ઘરેથી ભાગેલી મહિલાએ ટ્રકવાળા પાસે લીધી લિફ્ટ, મજબૂરીનો ફાયદો ઉઠાવી ત્રણ લોકોએ આચરી હેવાનિયત, નિર્વસ્ત્ર હાલતમાં છોડી ગયા રસ્તા પર

મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં પડેલી જોઈને લોકોએ 108 એમ્બ્યુલન્સને સૂચના આપી

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 10:06 AM
ત્રણ લોકોએ સાથે મળીને મહિલા સાથે જબરદસ્તી કરી, પછી તેને ત્યાં જ નિર્વસ્ત્ર હાલતમાં પડતી મૂકીને ત્રણેય ફરાર થઈ ગયા.
ત્રણ લોકોએ સાથે મળીને મહિલા સાથે જબરદસ્તી કરી, પછી તેને ત્યાં જ નિર્વસ્ત્ર હાલતમાં પડતી મૂકીને ત્રણેય ફરાર થઈ ગયા.

જોધપુર: ઝારખંડના બોકારોની એક મહિલા લગ્ન પછી કાનપુરમાં પતિ સાથે રહેતી હતી. પતિ સાથે ઝઘડો થયા પછી પિયરવાળાઓ તેને દિલ્હી લઈ આવ્યા. પિયરમાં ભાઈ સાથે ઝઘડો થયો તો તે ત્યાંથી પણ ભાગી ગઈ અને રેલવે સ્ટેશન પહોંચી અને જોધપુર જતી એક ટ્રેનમાં ચડી ગઈ. અહીંયા કોઇ સ્ટેશન પર ઉતર્યા પછી તેણે ટ્રકવાળાઓ પાસે લિફ્ટ લીધી. ડ્રાઈવર તેને સૂમસામ વિસ્તારમાં લઈ ગયો, ત્રણ અન્ય લોકો સાથે મળીને તેની સાથે જબરદસ્તી કરી અને પછી તેને ત્યાં જ પડતી મૂકીને ત્રણેય ફરાર થઈ ગયા. ગુરૂવારે વહેલી સવારે તેને નિર્વસ્ત્ર હાલતમાં પડેલી જોઈને લોકોએ 108 એમ્બ્યુલન્સને સૂચના આપીને તેને હોસ્પિટલ પહોંચાડી.

મહિલાએ પોલીસને કંઇપણ ન જણાવ્યું

એમજીએચ ઇમરજન્સીમાં તેના દાખલ થવાની સૂચના પહેલા મહામંદિર અને પછી મંડોર પોલીસને આપવામાં આવી. બંને પોલીસ સ્ટેશનમાંથી પોલીસ એમજીએચ પહોંચી, પરંતુ કોઇ કાર્યવાહી થઈ નહીં. બપોર પછી મંડોર પોલીસે તપાસ કરીને પીડિતાનું મેડિકલ કરાવ્યું. પ્રારંભિક તપાસમાં રેપની પુષ્ટિ થઈ છે. શુક્રવારે મોડી રાતે પીડિતાના નિવેદનના આધારે મંડોર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. એડીસીપી (ઈસ્ટ) અનંતકુમારે જણાવ્યું કે ગુરૂવારે એક મહિલાના નિર્વસ્ત્ર મળવા અને એમજીએચમાં દાખલ થઈ હોવાની સૂચના મળી હતી. મંડોર પોલીસ સ્ટેશન અધિકારી આનંદકુમારને એમજીએચ મોકલ્યા હતા. પૂછપરછમાં મહિલાએ જબરદસ્તીની કોઈ વાત કરી નથી, પરંતુ પરિસ્થિતિ શંકાસ્પદ હોવા પર પોલીસ સ્ટેશન અધિકારીએ મેડિકલ કરવા માટે જણાવ્યું હતું.

મનોચિકિત્સકની તપાસમાં સ્થિતિ સારી ન મળી

મેડિકલ તપાસ માટે ડોક્ટર્સે સેમ્પલ લીધા છે. મહિલા દ્વારા જણાવવામાં આવેલી વાતના આધારે મંડોર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. તપાસ પછી સ્પષ્ટ થઈ શકશે કે તે ક્યારે અને કઈ ટ્રેનથી જોધપુર પહોંચી, કયા રેલવે સ્ટેશન પર ઉતરીને ટ્રક પાસે લિફ્ટ લીધી અને ડ્રાઈવર તેને કયા ગામ લઈ ગયો હતો. પીડિતા દ્વારા દર વખતે અલગ-અલગ વાત જણાવવા પર શુક્રવારે 14 સપ્ટેમ્બરની રાતે જ મનોચિકિત્સક પાસે તપાસ કરાવવામાં આવી, જેમાં તેની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાનું સામે આવ્યું છે.

એડમિટ થયાના બીજા દિવસે જણાવી ઘટના

મહિલાને એમજીએચ ઇમરજન્સીમાં ગુરૂવારે સવારે સાડા સાત વાગે લાવવામાં આવી હતી. બપોર સુધી તેની સ્થિતિ સામાન્ય થઈ ગઈ, પરંતુ તેને કોની સાથે ક્યાં મોકલે તેને લઈને ઉહાપોહ થઈ ગયો. તેના કારણે શુક્રવારે બપોર સુધી તે ઇમરજન્સીમાં જ રહી. ત્યારબાદ તેને ફીમેલ મેડિકલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી. દિવસે હોસ્પિટલની ઇમરજન્સીમાં કાર્યરત સ્ટાફે તેની સાથે વાતચીત કરી તો તેણે આખી આપવીતી સંભળાવી.

આ પણ વાંચો: અઢી વર્ષની માસૂમ સાથે ક્રૂરતા આચરનાર આરોપીને જનમટીપ, કોર્ટની બહાર આવતા વકીલને પૂછ્યું- ક્યારે મળશે જામીન

X
ત્રણ લોકોએ સાથે મળીને મહિલા સાથે જબરદસ્તી કરી, પછી તેને ત્યાં જ નિર્વસ્ત્ર હાલતમાં પડતી મૂકીને ત્રણેય ફરાર થઈ ગયા.ત્રણ લોકોએ સાથે મળીને મહિલા સાથે જબરદસ્તી કરી, પછી તેને ત્યાં જ નિર્વસ્ત્ર હાલતમાં પડતી મૂકીને ત્રણેય ફરાર થઈ ગયા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App