પત્ની-દીકરાને ગોળી મારીને ખેડૂતે પોતાની જાતને કર્યો શૂટ, લોહીથી લથબથ મળ્યા બાપ-દીકરો

divyabhaskar.com

Sep 11, 2018, 01:32 PM IST
wife and son shot dead by husband in Punjab, Amritsar

કેન્સરથી પીડાતી બીમાર માતાથી પરેશાન થઈને એક ખેડૂતે લાઈસન્સ વાળી પિસ્તોલથી પત્ની અને 11 મહિનાના બાળકની ગોળી મારીને હત્યા કર્યા પછી તેણે પોતાના માથા ઉપર પણ ગોળી મારી હતી. પત્નીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું

બઠિંડા: કેન્સરથી પીડાતી બીમાર માતાથી પરેશાન થઈને એક ખેડૂતે લાઈસન્સ વાળી પિસ્તોલથી પત્ની અને 11 મહિનાના બાળકની ગોળી મારીને હત્યા કર્યા પછી તેણે પોતાના માથા ઉપર પણ ગોળી મારી હતી. પત્નીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે 11 મહિનાના દીકરાનું હેસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ખેડૂત પણ ગંભીર રીતે ઘાયલ છે અને તેની લુધિયાણાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

ગોળીનો અવાજ સાંભળીને 7વર્ષની છોકરી છુપાઈ ગઈ એટલે બચી ગઈ


- બઠિંડા જિલ્લાના ગામ ખ્યાલાં કલાના મલકિત સિંહે જણાવ્યું છે કે, જગબીર સિંહની માતા કેન્સરથી પીડાતી હતી તેના કારણે તે ખૂબ સ્ટ્રેસમાં રહેતો હતો.
- રવિવારે સવારે જગબીરે તેની લાઈસન્સ વાળી પિસ્તલથી તેની પત્ની ગુરપ્રીત અને 11 વર્ષના દીકરા હૈરીને ગોળી મારી દીધી હતી. ત્યારપછી તેણે પોતાની જાતને પણ ગોળી મારી હતી. ગોળીનો અવાજ સાંભળીને આજુ-બાજુના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે ગુરપ્રીતનું મોત થઈ ગયું હતું. જ્યારે જગબીર સિંહ અને દીકરો હૈરી લોહીથી લથબથ પડ્યા હતાં. બંનેને માનસા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની પ્રાથમિક સારવાર કરી અને ત્યારપછી તેમને લુધિયાણા ટ્રાન્સફર કરવામં આવ્યા હતા.
- લુધિયાણા હોસ્પિટલ પહોંચતા જ દીકરાનું મોત થઈ ગયું હતું જ્યારે જગબીરની હાલત હાલ પણ ગંભીર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે જગબીરે ગોળી ચલાવી ત્યારે તેની સાત વર્ષની છોકરી ગભરાઈને સંતાઈ ગઈ હતી અને તેથી તેનો જીવ બચી ગયો હતો.
- પોલીસ ઈન્સપેક્ટર યાદવિંદર સિંહે જણાવ્યું કે, પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈને તપાસ શરૂ કરી છે. જગબીર સિંહે ગોળી મારીને તેની પત્ની અને દીકરાની હત્યા કરી દીધી છે અને તેણે પોતાની જાતને પણ ગોળી મારી દીધી છે. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

રોજ દારૂ પીને ઘરે આવતો હતો જમાઈ


- મૃતક ગુરપ્રીતના પિતા રાજપાલ સિંહે જણાવ્યું કે, જગબીર મોટા ભાગે દારૂ પીને જ ઘરે આવતો હતો. તેથી રોજ ઘરમાં ઝઘડા થતાં હતા. આ જ કારણથી તેણે ગુરપ્રીત અને તેના દીકરાની હત્યા કરી દીધી. 11 વર્ષ પહેલાં ગુરપ્રીત અને જગબીરના લગ્ન થયા હતા.
- પોલીસ ઈન્ચાર્જે જણાવ્યું કે, મૃતકાના પિતા રાજપાલ સિંહના નિવેદનના આધારે જગબીર સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.

કોલેજ સમયમાં સ્ટૂડન્ટ યુનિયનનો પ્રમુખ હતો


જગબીર સિંહ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે સ્ટૂડન્ટ યુનિયનના પ્રમુખ હતા અને ડ્રોઈંગ ટીચરનો કોર્સ પણ કર્યો હતો. પરંતુ અભ્યાસ પછીથી જગબીર સિંહ ખેતી કરતો હતો. આ ઘટના સવારે આઠ વાગ્યાની છે. ઘટનામાં ઉપયોગ કરવામાં આવેલી પિસ્તોલ લાઈસન્સ વાળી છે. જગબીરના પિતા સુરજીત સરકારી સ્કૂલમાં ટીચર હતા. મોટો ભાઈ વકીલ હતો.

X
wife and son shot dead by husband in Punjab, Amritsar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી