વિકલાંગ પતિને પીઠ પર ઉંચકી પત્ની પહોંચી સીએમઓ, લોકો બનાવતા રહ્યા વીડિયો

ઓફિસમાં પણ તેમને વ્હીલચેર આપવામાં આવી નહીં, મહિલાએ બધી જરૂરી કાર્યવાહી પતિને પીઠ પર ઉંચકીને જ કરી

divyabhaskar.com | Updated - Apr 05, 2018, 07:00 AM
CMO issued the disability certificate of husband after the matter has surfaced

અહીં એક પત્ની પોતાના પતિનું વિકલાંગ સર્ટિફિકેટ બનાવવા માટે પીઠ પર પતિને ઊંચકીને મંગળવારે સીએમઓ ઓફિસ પહોંચી. તેની મદદ કરવાને બદલે લોકો તેનો વીડિયો બનાવતા રહ્યા. તેને ઓફિસમાં પણ વ્હીલચેર ન મળી.

મથુરાઃ અહીં એક પત્ની પોતાના પતિનું વિકલાંગ સર્ટિફિકેટ બનાવવા માટે પીઠ પર પતિને ઊંચકીને મંગળવારે સીએમઓ ઓફિસ પહોંચી. તેની મદદ કરવાને બદલે લોકો તેનો વીડિયો બનાવતા રહ્યા. તેને ઓફિસમાં પણ વ્હીલચેર ન મળી. એવામાં તેના પતિને પીઠ પર જ ઊંચકીને જરૂરી કામ માટે આમથી તેમ દોડવું પડ્યું. આ મામલાને જોઈને મથુરાના પ્રભારી મંત્રી ભૂપેન્દ્ર સિંહે કહ્યું કે આ તસવીર સભ્ય સમાજ માટે દુખદ છે. જોકે મામલો સામે આવ્યા બાદ બુધવારે સીએમઓએ પતિનું વિકલાંગ સર્ટિફિકેટ ઈશ્યૂ કરી દીધું છે.

શું છે મામલો?

- મથુરાની રહેવાસી વિમલાના પતિ ટ્રક ડ્રાઇવર છે. થોડા સમય પહેલા તેમના પગની એક નસ બ્લોક થઈ ગઈ. ત્યારબાદ ડોક્ટરની સલાહ પર તેમનો એક પગ કાપવો પડ્યો. વિમલા જ મહેનત મજૂરી કરીને હવે ઘરનો ખર્ચો ચલાવી રહી છે.
- વિમલાએ જણાવ્યું કે પતિનું વિકલાંગ સર્ટિફિકેટ નહોતું બન્યું. કોઈએ જણાવ્યું કે સીએમઓ ઓફિસથી જ સર્ટિફિકેટ બને છે. તેથી એ પોતાના પતિને લઈને પહોંચી હતી.
- સીએમઓ ઓફિસ જવા માટે પતિ એક ડગલું પણ ચાલવાની સ્થિતિમાં નહોતા. એવામાં વિમલા પતિને પોતાની પીઠ પર ઊંચકીને સીએમઓ ઓફિસ પહોંચી હતી. તેને હજુ ટ્રાઇસાઇકલ પણ નથી મળી અને ન તો તેણે અરજી કરી છે.

કોઈએ ન કરી મદદ, લોકો બનાવતા રહ્યા વીડિયો

- વિમલાની કોઈએ પણ મદદ ન કરી. વિમલા પોતાના પતિને પીઠ પર લઈને જ એક ઓફિસથી બીજી ઓફિસ ફરતી રહી. પરંતુ કોઈએ તેની મદદ ન કરી. ન તો પબ્લિકે અને ન તો ત્યાંના કોઈ કર્મચારીએ.
- લોકો તેમનો વીડિયો ઉતારતામાં જ વ્યસ્ત રહ્યા.
- વિમલાએ જણાવ્યું કે તેને ઓફિસમાં વ્હીલચેર પણ ન મળી તો પતિનો ફોટો ખેંચાવવા માટે પણ પીઠ ઉપર જ ઊંચકીને લઈ જવા પડ્યા.

શું કહે છે અધિકારી?

- બીજી તરફ, સીએમઓ એસ કે ત્યાગીએ કહ્યું કે મારા ધ્યાનમાં આવો કોઈ મામલો આવ્યો નથી. હું તપાસ કરીને પ્રાથમિક્તા પર મહિલાના પતિને સર્ટિફિકેટ તૈયાર કરાવીશ.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

CMO issued the disability certificate of husband after the matter has surfaced
CMO issued the disability certificate of husband after the matter has surfaced
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App