Home » National News » Desh » Wife murdered her husband for relations with Lover in Ranchi Jharkhand

લગ્ન પછી પણ પહેલા પ્રેમને ભૂલી નહીં પત્ની, પ્રેમી પાસે કપાવી પતિની ગરદન

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 03:23 PM

શ્યામચંદ મુંડાની હત્યા તેની પત્ની સુગ્ગાદેવીએ પોતાના પ્રેમી કરમસિંહ મુંડા સાથે મળીને કરી હતી

 • Wife murdered her husband for relations with Lover in Ranchi Jharkhand
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રેમી સાથેના સંબંધો જાળવી રાખવા પત્નીએ જ કપાવડાવી પતિની ગરદન. (ડેમો ફોટો)
  રાંચી: 17 ઓક્ટોબર, 2017ના રોજ થયેલા ગાર્ડ શ્યામચંદ મુંડા હત્યાકાંડનો પોલીસે ખુલાસો કર્યો છે. શ્યામચંદ મુંડાની હત્યા તેની પત્ની સુગ્ગાદેવીએ પોતાના પ્રેમી કરમસિંહ મુંડા સાથે મળીને કરી હતી. કોટવાલી પોલીસે બંનેની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો.

  શું છે મામલો
  - સિટી એસપી અમનકુમારે જણાવ્યું કે બુંડુ કરમબૂના રહેવાસી શ્યામચંદની હત્યા તેની પત્નીએ પોતાના ગેરકાયદે સંબંધોને જાળવી રાખવા માટે કરાવી હતી.
  - આરોપી કરમસિંહ મુંડાનો સુગ્ગાદેવી સાથે 10 વર્ષોથી અંતરંગ સંબંધ હતો. તે તમાડના સુંદરડીહનો રહેવાસી છે અને કરમસિંહ તમાડના જ મુરલીડીહનો.
  - બંનેના સંબંધીઓ એકબીજાના ગામમાં છે. સંબંધીઓને ત્યાં આવવા-જવા દરમિયાન જ બંનેની ઓળખાણ થઇ. પછી આ ઓળખ પ્રેમમાં બદલાઇ ગઇ. આ દરમિયાન કરમસિંહ નોકરી છોડીને બેંગલુરૂ જતો રહ્યો.
  - બેંગલુરૂથી જ્યારે તે પાછો ફર્યો તો જાણ થઇ કે સુગ્ગાના લગ્ન તેના ઘરવાળાઓએ જબરદસ્તી તેની સાથે કરાવ્યા હતા.
  લગ્ન પછી પણ મહિલા પ્રેમી સાથે કરતી હતી મુલાકાત
  - લગ્ન પછી પણ બંને એકબીજાને મળતા હતા. તેની જાણ એક દિવસ શ્યામચંદ મુંડાને થઇ તો તે પત્નીને તમાડથી લઇને રાંચી આવી ગયો.
  - રાંચીમાં તે બનવારી કોમ્પ્લેક્સમાં ગાર્ડનું કામ કરવા લાગ્યો. કોમ્પ્લેક્સમાં જ નીચે તેને રહેવા માટે એક રૂમ કોમ્પ્લેક્સના માલિક શ્રીપતિ વર્માએ આપ્યો હતો.
  - રાંચી આવ્યા પછી પણ સુગ્ગા પ્રેમીની સાથે ફોન પર ઘણીવાર વાતો કરતી હતી. આ માટે કરમસિંહે એક ફોન અને સિમ પોતાના નામ પર ખરીદીને તેને આપ્યા હતા.
  - આ જ ફોનથી હત્યાકાંડનો ખુલાસો કરવામાં પોલીસ સફળ રહી.
  રાતે પ્રેમીને બોલાવ્યો, ઊંઘમાં સૂતા પતિ પર કુહાડી ચલાવડાવી
  - આરોપી કરમસિંહે પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે 16 ઓક્ટોબરના રોજ દિવસના ભાગમાં સુગ્ગા સાથે તેને વાત થઇ હતી કે તે રાંચી આવી રહ્યો છે. સાંજે 4.30 વાગે તે કાંટાટોલી બસ સ્ટેન્ડ ઉતર્યો.
  - પોતાની સાથે કરમસિંહ હત્યા માટે કુહાડી અને છરો પણ સાથે લાવ્યો હતો. કાંટાટોલીથી લાલપુર ચોક પહોંચ્યો. તેને લેવા માટે સુગ્ગા પણ લાલપુર ચોક ગઇ.
  - પછી ત્યાંથી બંને એલબર્ટ એક્કા ચોક પહોંચ્યા. એલબર્ટ એક્કા ચોક જવા દરમિયાન જ બંનેએ શ્યામચંદની હત્યાની યોજના બનાવી.
  - સુગ્ગાએ કરમને કહ્યું કે તે રાતે જ્યારે તેને ફોન કરશે, ત્યારે તે બનવારી કોમ્પ્લેક્સ પહોંચી જશે.
  - રાતે 12.30 વાગે સુગ્ગાએ તેને ફોન કર્યો અને ઘરે બોલાવ્યો. તે રાતે શ્યામચંદ દારૂ પીને ગાઢ ઊંઘમાં સૂઇ રહ્યો હતો, ત્યારે સુગ્ગાદેવીએ રૂમની બત્તી બુઝાવી દીધી.
  - ત્યારબાદ સુગ્ગાએ પોતાના પ્રેમીને રૂમની અંદર ઘૂસાડ્યો અને પોતે બહાર આવી ગઇ. અંધારાનો ફાયદો ઉઠાવીને કરમસિંહે શ્યામચંગની ગરદનમાં કુહાડીથી જોરદાર પ્રહાર કર્યો.
  - થોડીક જ વાર પછી તેનું મોત થઇ ગયું. પછી બંનેએ શ્યામચંદ મર્યો છે કે નહીં તેની પણ તપાસ કરી.
  - જ્યારે તેમને ખાતરી થઇ ગઇ કે તે મરી ગયો છે, ત્યારે કરમસિંહ ત્યાંથી ભાગીને કર રાતૂ રોડ સ્થિત નાગાબાબા ખટાલ પહોંચ્યો.
  - ભાગવા દરમિયાન તેણે રસ્તાની વચ્ચે શ્રદ્ધાનંદ રોડમાં એક સ્કૂલની પાસે ઝાડીમાં કુહાડી છુપાવી દીધી. પછી આગામી દિવસે સવારે તે તમાડ જતા તેને લઇને ગયો.
  - પોલીસે પુરાવા માટે તેની કુહાડી અને છરો જપ્ત કરી લીધો છે.
  આગળની સ્લાઇડમાં વાંચો, સુગ્ગાદેવીએ પોલીસ માટે ઘડી કાઢી ખોટી વાર્તા
 • Wife murdered her husband for relations with Lover in Ranchi Jharkhand
  રાત્રે ગાઢ ઊંઘમાં સૂઇ ગયેલા પતિની ગરદન પર ચલાવડાવી કુહાડી. (પ્રતીકાત્મક તસવીર)
  ખોટી વાર્તા સંભળાવી હતી
   
  - શ્યામચંદની હત્યા પછી પત્નીએ નવી વાર્તા ઘડી કાઢી. ઘટના પછી તે જ રાતે તેણે 3 વાગે બનવારી કોમ્પ્લેક્સના માલિક શ્રીપતિ વર્માને ઉઠાડ્યા હતા. તેણે વાર્તા સંભળાવી કે પાંચ લોકો આવ્યા હતા.  
  - પહેલા દરવાજો ખખડાવ્યો. જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો પાંચ લોકો દેખાયા. તેમાંથી એક વ્યક્તિએ ધારદાર હથિયારથી તેના પતિની ગરદન પર વાર કરીને તેની હત્યા કરી નાખી. 
  - પછી પાંચેય જણા બે બાઇક પર રાંચી વિશ્વવિદ્યાલયના ગેટ તરફ ભાગી ગયા હતા. તે પછી શ્રીપતિ વર્માએ કોટવાલી પોલીસને બોલાવી હતી. પોલીસ પહોંચી ત્યારે પણ સુગ્ગાદેવીએ આ જ વાર્તા સંભળાવી હતી. 
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ