Home » National News » Desh » Wife killed her husband with help of her lovers at Bhatinda Punjab

15 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન, દરેક પગલે સાથ આપવા માંગતો હતો પતિ પરંતુ બેવફા પત્નીએ તેને તડપાવી-તડપાવીને આપ્યું મોત

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 10:53 AM

પતિ દરેક પગલે પત્નીનો સાથે આપવા માંગતો હતો પરંતુ પત્નીને પૈસાનો નશો ચડી ગયો હતો

 • Wife killed her husband with help of her lovers at Bhatinda Punjab
  નવા-નવા દોસ્તો બનાવતી પત્ની કરતી ગઈ તમામ હદો પાર

  ભટિંડા (પંજાબ): હરવિંદરસિંહ હિંદાની પત્ની કિરણપાલ એશ-ઓ-આરામની જિંદગી જીવવા માંગતી હતી. આ જ કારણે તેણે પૈસા અને પ્રોપર્ટી પચાવી પાડવાના ઇરાદાથી દરરોજ નવા દોસ્તો બનાવવાનું કામ કર્યું. હિંદા અને કિરણપાલે 15 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. પતિ દરેક પગલે પત્નીનો સાથે આપવા માંગતો હતો પરંતુ પત્નીને પૈસાનો નશો ચડી ગયો હતો. આ દરમિયાન તેણે દબાણ કરીને પહેલા તો દોઢ એકરની જમીન વેચાવડાવી દીધી. તેમાંથી મળેલા પૈસા પોતાના મોજશોખ માટે ખર્ચી નાખવા પર દબાણ કરવા લાગી. દરરોડના ઝઘડાથી કંટાળેલા પતિએ તેને જે પૈસા આપ્યા તેમાંથી અડધા ફરવા અને શોખ પૂરાં કરવામાં ઉડાડી મૂક્યા અને જે બચ્યા તેનો ઉપયોગ પ્રેમસંબંધોના રસ્તામાં અડચણ બની રહેલા પતિને હટાવવા માટે કર્યો. તેમાં પહેલા એક લાખ અને કામ પત્યા પછી એક લાખની સોપારી તેણે પોતાના પ્રેમીઓને આપી. ગેરકાયદે સંબંધોની જાણ તેના પતિને થઈ ચૂકી હતી. તે તેને એમ કરતી અટકાવવા લાગ્યો તો પહેલા તો તેને ઊંઘની ગોળીઓ લેવાની આદત પાડી દીધી અને પછી બેવફા પત્નીએ તેને તડપાવી-તડવાપીને મોત આપ્યું.

  15 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન

  હરવિંદર કબડ્ડીનો ખેલાડી પણ હતો. 15 વર્ષ પહેલા હરવિંદર 11મા ધોરણમાં ભણતી કિરણપાલને પોતાનું દિલ દઈ બેઠો. બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના લગભગ 1 વર્ષ પછી તેને ત્યાં દીકરાનો જન્મ થયો જે આજે શહેરની ખાનગી સ્કૂલમાં 10મા ધોરણનો વિદ્યાર્થી છે.

  બે લોકો સાથે ધરાવતી હતી ગેરકાયદે સંબંધો

  જિલ્લાના ગામ રાજગઢ કૂબાના નિવાસી નિક્કાબાબાની પાસે હિંદા અને તેની પત્ની લગભગ બે વર્ષ પહેલાથી જ જવા લાગ્યા હતા. હિંદા દારૂ છોડવા માંગતો હતો. તેનો દારૂ તો છૂટી ગયો હતો પરંતુ નિક્કાબાબાના ડ્રાઈવર સંદીપસિંહની સાથે કિરણપાલના પ્રેમસંબંધો રચાઈ ગયા. આ વિશે હિંદાને જાણ થઈ તો તેણે નિક્કાબાબા પાસે જવાનું જ છોડી દીધું. આ દરમિયાન કિરણને હિંદાએ સંદીપ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધી હતી અને બંનેમાં ઝઘડો પણ થવા લાગ્યો હતો પરંતુ નિક્કાબાબાની પાસે જવાનું બંધ થઈ જવાથી મામલો શાંત થઈ ગયો.

  3 મહિનાથી બાબા મખ્ખન પાસે જવા લાગ્યા હતા

  ઘરની નાની-મોટી સમસ્યાઓના ઉકેલ માટે 3 મહિનાથી હિંદા અને કિરણપાલ મખ્ખન બાબાની પાસે જવા લાગ્યા હતા. આ દરમિયાન કિરણના મખ્ખન બાબાની સાથે પણ ગેરકાયદે સંબંધો બની ગયા. કિરણે આ દરમિયાન મખ્ખનને હિંદાની હત્યા કરવાની વાત કહી નાખી. હકીકત એવી હતી કે કિરણ સંદીપ સાથે લગ્ન કરવા માંગતી હતી. તેની આવી ઇચ્છા વિશે મખ્ખનને ખબર ન હતી અને કિરણપાલ કૌરના બાબા સાથેના સંબંધો વિશે સંદીપને કોઈ જાણ ન હતી. જ્યારે કિરણપાલે મખ્ખન બાબા સામે પોતાના પતિની હત્યા કરવાની વાત કરી તો મખ્ખન તૈયાર થઈ ગયો અને તેણે આ ઘટનાને અંજામ આપવા માટે પોતાના ચેલાઓ જૈમલ અને ચમકોરને મનાવી લીધા. યોજના હેઠળ 9 સપ્ટેમ્બરની રાતે કિરણપાલે મખ્ખન, જૈમલ અને ચમકોર સાથે મળીને હિંદાની હત્યા કરી નાખી.

  6 મહિના પહેલા પણ આપી હતી એક લાખની સોપારી

  આઇજી એમએફ ફારૂકીએ જણાવ્યું કે પોલીસની તપાસમાં એવી વાત પણ સામે આવી છે કે કિરણપાલ કૌર અને તેના પ્રેમી સંદીપે છ મહિના પહેલા પણ હિંદાની હત્યા કરવા માટે કોઇને એક લાખની સોપારી આપી હતી. તેમાંથી 30 હજાર રૂપિયા સંદીપે અને 70 હજાર રૂપિયા કિરણે આપ્યા હતા. પરંતુ, સોપારીના પૈસા લીધા પછી અજાણ્યા લોકોએ હત્યા કરવાની ના પાડી દીધી હતી. તે સમયે હિંદાએ પોતાની લગભગ દોઢ એકર જમીન વેચી હતી અને કિરણે તે જ રકમમાંથી 70 હજાર રૂપિયા સોપારી તરીકે આપ્યા હતા.

  આ પણ વાંચો: લગ્નના 16 વર્ષ પછી એક શંકાએ ગયા બંનેના જીવ, 20 મિનિટના ઝઘડામાં પતિ-પત્નીના મોત- બાળકો થયાં અનાથ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ