ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Woman hanged to death she did whatsapp messege to brother dont give my children to my killers

  2 દીકરીની માતાએ લગાવી ફાંસી, વોટ્સએપમાં લખ્યું- મરી રહી છું, બાળકો હત્યારાઓના હાથમાં ન આપશો

  divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 05:33 PM IST

  પોલીસે ભાઈ અમનદીપ સિંહના નિવેદન પર પતિ જગવિન્દર સિંહ, સાસુ સલવિન્દર કૌર અને માસી સાસુ તેજિન્દર કૌર વિરુદ્ધ કેસ નોંધ્યો
  • 2 દીકરીની માતાએ લગાવી ફાંસી, વોટ્સએપમાં લખ્યું- મરી રહી છું, બાળકો હત્યારાઓના હાથમાં ન આપશો
   2 દીકરીની માતાએ લગાવી ફાંસી, વોટ્સએપમાં લખ્યું- મરી રહી છું, બાળકો હત્યારાઓના હાથમાં ન આપશો

   પટિયાલા (પંજાબ): 32 વર્ષની મહિલા ગુરજિન્દર કૌર ઉર્ફ સોનીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ગુરજિન્દરને 7 અને 2 વર્ષની બે દીકરીઓ છે. પોલીસે ભાઈ અમનદીપ સિંહના નિવેદન પર પતિ જગવિન્દર સિંહ, સાસુ સલવિન્દર કૌર અને માસી સાસુ તેજિન્દર કૌર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોસ્ટમોર્ટમ ચંદીગઢની હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું. મરતા પહેલા ગુરજિન્દરે ભાઇને વોટ્સએપ મેસેજમાં લખ્યું કે મારા બાળકો મારા હત્યારાઓના હાથમાં ન સોંપશો.

   મહિલાએ આ કારણે લગાવી ફાંસી

   - તપાસ અધિકારી ગુરનામ સિંહે જણાવ્યું કે ગુરજિન્દર કૌરના ભાઈ અમનદીપ સિંહે ફરિયાદમાં કહ્યું છે કે 8 વર્ષ પહેલા ગામ મોહી ખુર્દના જગવિન્દર સિંહ સાથે ગુરજિન્દરના લગ્ન થયા હતા.

   - માસી સાસુ તેજિન્દર કૌરે પોતાની દીકરીને વિદેશ મોકલવા તેની મારી બહેનના ઘરેણા ગિરવે મૂકીને 5 લાખનું દેવું કર્યું હતું.
   - તેની બહેન પૈસા પાછા આપવા માટે કહેતી તો સાસરીવાળા અને માસી સાસુ તેની સાથે ઝઘડો કરતા અને તેને મારતા હતા.
   - પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, માસી સાસુ ગુરજિન્દરના પરિવાર પાસે પોતાના દીકરાના બિઝનેસ માટે 5 લાખ રૂપિયા બીજા માંગી રહી હતી.
   - તેમણે જણાવ્યું કે આવા વર્તનથી અને પરિવારના સભ્યો તરફથી કરવામાં આવતી મારપીટથી ત્રાસીને આખરે તેણે 30મેની રાતે ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
   - ત્યારે તેને ગંભીર હાલતમાં ચંદીગઢના સેક્ટર 32ની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં રાતે 9.30 વાગે તેનું મોત થઇ ગયું.
   - ભાઈ અમનદીપ સિંહના નિવેદનના આધારે પતિ, સાસુ અને માસી સાસુ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

   ભાઈને વિનંતી, મારા બાળકોનો સારો ઉછેર કરજો

   - ગુરજિન્દર કૌરે આત્મહત્યા પહેલા ભાઈને વોટ્સએપ પર મેસેજ મોકલીને લખ્યું હતું કે હું મરી રહી છું. મારા બાળકો મારા હત્યારાઓને ના સોંપતા. તેમનો તમે સારી રીતે ઉછેર કરજો. પોલીસ અધિકારીઓએ આ મેસેજની પુષ્ટિ કરી છે.

   સાસરી અને પિયર પક્ષમાં ઝઘડો

   - ચંદીગઢના સેક્ટર-32માં ભેગા થયેલા બંને પરિવારોની વચ્ચે રવિવારે ઝઘડો થઇ ગયો હતો. આ મામલે એક સંબંધી અને દેહાતી કોંગ્રેસના અધ્યક્ષ ગગનદીપ સિંહ વિરુદ્ધ ગોળી ચલાવવાના આરોપમાં ચંદીગઢ પોલીસે મામલો નોંધ્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Woman hanged to death she did whatsapp messege to brother dont give my children to my killers
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `