Home » National News » Latest News » National » પત્રકાર સુજાત બુખારીની આતંકીઓએ કેમ હત્યા કરી? | Know about Journalist Sujaat Bukhari

કાશ્મીરી પત્રકાર શુજાત બુખારી કેમ હતા આતંકીઓના નિશાના પર?

Divyabhaskar.com | Updated - Jun 15, 2018, 02:42 PM

શુજાત બુખારી શ્રીનગરના પત્રકાર હતા અને તેઓને ઘાટીના મામલા અંગેના વિશેષજ્ઞ માનવામાં આવતા હતા.

 • પત્રકાર સુજાત બુખારીની આતંકીઓએ કેમ હત્યા કરી? | Know about Journalist Sujaat Bukhari
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  શુજાત બુખારીથી આતંકીઓ નારાજ હતા કેમકે કાશ્મીરમાં શાંતિ પ્રક્રિયાને તેઓ જોરશોરથી આગળ વધારી રહ્યાં હતા (ફાઈલ)

  શ્રીનગરઃ કાશ્મીરના જાણીતા પત્રકાર, એડિટર શુજાત બુખારીની ગુરૂવારે શ્રીનગરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. તેઓ પ્રેસ કોલોની સ્થિત પોતાની ઓફિસથી એક ઈફતાર પાર્ટીમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા ત્યારે કેટલાંક હુમલાખોરે તેમના પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. ત્યારે જાણીએ કોણ છે શુજાત બુખારી અને કાશ્મીર માટે તેમને શું ફાળો આપ્યો છે.

  કોણ હતા શુજાત બુખારી?


  - શુજાત બુખારી શ્રીનગરના પત્રકાર હતા અને તેઓને ઘાટીના મામલા અંગેના વિશેષજ્ઞ માનવામાં આવતા હતા.
  - શુજાત બુખારીએ વિશ્વના અનેક પ્રતિષ્ઠિત મીડિયા સંગઠનો માટે કોલમ લખી હતી.
  - તેઓ શ્રીનગરના અખબાર રાઈઝિંગ કાશ્મીરના એડિટર-ઈન-ચીફ હતા.
  - શુજાતે કાશ્મીર ટાઈમ્સથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.
  - 90ના દશકામાં તેઓ ધ હિન્દુ સાથે જોડાયાં. તે દરમિયાન તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાણ મળી. તેઓ 15 વર્ષ સુધી ધ હિંદુ અખબારના કાશ્મીર બ્યૂરો ચીફ રહ્યાં.

  કાશ્મીરની દરેક ઘટના કવર કરતા


  - બુખારી કાશ્મીરમાં થનારી દરેક ઘટનાનું ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા હતા. અને તેથી જ તેઓ આતંકીઓના નિશાને પણ હતા.
  - બુખારી કાશ્મીર ઘાટીની સૌથી મોટી અને જૂની સાહિત્ય સંસ્થા અદબી મરકઝ કામરાઝના અધ્યક્ષ પણ હતા.

  મનીલા યુનિવર્સિટીથી પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી


  - શુજાત બુખારીએ મનીલાના એન્ટીનિયો ડી મનીલા યુનિવર્સિટીથી પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી અને સિંગાપુરના એશિયન સેન્ટર ફોર જર્નાલિઝમમાં ફેલો હતા.
  - બુખારીએ વર્લ્ડ પ્રેસ ઈન્સ્ટીટયૂટ (WPI) USમાંથી પણ ફેલોશિપ મળી હતી. તેઓ અમેરિકાના હવાઈ સ્થિ ઈસ્ટ વેસ્ટ સેન્ટરના ફેલો પણ હતા.

  શુજાત બુખારી પર પહેલાં પણ હુમલાઓ થયા હતા


  - શુજાત પર થયેલાં આ જીવલેણ હુમલા પહેલાં ત્રણ વખત અટેક થયા હતા. વર્ષ 2000માં થયેલાં એક હુમલા બાદ તેઓને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી.
  - શુજાત બુખારીથી આતંકીઓ નારાજ હતા કેમકે કાશ્મીરમાં શાંતિ પ્રક્રિયાને તેઓ જોરશોરથી આગળ વધારી રહ્યાં હતા.
  - કાશ્મીર ઘાટીમાં અનેક શાંતિ સંમેલનોના આયોજનમાં તેમની ભૂમિકા ઘણી મહત્વની હતી.
  - શુજાતના અખબાર રાઈઝિંગ કાશ્મીરને અનેક વખત સરકાર તરફથી સેન્સરશિપનો સામનો કરવો પડ્યો હતો.
  - શુજાત ટ્રેક ટૂ ડિપ્લોમસી અંતર્ગત પાકિસ્તાન સાથે વાર્તા પ્રક્રિયામાં સામેલ ભારતીય પ્રતિનિધિમંડળનો પણ હિસ્સો રહ્યાં છે.

  આતંકીઓના હાથે માર્યાં ગયા ચોથા પત્રકાર


  - 1991માં અલસફાના સંપાદક મોહમ્મદ શબાન વકીલની આતંકવાદીઓએ હત્યા કરી હતી.
  - 1995માં બોમ્બ વિસ્ફોટમાં બ્રિટનની એક ન્યૂઝ ચેનલના પૂર્વ સંવાદદાતા યૂસુફ જમીલ તો બચી ગયા હતા પરંતુ ANI ના કેમેરામેન માર્યા ગયા હતા.
  - 31 જાન્યુઆરી, 2003નાં રોજ નાફાના સંપાદક પરવેઝ મોહમ્મદ સુલતાનની આતંકીઓએ હત્યા કરી હતી.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • પત્રકાર સુજાત બુખારીની આતંકીઓએ કેમ હત્યા કરી? | Know about Journalist Sujaat Bukhari
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પત્રકાર શુજાત બુખારીની જનાજામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આતંકીઓનો કોઈ ખૌફ નથી તેવો જવાબ આપ્યો હતો
 • પત્રકાર સુજાત બુખારીની આતંકીઓએ કેમ હત્યા કરી? | Know about Journalist Sujaat Bukhari
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વર્ષ 2000માં થયેલાં એક હુમલા બાદ સુજાતને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી (ફાઈલ)
 • પત્રકાર સુજાત બુખારીની આતંકીઓએ કેમ હત્યા કરી? | Know about Journalist Sujaat Bukhari
  કાશ્મીરના જાણીતા પત્રકાર, એડિટર શુજાત બુખારીની ગુરૂવારે શ્રીનગરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ