Home » National News » Desh » Relationship between gay adults is not crime said Supreme Court

મોત પહેલાં ડોક્ટરે FB પર લખ્યું: એણે એટલી ટોર્ચર કરી કે હવે તેની સાથે શ્વાસ પણ નથી લઈ શકતી

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 10:44 AM

મહિલાના પિતાએ કહ્યું, દરેક વાત જાણતો હોવા છતાં કઈ ન કરી શક્યો, કારણકે તેણે સમ આપ્યા હતા

 • Relationship between gay adults is not crime said Supreme Court
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે IPCની કલમ 377ને ગુનાઈત શ્રેણીમાંથી બહાર કરી દીધી છે. ભારતમાં સમલૈંગિકતા હવે ગુનો ગણાશે નહીં. પરંતુ બાળકો અથવા પશુઓ સાથે બાંધવામાં આવતા આવા સંબંધને હજુ પણ ગુનો જ ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી LGBT સમુદાયમાં ખુશીનો માહોલ છે. આ દરમિયાન અમે તમને એક ઘટના વિશે જણાવી રહ્યા છીએ. આ કિસ્સામાં લગ્નના છ મહિના પછી જ ડૉ. પત્નીને તેનો ડૉ. પતિ ગે હોવાની વાતની જાણ થઈ ગઈ હતી. આ વાતનો ખુબ દુઃખદ અંત આવ્યો હતો. ડૉ. પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. મોત પહેલાં તેણે ફેસબુક પર લખ્યું હતું કે, તું માણસ નહીં, રાક્ષસ છે. તારા જેવા લોકો માત્ર છોકરીઓ અને તેના પરિવારજનોની લાગણી સાથે રમત રમી શકો છો.

  હોટલમાંથી મળી હતી ડેડ બોડી, રૂમમાં ફેલાયેલું હતું લોહી


  - 30 વર્ષની પ્રિયા વેદી એઈમ્સ દિલ્હીમાં એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્સ ડોક્ટર હતી. પતિ કમલ વેદી સ્કીન ડોક્ટર હતો.
  - 19 એપ્રિલ 2015માં ડૉ. પ્રિયાનું ડેડબોડી દિલ્હીની એક હોટલમાંથી મળ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રિયાએ હાથની નસ કાપીને આત્મહત્યા કરી હતી. રૂમમાં લોહી ફેલાયેલું હતું.
  - ત્યારે પોલીસને રૂમમાંથી 3 પેજની સુસાઈડ નોટ પણ મળી હતી. તેમાં ડૉ. પતિ કમલ પર શારીરિક અને માનસિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

  મોત પહેલાં ફેસબુક પર લખી હતી પતિના ટોર્ચર કરવાની વાત


  - આત્મહત્યા પહેલાં ડૉ. પ્રિયાએ ફેસબુક પર પતિના ટોર્ચરની વાત કરી હતી. પ્રિયાએ લખ્યું હતું કે, 5 વર્ષ પહેલાં કમલ સાથે લગ્ન થયા હતાં. પરંતુ અમારી વચ્ચે અત્યાર સુધી ફિઝિકલ રિલેશન નથી થયાં.
  - લગ્નના છ મહિના પછી જ કમલ ગે હોવાનું ખબર પડી ગઈ હતી. કમલના લેપટોપમાં તેની એક ફેક જીમેલ આઈડી હતું. હું જ્યારે પણ તેના વિશે પૂછતી ત્યારે તે વાત ટાળી દેતો અને કહેતો કે કોઈએ એકાઉન્ટ હેક કરીને અશ્લીલ વસ્તુઓ પોસ્ટ કરી દીધી છે.
  - મેં પતિ ગે હોવાની વાત ક્યારેય કોઈને નહતી કહી. મને વિશ્વાસ હતો કે બધુ એક દિવસ ઠીક થઈ જશે. પરંતુ કમલે હવે મારું શારીરિક અને માનસિક શોષણ શરૂ કર્યું હતું. તે મારા અને મારા પરિવારમાં ખામીઓ શોધવા લાગ્યો હતો. આ પાંચ વર્ષ માટે હું માત્ર તેની પત્નીનું એક પ્રતીક હતી.

  તેં મારી ખુશીઓ છીનવી લીધી


  - મોતના એક રાત પહેલાનો ઉલ્લેખ કરતાં પ્રિયાએ લખ્યું હતું કે, તેણે મને એટલી ટોર્ચર કરી છે કે હવે હું તેની સાથે શ્વાસ નથી લઈ શકતી. તું માણસ નહીં, રાક્ષસ છે. કારણકે તેં મારી બધી ખુશી છીનવી લીધી છે. તારા જેવા લોકોને માત્ર છોકરીઓ અને તેના પરિવારજનોની ભાવના સાથે રમતા જ આવડે છે.
  - ડૉ. કમલ મેં ક્યારેય તારી પાસે કોઈ અપેક્ષા નથી રાખી. કારણકે હું તને ખૂબ પ્રેમ કરતી હતી. પરંતુ તે ક્યારેય આ વાતનું મહત્વ નથી જાણ્યું. કમલ તું મારો ગુનેગાર છે. જોકે પ્રિયાએ કમલના પરિવારને નિર્દોષ ગણાવ્યો હતો.

  - દીકરીની આત્મહત્યા પછી પ્રિયાના પિતા રામબાબુએ કહ્યું હતું કે, તેમની દીકરી પરેશાન હોવાનું તેઓ છેલ્લાં અઢી વર્ષથી જાણતા હતા. પરંતુ તેઓ જ્યારે પણ આ વિશે વાત કરવાનો પ્રયત્ન કરતા ત્યારે પ્રિયા તેમને સોગંદ આપીને ચૂપ કરાવી દેતી હતી.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • Relationship between gay adults is not crime said Supreme Court
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Relationship between gay adults is not crime said Supreme Court
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ