ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» લગ્નના 19મહિના પછી જ મહિલાએ લગાવી લીધી ફાંસી| Woman Committed Suicide in Ambala

  19 મહિનામાં સાસુએ નરક બનાવી દીધું જીવન, પિયર જઈ લગાવી લીધી ફાંસી

  divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 10:17 AM IST

  સુસાઈડ નોટમાં લખ્યું- સાસુએ કદી મને તેમની દીકરી ન સમજી
  • 19 મહિનામાં સાસુએ નરક બનાવી દીધું જીવન, પિયર જઈ લગાવી લીધી ફાંસી
   19 મહિનામાં સાસુએ નરક બનાવી દીધું જીવન, પિયર જઈ લગાવી લીધી ફાંસી

   કુરુક્ષેત્ર: શુક્રવારે એક 28 વર્ષની પરણિત મહિલાએ સાસરી કંટાળીને પોતાના પિયર આવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકા સપનાના ભાઈ મનોજે પોલીસને ફરિયાદ કરી કે, અમે ભાઈ-બહેન બે એકલા જ છીએ. બહેનના લગ્ન 12 ડિસેમ્બર 2016ના રોજ થયા હતા. બહેન એક વખત પ્રેગ્નેન્ટ થઈ હતી અને તેણે એક મૃત દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે તેના પતિ અને સાસુ સુદેશ રાનીએ તેના પર આરોપ લગાવ્યો હતો કે તેણે જાણી જોઈને આવુ કર્યું હતું. ત્યારપછીથી તેઓ બહેનને ખૂબ તંગ કરવા લાગ્યા હતા.

   જાણો શું હતી સમગ્ર ઘટના?


   - ભાઈએ જણાવ્યું કે, 20 દિવસ પહેલાં જ જીજા તેને પિયર મુકવા આવ્યા હતા.
   - સપનાએ સાસરેથી આવ્યા પછી જકહી દીધું હતું કે, મારી સાસુએ એવુ કહીને મોકલી છે કે, જીવતી જાય છે તો પિયરમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લેજે.
   - શુક્રવારે જ્યારે હું કામ પર જતો રહ્યો ત્યારે સપનાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. બહેને મરતા પહેલાં સુસાઈડ નોટ પણ લખી હતી.
   - સપનાના મોતની વાત સાંભળીને તેનો પતિ પણ તેના ઘરે પહોંચ્યો હતો. લાડવા થાના પ્રબારી સુરેન્દ્ર સિંહે ભાઈના નિવેદનના આધારે તેના પતિ અને સાસુ સામે ફરિયાદ દાખલ કરી દીધી છે.

   સુસાઈડ નોટમાં લખ્યું હતું- સાસુએ કદી મને દીકરી માની જ નથી


   - સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, સાસુએ મને કદી તેની દીકરી નથી સમજી. તેમનો વહેવાર હંમેશા વિચિત્ર જ રહ્યો છે. 19 મહિનાનું લગ્ન જીવન મારી સાસુએ નર્ક બનાવી દીધું છે.
   - જ્યારે મારી અચાનક ડિલીવરી થઈ ત્યારે પણ તેણે મારા ઉપર ગરમ પાણી ફેંક્યુ હતું. ત્યારથી તેમને મમ્મી કહેવાનું મન નથી થતું. જો તેઓ મારી સાથે પ્રેમથી રહેતા તો મારે આજે આવુ ન કરવું પડત.
   - મારી સાસુએ મારુ જીવન ખરાબ કરી નાખ્યું હતું. મારી દીકરીના મોત પછી મને ક્યાંય ખુશી નહતી મળતી. ન જીવવાની ખુશી, ન મરવાનો ગમ છે મને.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લગ્નના 19મહિના પછી જ મહિલાએ લગાવી લીધી ફાંસી| Woman Committed Suicide in Ambala
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `