Divya Bhaskar

Home » National News » Desh » કેબમાં યુવતીને દારૂ પીવડાવીને કર્યો ગેંગરેપ| Woman allegedly molestation in cab, Delhi

ઘરે જવા યુવતીએ બુક કરાવી કેબ, જબરજસ્તી દારૂ પીવડાવીને કર્યો ગેંગરેપ

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 02:55 PM

પોતાના ઘરે જવા કેબ બુક કરીને નીકળેલી યુવતીને જંગલમાં જઈને કેબ ચાલકે પોતાના એક સહયોગી સાથે મળી ગેંગરેપ કર્યો

  • કેબમાં યુવતીને દારૂ પીવડાવીને કર્યો ગેંગરેપ| Woman allegedly molestation in cab, Delhi
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રતિકાત્મક તસવીર

    નવી દિલ્હીઃ દુષ્કર્મની ઘટનાઓ રોકવા અને મહિલાઓની સુરક્ષા માટે કાયદા ભલે કડક કરવામાં આવે પરંતુ આ પ્રકારની ઘટનાઓમાં કોઈ ઘટાડો નથી નોંધાઈ રહ્યો. દિલ્હી પાસે આવેલા યૂપીના ગ્રેટર નોઇડામાં એક યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પોતાના ઘરે જવા કેબ બુક કરીને નીકળેલી યુવતીને જંગલમાં લઈ જઈને કેબ ચાલકે પોતાના એક સહયોગી સાથે મળીને ગેંગરેપ કર્યો. આરોપ છે કે બંને યુવકોએ ગેંગરેપ પહેલા યુવતીને બળજબરીથી દારૂ પીવડાવ્યો અને પછી ધૃણાસ્પદ કૃત્ય કર્યું.

    બળજબરીથી યુવતીને દારૂ પીવડાવ્યો, જંગલમાં લઈ જઈ કર્યું દુષ્કર્મ


    - મળતી જાણકારી મુજબ, પીડિત યુવતીએ ગ્રેટર નોઇડાના સેક્ટર- 126થી સૂરજપુર જવા માટે કેબ બુક કરાવી.
    - કેબમાં સવાર થયા બાદ થોડી વારમાં જ ડ્રાઇવરે પોતાના મામાના દીકરાને ગાડીમાં લિફ્ટ આપી.
    - યુવતીનો આરોપ છે કે ડ્રાઈવર અને બીજા યુવકે રસ્તામાં તેને પરાણે દારૂ પીવડાવ્યો.
    - ત્યારબાદ ડ્રાઇવરે કેબને ગ્રેટર નોઇડાના જારચામાં દયાનગરના જંગલો તરફ વાળી દીધી.
    - ત્યાં જઈને બંને યુવકોએ યુવતી સાથે ગેંગરેપ કર્યો.

    ગામ પહોંચીને કર્યો હોબાળો


    - ત્યારબાદ યુવતી કોઈક રીતે પોતાનો જીવ બચાવી દયાનગર ગામ પહોંચી અને હોબાળો કર્યો.
    - હોબાળો સાંભળી ગામના લોકો એકત્ર થયા અને પોલીસને બોલાવી.
    - ગેંગરેપની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવતીને મેડિકલ માટે મોકલી આપી.
    - ત્યારબાખદ પોલીસે કાર્યવાહી કરતા એક આરોપીને કસ્ટડીમાં લઈ લીધો. બીજી આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

  • કેબમાં યુવતીને દારૂ પીવડાવીને કર્યો ગેંગરેપ| Woman allegedly molestation in cab, Delhi
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending