ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» મહિલા સાથે કર્યો ગેંગરેપ, સાસુની પણ પીટાઈ| woman molested 24 Year Old Woman In Dhamnod Dhar

    સાસુની સામે ખેતરમાંથી ઉપાડીને લઈ ગયા વહુને- કર્યો ગેંગરેપ

    divyabhaskar.com | Last Modified - May 11, 2018, 07:00 AM IST

    મહિલાના જણાવ્યા પ્રમાણે ઘટના 8 મેની છે, ખેતરમાં કામ કરતી વખતે પાંચ લોકો તેમને ઉપાડીને લઈ ગયા
    • સાસુની સામે ખેતરમાંથી ઉપાડીને લઈ ગયા વહુને- કર્યો ગેંગરેપ
      સાસુની સામે ખેતરમાંથી ઉપાડીને લઈ ગયા વહુને- કર્યો ગેંગરેપ

      ઈન્દોર: ધાર જિલ્લાના ધામનોદમાં એક મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. મહિલાના જણાવ્યા પ્રમાણે ખેતરમાંથી પરત ફરતી વખતે પાંચ લોકોએ તેનો રસ્તો રોક્યો હતો અને ત્યારપછી તેને એકાંતમાં લઈ જઈને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. મહિલાના નિવેદનના આધારે પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલાના જણાવ્યા પ્રમાણે આ ઘટના મંગળવાર 8મેની છે.

      મહિલાએ ફરિયાદમાં કહ્યું- ખેતરમાંથી ઉપાડીને લઈ ગયા


      - પોલીસના જણાવ્યા પ્રમાણે 24 વર્ષની મહિલાએ ગુરુવારે પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું છે કે, 8મીમે બપોરે તે ખેતરમાંથી કામ કરીને પરત ફરતી હતી ત્યારે ગામના અમુક યુવક તેના ખેતરમાં આવ્યા હતા. તેમાંથી ત્રણ એક ઝાડ પાસે ઊભા રહી ગયા અને એક યુવક મારી પાસે આવ્યો. યુવકે મારો હાથ પકડ્યો તો હું બુમો પાડવા લાગી હતી. પછી તે ચારેય લોકોએ મને ઘેરી લીધી. તે દરમિયાન ગામનો અન્ય એક યુવક પણ ત્યાં આવી ગયો અને પછી વારાફરથી બધાએ મારા ઉપર દુષ્કર્મ કર્યું. મે બુમો પાડવાનો પ્રયત્ન કર્યો તો મારું મોડું દબાવી દેવામાં આવ્યું. જેમ તેમ કરીને ત્યાંથી હું ભાગી અને મે બુમો પાડી તો મારા સાસુ મારો અવાજ સાંભળી ગયા અને તેઓ મારી મદદ માટે આવ્યા.

      મારી ચીસો સાંભળીને સાસુ આવ્યા તો તેમની સાથે પણ કરી મારઝૂડ


      મહિલાએ પોલીસને જણાવ્યું કે, દુષ્કર્મ દરમિયાન તેની ચીસો સાંભળીને તેની સાસુ તેને બચાવવા આવી ગઈ હતી. સાસુએ જ્યારે આરોપીઓને ભગાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે આરોપીઓએ ડંડાથી સાસુ સાથે પણ મારઝૂડ કરી હતી. મારઝૂડ પછી આરોપીઓએ ધમકી આપી હતી કે, જો તેમણે કોઈને આ વાત કરી તો તેઓ તેમને જીવથી મારી દેશે.

      ડરના કારણે ન ગઈ પોલીસ સ્ટેશન


      - મહિલાના જણાવ્યા પ્રમાણે 8મેના રોજ ઘટના પછી તેઓ ઘરે પહોંચ્યા હતા અને મહિલાએ તેના કાકા સસરાને સમગ્ર વાત કરી હતી. કાકા સસરાના કહેવાથી તેમણે માંડૂમાં રહેતા તેમના એક સંબંધીને પણ સમગ્ર વાત જણાવી હતી. મહિલાએ જણાવ્યું કે, તે આ ઘટનાથી એટલી ડરી ગઈ હતી કે પોલીસસ્ટેશન આવવાની તેની હિંમત પણ નહતી થતી. મહિલાની સાથે આવેલી સાસુએ તેની સાથે મારઝૂડ કરવામાં આવી હોવાની પણ વાત જણાવી હતી.

      પાંચ લોકો સામે કરી ફરિયાદ


      - મહિલાની ફરિયાદના આધારે પોલીસે સંદીપ,સંજય, દિનેશ, સંતોષ અને રામદાસની સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાની ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારપછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મહિલા સાથે કર્યો ગેંગરેપ, સાસુની પણ પીટાઈ| woman molested 24 Year Old Woman In Dhamnod Dhar
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top