદાબાદના બલ્લભગઢના સોહાના રોડ પર ત્રણ છોકરાઓએ એક સગીરાનું ખેતરમાંથી અપહરણ કરીને તેની સાથે ચાલતી કારમાં ગેંગરેપ કર્યો હતો. ઘટના સમયે છોકરી તેની માસીની સાથે જઈ રહી હતી.
      - 20 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગે સગીર પીડિતા તેની માસી સાથે ખેતરમાં સરગવો કાપવા ગઈ હતી. ત્યારે ત્રણ યુવકોએ તેનું અપહરણ કરીને તેને સેન્ટ્રો કારમાં નાખીને લઈ ગયા હતા. ત્યારપછી તેની સાથે ચાલતી કારમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને અંતે તેને રસ્તા ઉપર ફેંકીને આરોપીઓ ભાગી ગયા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ચાલતી કારમાં મહિલા સાથે ગેંગરેપ| Woman molested in moving car in Delhi
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top