Home » National News » Desh » Woman had illegal relations with neighbour she poisoned her foreign return husband

પાડોશી સાથે બંધાયા મહિલાના ગેરકાયદે સંબંધ, વિદેશથી આવેલા પતિને આપ્યું ઝેર

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 03:31 PM

એક મહિલાએ પાડોશી સાથે ગેરકાયદે સંબંધોને કારણે પતિની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો

 • Woman had illegal relations with neighbour she poisoned her foreign return husband
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  બટાલા/ગુરદાસપુર (લુધિયાણા): વિસ્તારમાં એક મહિલાએ પાડોશી સાથે ગેરકાયદે સંબંધોને કારણે પતિની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો. મહિલાએ પતિના ખોરાકમાં ઝેર ભેળવી દીધું. પરિવારજનો દ્વારા સમયસર વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો, જેના કારણે તેનો જીવ બચી ગયો. મહિલાના પતિના નિવેદનના આધારે પોલીસે પત્ની તથા તેના પ્રેમી વિરુદ્ધ મામલો નોંધી લીધો છે. બીજી બાજુ પોલીસે ફરિયાદ કરનારની પત્નીને અટકાયતમાં લઇને તેની પૂછપરછ શરૂ કરૂ દીધી છે.

  આ હતો મામલો

  - પોલીસ તપાસમાં જાણ થઇ છે કે પતિના વિદેશ ગયા પછી પત્નીએ પાડોશી સાથે ગેરકાયદે સંબંધો બનાવી લીધા તથા પતિ દ્વારા વિરોધ કરવા પર પત્નીએ તેની દાળમાં 11 એપ્રિલના રોજ ઝેરીલો પદાર્થ ભેળવીને મારવાનો પ્રયત્ન કર્યો.

  - બીજી બાજુ પોલીસ સ્ટેશન રંગડ નંગલના એએસઆઇ જગતાર સિંહે જણાવ્યું કે કુલવિંદર નિવાસી પીરોવાલીએ જણાવ્યું કે તેના લગ્ન 2002માં રાજવિંદર કૌર સાથે થયા હતા અને પછી તે મસ્કત ચાલ્યો ગયો.
  - તેના ગયા પછી પત્નીના પાડોશી હરપાલની સાથે ગેરકાયદે સંબંધો બની ગયા. તેણે પત્નીને સમજાવી પણ ખરી, પરંતુ તે સમજી નહીં.


  પતિ બોલ્યો- પહેલા પણ અન્ય સાથે હતા ગેરકાયદે સંબંધો, ફોન પર આપતી હતી ધમકી- ઘર આવવા પર મારી નાખીશ

  - પતિ કુલવિંદરે જણાવ્યું કે તે 5 એપ્રિલના રોજ મસ્કતથી પોતાના ઘરે આવ્યો હતો. ગેરકાયદે સંબંધો વિશે તેને લગભગ 2 વર્ષ પહેલા જ જાણ થઇ હતી, જ્યારે તેમના પરિવારને પહેલેથી જ જાણ હતી. તે એટલા માટે તેને જણાવતા ન હતા કે જેથી તેનું ઘર બરબાદ ન થઇ જાય.

  - આ મામલે તેમની બે-ત્રણવાર રાજવિંદર કૌર સાથે લડાઇ પણ થઇ ગઇ. રાજવિંદર કૌરે ફોન પર તેમને ધમકી આપી હતી કે તે જ્યારે વિદેશથી આવશે તો તે તેને મારી નાખશે. કુલવિંદરે જણાવ્યું કે તે તેના નાના ભાઈ પર પણ ઘણા પ્રકારના આરોપ લગાવી ચૂકી છે. આ બધું એક કાવતરા હેઠળ થયું છે.
  - આગળ જણાવ્યું કે ઘણીવાર તેને હરપાલસિંગ મોટરસાયકલ ઉપર તેના પિયર કાદિયા લઇ જતો હતો. તેને મારવાનો સામાન પણ હરપાલે જ લાવીને આપ્યો હશે. કુલવિંદરે જણાવ્યું કે તેણે વિદેશથી પત્નીને 4-5 લાખ રૂપિયા મોકલ્યા હતા, પરંતુ તેણે હરપાલ સાથે મળીને તે લાખો રૂપિયા અને સોનાના ઘરેણા પણ ગાયબ કરી નાખ્યા છે.
  - હરપાલનો ભાઈ, મામા વગેરે પણ તેને સુધરવા માટે બહુ સમજાવતા રહેતા હતા. રાજવિંદર કૌરના લગ્ન પછી પણ ઘણા લોકો સાથે ગેરકાયદે સંબંધો રહી ચૂક્યા છે. કુલવિંદરે એમ પણ જણાવ્યું કે 11 એપ્રિલના રોજ તેને ઝેર ખવડાવ્યા પછી તે હરપાલના ઘર તરફ જ ભાગી હતી.
  - પત્ની રાજવિંદરે પોતાના પ્રેમી હરપાલ સિંહની ચડવણીથી જ તેની દાળમાં ઝેર મેળવીને તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. પોલીસે રાજવિંદર કૌર અને તેના પ્રેમી હરપાલ સિંહ વિરુદ્ધ મામલો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. શનિવારે કુલવિંદરને પણ હોસ્પિટલમાંથી રજા મળી ગઇ.

  આ રીતે મેળવ્યું દાળમાં ઝેર

  - પોલીસને તપાસ દરમિયાન જાણ થઇ કે પત્નીએ પોતાના આશિક સાથે મળીને એક પ્લાન બનાવ્યો. જેમાં નક્કી થયું કે પતિને ઝેરી પદાર્થ આપીને મારી નાખવામાં આવશે.

  - પ્લાન અનુસાર 11 એપ્રિલના રોજ પત્ની રાજવિંદર કૌરે તેની દાળમાં ઝેર મેળવી દીધું. પત્નીએ પોતે દાળ ન ખાધી.
  - જમ્યા પછી પતિની હાલત ખરાબ થઇ ગઇ. તેની મા અને બહેન તેને તરત જ સિવિલ હોસ્પિલ લઇ ગઇ અને ત્યાં એડમિટ કર્યો.
  - ઇલાજ દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું કે તેને કોઇ ઝેરીલો પદાર્થ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. સૂચના મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.
  - આ સંબંધે પોલીસ સ્ટેશન રંગડ નંગલના એસએચઓ હરિકૃષ્ણ સિંહે જણાવ્યું કે પોલીસે રાજવિંદર કૌરની ધરપકડ કરી લીધી છે અને હરપાલ સિંહને પણ ટુંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

 • Woman had illegal relations with neighbour she poisoned her foreign return husband
  કુલવિંદર સિંહ પોતાના પરિવાર સાથે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ