તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસરીના ઉંબરે બેસીને ખાધું ઝેર, મોત પહેલા દરેક ગુનેગારના જણાવ્યા નામ, મૃતકાની બહેન બોલી- બેડરૂમમાં GFને લાવતો હતો પતિ, પત્ની અડી જાય તો નહાતો હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીની છેલ્લી ઇચ્છા હતી કે પતિ તેની સેંથી પૂરે, મોત પછી પણ તે ન આવ્યો - Divya Bhaskar
પત્નીની છેલ્લી ઇચ્છા હતી કે પતિ તેની સેંથી પૂરે, મોત પછી પણ તે ન આવ્યો

ઇંદોર: મંગળવારે સાસરીના ઉંબરે 2 વર્ષના દીકરાને ખોળામાં લઈને એક મહિલાએ ઝેર ખાઈ લીધું હતું. હોસ્પિટલમાં તેનું મોત થઈ ગયું. મૃતક પરવિંદર કૌરની 50 વર્ષીય મા જસવિંદરે કહ્યું- દીકરીની છેલ્લી ઇચ્છા હતી કે પતિ તેની સેંથી પૂરે, પરંતુ મોત પછી પણ તે ન આવ્યો. અમે દીકરીનું શબ પંજાબ લઈને જઈ રહ્યા છીએ. ત્યાંજ તેના અંતિમસંસ્કાર કરીશું. તેમનો આરોપ હતો કે જમાઈ અમનજીતસિંહ, સસરા મનજિંદરસિંહ અને સાસુ સુરિંદર કૌરના ત્રાસથી કંટાળીને દીકરીએ જીવ આપી દીધો. પરવિંદરે તહેસીલદાર અને સીએસપીને મૃત્યુ પહેલા આપેલા નિવેદનમાં પણ પતિ અને સાસુ-સસરાને જ આરોપી જણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પછી 2 વર્ષના દીકરાનો જન્મદિવસ હતો. પાછળથી માની લાશ નીકળી રહી હતી અને માસૂમ એ વાતથી અજાણ બિસ્કિટ ખાઈ રહ્યો હતો. 

 

મા બોલી- દીકરીએ ઝેર ખાધું તોપણ સસરાએ ન ખોલ્યો દરવાજો

 

- માએ જણાવ્યું કે રવિવારે પરવિંદર જ્યારે દીકરાની સાથે સાસરે પહોંચી ત્યારે તેણે ફોન ચાલુ રાખ્યો હતો. તે અમારી સામે સસરા સામે કરગરીને દીકરાના ઇલાજ માટે રૂપિયા માંગી રહી હતી, પરંતુ સસરા દરવાજો નહોતા ખોલી રહ્યા. તેણે ગુસ્સામાં ઝેર ખાઈ લીધું તો માએ તાત્કાલિક સસરાને ફોન કર્યો અને કહ્યું કે રૂપિયા ભલે ન આપો પરંતુ દરવાજો ખોલીને તેને હોસ્પિટલ લઈ જાઓ, નહીંતો તે મરી જશે. પરંતુ તે છતાંપણ સસરા બહાર ન આવ્યા. 

- આ પહેલા તેણે કુટુંબ ન્યાયાલય દ્વારા નક્કી કરેલા ભરણ-પોષણની રકમ પણ માંગી અને બે કલાક ઘરની બહાર ઊભી રહી, પરંતુ સસરાએ રૂપિયા ન મોકલ્યા. ત્યારે તે ઝેર લઈને સાસરીની બહાર બેસી ગઈ હતી. 
- બહેન રમણદીપે કહ્યું કે પરવિંદરે જ્યારે સાસરીવાળાઓ પર કેસ કર્યો તો ભંવરકુઆં પોલીસ સ્ટેશનની એસઆઇ પ્રગતિ ઉપાધ્યાયે તેને પોલીસ સ્ટેશનમાં ખૂબ ત્રાસ આપ્યો. તેને બાળક સાથે કલાકો સુધી ઊભી રાખતી હતી. તેણે જ મામલામાં ચલણ પણ રજૂ કર્યું હતું. તે દીકરા કરમજીતને લઈને માલવા મિલમાં ભાડે રહેતી હતી. 

 

સસરાએ સંપત્તિ કરી પોતાના નામે

 

- બહેનના જણાવ્યા પ્રમાણે, પરવિંદરે જ્યારે કુટુંબ ન્યાયાલયમાં ભરણ પોષણનો કેસ દાખલ કર્યો તો પતિ અને સસરાએ ચાલાકીથી દીકરીને સંપત્તિમાંથી બહાર કરી દીધી અને અલગ રૂમ તેમજ વેપાર શરૂ કરાવીને તેની માસિક આવક 15 હજાર રૂપિયા જણાવી દીધી. આ આધારે તેના ઇન્કમ ટેક્સ રિટર્ન જોઇને કોર્ટે સાડા ચાર હજાર રૂપિયા દર મહિને આપવાનો નિર્ણય કર્યો, પરંતુ આ રૂપિયા પણ તેને મળી રહ્યા ન હતા, જ્યારે સસરાનો ટ્રાન્સપોર્ટનો મોટો કારોબાર છે. 

- પરવિંદરની મોટી બહેન રમણદીપે જણાવ્યું કે અમનજીત પોતાની પ્રેમિકા દિવ્યાને બેડરૂમમાં લઈને આવતો હતો. પરવિંદર તેને અડી પણ લે તો તે નહાવા જતો રહેતો હતો. રવિવારે દીકરા કરમજીતના ઇલાજ માટે પરવિંદરે સસરા પાસે 500 રૂપિયા માંગ્યા, જે તેમણે ન આપ્યા. 
- જૂના ઇંદોરના સીએસપી કૈલાશ માલવીયે જણાવ્યું કે મૃતકાએ મૃત્યુ પહેલાના નિવેદનમાં પતિ, સાસુ-સસરા પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો છે. તેના મોબાઈલમાં અમને એક વીડિયો પણ મળ્યો છે. તેના નિવેદનના આધારે તપાસ પછી દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.