'તેઓ બસમાં ચડ્યા, અભદ્ર રીતે વાત કરી અને મારી સાથે બદતમીઝી કરી'

એસસી-એસટી ઍક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી દલિતોના સોમવારે ભારત બંધની અસર દેશના 12 રાજ્યોમાં જોવામાં આવી

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 07:00 AM
ગ્વાલિયરની પ્રિયાંશીએ કહ્યું, જો આ લોકોને કોઇ વ્યવસ્થાથી પરેશાની હોય, તો તેનો વિરોધ સત્તાવાળાઓના સ્તરે કરવો જોઇતો હતો.
ગ્વાલિયરની પ્રિયાંશીએ કહ્યું, જો આ લોકોને કોઇ વ્યવસ્થાથી પરેશાની હોય, તો તેનો વિરોધ સત્તાવાળાઓના સ્તરે કરવો જોઇતો હતો.

એસસી-એસટી ઍક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી દલિતોના સોમવારે ભારત બંધની અસર દેશના 12 રાજ્યોમાં જોવામાં આવી. આ દરમિયાન મધ્યપ્રદેશના ભીંડ, મોરેના અને ગ્વાલિયરમાં ભારે હિંસા થઇ. ગ્વાલિયરમાં સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડીને ઓફિસ જતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

ગ્વાલિયર: એસસી-એસટી ઍક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી દલિતોના સોમવારે ભારત બંધની અસર દેશના 12 રાજ્યોમાં જોવામાં આવી. આ દરમિયાન મધ્યપ્રદેશના ભીંડ, મોરેના અને ગ્વાલિયરમાં ભારે હિંસા થઇ. ગ્વાલિયરમાં સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડીને ઓફિસ જતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

કોલેજની વિદ્યાર્થિની સાથે અભદ્રતા, કહી આપવીતી

- ભારત બંધ દરમિયાન થયેલી હિંસક ઝડપમાં ગ્વાલિયરની પ્રિયાંશી પણ ઘાયલ થઇ ગઇ. તે કોલેજ જવા દરમિયાન પ્રદર્શનકારીઓની વચ્ચે ફસાઇ ગઇ. આ દરમિયાન તે કઇ મુશ્કેલીઓમાંથી પસાર થઇ, તેણે ભાસ્કરના રિપોર્ટરને જણાવ્યું.

- 'હું રોજની જેમ બસમાં બેસીને કોલેજ જઇ રહી હતી. બસ જ્યારે થાટીપુર પહોંચી તો ઘણા બધા લોકો અમારી બસ તરફ દોડીને આવી રહ્યા હતા અને તમામના હાથમાં ડંડા હતા. તે તમામ લોકોના ચહેરા પર કપડા બાંધ્યા હતા.'
- 'ડ્રાઇવર બસ છોડીને ભાગી ચૂક્યો હતો. અમે લોકો બસમાં બેઠા હતા અને અમને આશા હતી કે તે લોકો અમને પરેશાન નહીં કરે. પરંતુ, એવું ન થયું. તે લોકોએ બસોના કાચ ફોડવાના શરૂ કરી દીધા અને તે કાચ અમારા માથા, હાથ અને ચહેરા પર ખૂબ જોરથી વાગ્યા. જેનાથી હું જ નહીં પરંતુ મારા સાથીઓ પણ ઘાયલ થઇ ગયા.'
- 'આ ઉપરાંત તે લોકોએ બસની અંદર ચડીને અભદ્ર રીતે વાત કરીને બદતમીઝી પણ ખરી. જો આ લોકોને કોઇ વ્યવસ્થાથી પરેશાની હોય, તો તેનો વિરોધ સત્તાવાળાઓના સ્તરે કરવો જોઇતો હતો. અમને કે અન્ય લોકો સાથે મારપીટ કરીને કેમ ભયનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે.'

આગળની સ્લાઇડમાં વાંચો, બાળકોને લેવા જઇ રહ્યા હતા, સાયકલની હવા કાઢી નાખી

ગ્વાલિયરમાં સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડીને ઓફિસ જતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
ગ્વાલિયરમાં સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડીને ઓફિસ જતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

બાળકોને લેવા જઇ રહ્યા હતા, સાયકલની હવા કાઢી નાખી

 

- બીજી બાજુ બડાગામ નિવાસી અશોક પાંડેએ કહ્યું, તેમની દીકરી બીમાર છે. દીકરો પ્રણવ પ્રગતિ વિદ્યાપીઠમાં ધોરણ-5નો વિદ્યાર્થી છે. સ્કૂલમાંથી ફોન આવ્યો કે બાળકોને લઇ જાઓ. જ્યારે તેઓ સાયકલ લઇને મુરાર પોલીસ-સ્ટેશનની પાછળની ગલીથી સ્કૂલ જઇ રહ્યા હતા, ત્યારે જ જય ભીમનો નારો લગાવતી ભીડ તેમને રોકી લીધા. 

- કેટલાક યુવાનોએ સાયકલની હવા કાઢી દીધી. તેઓ પાંચ કલાક સુધી ભીડમાં ફસાયેલા રહ્યા અને સાંજે 4 વાગે ઘરે પહોંચ્યા, જ્યારે સ્કૂલમાંથી તો 11 વાગે જ રજા મળી ગઇ હતી. 

 

આગળની સ્લાઇડમાં વાંચો, પોલીસની મદદથી પહોંચ્યા વિદ્યાર્થીઓ 

એસસી-એસટી ઍક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી દલિતોના સોમવારે ભારત બંધની અસર દેશના 12 રાજ્યોમાં જોવામાં આવી.
એસસી-એસટી ઍક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી દલિતોના સોમવારે ભારત બંધની અસર દેશના 12 રાજ્યોમાં જોવામાં આવી.

પોલીસની મદદથી પહોંચ્યા વિદ્યાર્થીઓ 

 

- ગ્વાલિયર ગ્લોરી સ્કૂલના હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ ડીડી નગરમાં ગ્રીનવુડ સ્કૂલ સેન્ટર પર પરીક્ષા આપવા માટે જઇ રહ્યા હતા, ત્યારે ગોલાના મંદિર પર બસ ભીડની વચ્ચે ફસાઇ ગઇ.

- સ્કૂલ એડમિનિસ્ટ્રેશને સૂચના પોલીસને આપી તો પોલીસ સુરક્ષામાં બાળકોને સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યા પરંતુ તેઓ થોડાક લેટ થઇ ચૂક્યા હતા. પ્રગતિ વિદ્યાપીઠ સ્કૂલ એડમિનિસ્ટ્રેશને પણ હજીરા વિસ્તારમાં બાળકોને ઘર સુધી પહોંચાડવામાં પોલીસની મદદ લીધી. 

X
ગ્વાલિયરની પ્રિયાંશીએ કહ્યું, જો આ લોકોને કોઇ વ્યવસ્થાથી પરેશાની હોય, તો તેનો વિરોધ સત્તાવાળાઓના સ્તરે કરવો જોઇતો હતો.ગ્વાલિયરની પ્રિયાંશીએ કહ્યું, જો આ લોકોને કોઇ વ્યવસ્થાથી પરેશાની હોય, તો તેનો વિરોધ સત્તાવાળાઓના સ્તરે કરવો જોઇતો હતો.
ગ્વાલિયરમાં સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડીને ઓફિસ જતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.ગ્વાલિયરમાં સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડીને ઓફિસ જતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
એસસી-એસટી ઍક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી દલિતોના સોમવારે ભારત બંધની અસર દેશના 12 રાજ્યોમાં જોવામાં આવી.એસસી-એસટી ઍક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી દલિતોના સોમવારે ભારત બંધની અસર દેશના 12 રાજ્યોમાં જોવામાં આવી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App