Home » National News » Latest News » National » દક્ષિણ આફ્રિકા જવા સમયે વિદેશ મંત્રીનું વિમાન 14 મિનિટ માટે સંપર્ક વિહોણું થયું હતું | Why Sushma Swaraj plane goes missing for 14 minutes in mid air

14 મિનિટ સુધી કેમ સંપર્કવિહોણું રહ્યું સુષ્મા સ્વરાજનું વિમાન, કયાં થઈ ચૂક?

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 02:34 PM

સુષ્મા સ્વરાજને દક્ષિણ આફ્રિકા લઈ જતું વાયુ સેનાનું અંબ્રાયર વિમાન મેઘદૂત લગભગ 14 મિનિટ સુધી રડારમાંથી ગાયબ રહ્યું હતું

 • દક્ષિણ આફ્રિકા જવા સમયે વિદેશ મંત્રીનું વિમાન 14 મિનિટ માટે સંપર્ક વિહોણું થયું હતું | Why Sushma Swaraj plane goes missing for 14 minutes in mid air
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સુષ્મા સ્વરાજ બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે જ્હોનિસબર્ગ ગયા છે (ફાઈલ)

  નવી દિલ્હીઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, ત્યારે દિલ્હીથી દક્ષિણ આફ્રિકા લઈ જતું વાયુ સેનાનું અંબ્રાયર વિમાન મેઘદૂત લગભગ 14 મિનિટ સુધી રડારમાંથી ગાયબ રહ્યું હતું. એટલે કે આ દરમિયાન વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. મોરેશિયસ એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટના કારણે લગભગ 14 મિનિટ સુધી અફડાતફડી મચી ગઈ હતી. પરિણામે દિલ્હીથી લઈને મોરેશિયસ સુધી હડકંપ મચી ગયો હતો. હકિકતે શું છે વિમાન ગુમ થવાનું સત્ય અને ક્યાં થઈ ચૂક તે એક સવાલ છે.

  ક્યાં જોવા મળી ટેકનિકલ ખામી


  - સામાન્ય રીતે કોઈપણ વિમાનની સાથે આ પ્રકારની ઘટના ઘટે તો ઈમરજન્સીના ત્રણ તબક્કાનો અમલ કરાય છે. જેમાં પહેલો તબક્કા અનિશ્ચિતતાનો, બીજો તબક્કામાં એલર્ટ જાહેર કરાય છે જ્યારે ત્રીજા ચરણમાં વિપત્તિનું એલાન કરાય છે.
  - ATCના એક અધિકારીના જણાવ્યા મુજબ વિમાન સાથે સંપર્ક કરવામાં સમસ્યા નબળા રડાર કવરેજના કારણે આવી હોય શકે છે. કેમકે ફ્લાઈટ વીએચએફ સંચાર પર નિર્ભર હોય છે અને આ ટેકનિકમાં કેટલીક ખામીઓ પણ છે.

  શું છે VHF ઝોન?


  - માલેના સંપર્ક ક્ષેત્રથી બહાર નીકળ્યાં બાદ અને મોરેશિયસ ATC સ્પેસ પહોંચતા પહેલાં સુષ્મા સ્વરાજનું વિમાન વીએચએફ ઝોનમાં હતું.
  - તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટના માર્ગોને રડાર પર ધ્યાન રાખવા માટે કવર કરવામાં આવે છે. પરંતુ જે સમુદ્રી વિસ્તાર છે કોઈ દેશના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું.
  - પરિણામે આવા વિસ્તારો જેને નોન રડાર કવરેજ પણ કહેવાય છે, તેમાં એર ટ્રાફિક રૂટ વેરી હાઈ ફ્રિકવન્સ (VHF) કે હાઈ ફ્રિકવન્સી રેડિયો કોમ્યુનિકેશન પર નિર્ભર રહેવું પડે છે.

  VVIPના કારણે જાહેર થયું હતું એલર્ટ


  - ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું કે મોરેશિયસે આ એલર્ટ એટલે જાહેર કર્યું હશે કેમકે વિમાનમાં એક VVIP વ્યક્તિ સવાર હતી.
  - જાણકારોના જણાવ્યા મુજબ ઘણી વિશેષ વ્યક્તિઓને લઈ જતું વિમાન સુરક્ષાને ધ્યાનમાં રાખી ઘણી વખત સંપર્ક નથી સાધતા, પરંતુ આ ક્ષણિક કે થોડી મિનિટ માટે જ હોય છે.
  - સુષ્મા સ્વરાજ બ્રિક્સ દેશોમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે જ્હોનિસબર્ગ ગયા છે.

  એલર્ટ ક્યારે જાહેર કરાયું?


  - સુષ્મા સ્વરાજને લઈને અંબ્રાયર વિમાન શનિવારે બપોરે 2 વાગ્યે તિરૂવનંતપુરમ એરપોર્ટ પર ઉતર્યું હતું.
  - અંબ્રાયર વિમાન લાંબી ઉડાન નથી કરી શકતા તેથી તિરૂવનંતપુરમમાં ફ્યુલ માટે ઉતર્યું હતું.
  - તિરૂવનંતપુરમથી વિમાને શનિવારે બપોરે 2-08 વાગ્યે ઉડાન ભરી.
  - ભારતીય હવાઈ વિસ્તાર છોડ્યાં બાદ વિમાન માલદિવ એટીસીના હવાલે કરાયું જે બપોરે 4-44 સુધી સંપર્કમાં હતું.
  - જે બાદ મોરેશિયસ હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ વિમાન 14 મિનિટ સુધી ગુમ થઈ ગયું હતું.
  - મોરેશિયસ ATC દ્વારા સંપર્ક સાધવા ભારે પ્રયાસો કરાયાં હતા તેમ છતાં કોન્ટેક્ટ થયો ન થતાં અંતે ચેતવણી જાહેર કરી દીધી હતી.


  14 મિનિટ બાદ વિમાન ફરી સંપર્કમાં આવ્યું
  - સામાન્ય રીતે કોઈપણ વિમાન 30 મિનિટ સુધી સંપર્ક ન સાધે તો ચેતવણી જાહેર કરાય છે પરંતુ આ મામલે 14 મિનિટમાં જ ચેતવણી જાહેર કરાઈ હતી.
  - 14 મિનિટ બાદ સાંજે 4 કલાકે અને 58 મિનિટે ભારતીય વાયુસેનાનું વિમાનનો માલે ATS સાથે સંપર્ક થયો. જે બાદ ભારત અને મોરેશિયસને રાહત થઈ હતી.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • દક્ષિણ આફ્રિકા જવા સમયે વિદેશ મંત્રીનું વિમાન 14 મિનિટ માટે સંપર્ક વિહોણું થયું હતું | Why Sushma Swaraj plane goes missing for 14 minutes in mid air
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું કે મોરેશિયસે આ એલર્ટ એટલે જાહેર કર્યું હશે કેમકે વિમાનમાં એક VVIP વ્યક્તિ સવાર હતી (ફાઈલ)
 • દક્ષિણ આફ્રિકા જવા સમયે વિદેશ મંત્રીનું વિમાન 14 મિનિટ માટે સંપર્ક વિહોણું થયું હતું | Why Sushma Swaraj plane goes missing for 14 minutes in mid air
  અંબ્રાયર વિમાન લાંબી ઉડાન નથી કરી શકતા તેથી તિરૂવનંતપુરમમાં ફ્યુલ માટે ઉતર્યું હતું (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ