1

Divya Bhaskar

Home » National News » Desh » પત્નીએ ફાંસી લગાવ્યા પછી પતિએ પણ ઝેર ખાઇ કરી આત્મહત્યા Wife hanged herself then husband committed suicide

લગ્નના 7 મહિના પછી પત્નીએ લગાવી ફાંસી, પાછળ પતિએ પણ ખાધું ઝેર

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 12:30 PM IST

પતિ જ્યારે ઘરે પાછો આવ્યો તો તેણે પોતાના રૂમમાં પત્ની પૂનમને ફાંસીના ફંદા પર લટકતી જોઈ

 • પત્નીએ ફાંસી લગાવ્યા પછી પતિએ પણ ઝેર ખાઇ કરી આત્મહત્યા Wife hanged herself then husband committed suicide
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સન્ની સવારે 7 વાગે કાઉન્સિલ ઓફિસ ગયો તો તેની પાછળ પૂનમે આત્મહત્યા કરી લીધી.

  નવાંશહર (જાલંધર). 7 મહિના પહેલા લગ્ન કરેલી યુવતીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પત્નીને જીવતી સમજીને તેને નજીકના પ્રાઇવેટ હોસ્પિટલમાં છોડીને પતિએ ઘરે પરત આવી ઝેરીલી વસ્તુ ખાઈ લીધી. તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો. મૃતક યુવતી નામ પૂનમ કપૂરથલાની હતી અને 7 મહિના પહેલા જ તેના લગ્ન વાલ્મિકી મોહલ્લાના રહેવાસી સન્ની મુખ્ત્યાર સાથે થઈ હતી. સન્નીના પરિવારમાં તેના પિતા અને માતા જ છે. સન્ની સ્વચ્છ ભારત હેઠળ નગર કાઉન્સિલમાં થોડાક મહિનાઓથી નોકરી પર લાગ્યો હતો.

  શું હતી સમગ્ર ઘટના?

  - સવારે લગભગ 7 વાગ્યે સન્ની રોજની જેમ નગર કાઉન્સિલ ઓફિસમાં હાજરી લગાવવા ગયો હતો. જ્યારે તે 8 વાગ્યાની આસપાસ ઘરે પરત આવ્યો તો તેણે પોતાના રૂમમાં પત્ની પૂનમને ફાંસીના ફંદા પર લટકતી જોઈ.

  - સન્ની અને તેના માતા-પિતા પૂનમને તાત્કાલિક નજીકની એક પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા પરંતુ પૂનમનું ત્યાં સુધી મોત થઈ ચૂક્યું હતું. બાદમાં હું પૈસા લઈને આવું છું એવું કહી સન્ની ઘરે આવી ગયો.
  - સન્ની ફરી ઘરે આવ્યો અને તેણે કોઈ ઝેરી વસ્તુ પી લીધી. સન્નીને લોકો સિવિલ હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ડોક્ટર્સે તેને પણ મૃત જાહેર કરી દીધો.
  - મોડી સાંજે પોસ્ટમોર્ટમ કરાવીને પોલીસે સન્નીના માતા-પિતાનું નિવેદન લઈ 174 હેઠળ કાર્યવાહી કરી. પંડોરા મહોલ્લા સ્થિત સ્મશાનઘાટમાં સન્ની અને પૂનમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.
  - આ દરમિયાન નગર કાઉન્સિલ પ્રધાન લલિત મોહન પાઠક, કાઉન્સિલર મક્ખન સિંહ ગ્રેવાલ, સિટી ઈન્ચાર્જ ઇન્સપેક્ટર શહબાજ સિંહ વગેરે હાજર હતા.

  વિવાદ ઉકેલવા સાસરિયા અને પિયરિયા વચ્ચે થઈ ચૂકી હતી પંચાયત

  - નવવિવાહિતી દંપત્તિ દ્વારા આત્મહત્યા કરવાના આવા કઠોર નિર્ણયથી સમગ્ર નગર કાઉન્સિલ ઓફિસનો તમામ સ્ટાફ હેરાન છે.

  - લગ્ન બાદ 7 મહિનાના નાના અરસમાં જ એક-બે વાર ખટરાગ થયા અને આત્મહત્યાનો નિર્ણય લઈ લીધો.
  - મળતી માહિતી મુજબ દંપત્તિના વિવાદને ઉકેલવા માટે બે વાર બંનેના પરિવારોમાં પંચાયત પણ થઈ હતી.

  ઘરમાં ઝેરીલી વસ્તુ આવી ક્યાંથી?

  - સન્ની દ્વારા સવારે ઘરમાં આવીને ઝેર પી લેવું સમજની બહાર છે. સવારે ઘરમાં ઝેરીલી વસ્તુ હોવાથી આશંકા છે કે બંને પહેલાથી જ આ હદે જવા સુધીની વાત વણસી ગઈ હશે.

  - આ ઉપરાંત પત્નીના આત્મહત્યા કર્યા બાદ કદાચ ડરથી સન્નીએ પણ આ પ્રકારનું અંતિમ પગલું ઉઠાવી લીધું.

  આગળની સ્લાઇડમાં વાંચો, મિત્રો બોલ્યા- એફબી પર બંનેની તસવીર જોઈ કળી નથી શકાતું કે બંનેમાં કડવાશ હતી

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • પત્નીએ ફાંસી લગાવ્યા પછી પતિએ પણ ઝેર ખાઇ કરી આત્મહત્યા Wife hanged herself then husband committed suicide
  દંપતીના મોતથી મોહલ્લામાં માતમ છવાયેલો રહ્યો.

  મિત્રો બોલ્યા- એફબી પર બંનેની તસવીર જોઈ કળી નથી શકાતું કે બંનેમાં કડવાશ હતી

   

  - નગર કાઉન્સિલના કર્મચારી શરવિલે જણાવ્યું કે ઓફિસમાં સન્ની તેને મળ્યો હતો. શરવિલ મુજબ તે સમયે સન્નીના ચહેરા પર કોઈ પ્રકારનું ટેન્શન નહોતું દેખાયું.

  - તેણે કહ્યું કે સન્ની ખૂબ જ મિલનસાર યુવક હતો. ક્રિકેટનો શોખીન સન્ની યુવાનો સાથે ઘણો હળતો-મળતો રહેતો હતો.
  - સન્ની સાથે દોસ્તી રાખનારા યુવકો એ વાતને લઈને હેરાન છે કે બંનેને આત્મહત્યા કરવી પડી એવી સ્થિતિ કેમ ઊભી થઈ.
  - અનેકવાર ફેસબુક પર બંનેની તસવીરો જોઈ ક્યારેય પણ કોઈને એવું ન લાગે કે તેમના જીવનમાં કોઈ પ્રકારની કડવાશ ચાલી રહી હતી.

More From National News

Trending