જાણો SC/ST એક્ટમાં કયા ફેરફારને કારણે શરૂ થયો છે હોબાળો?

સુપ્રીમ કોર્ટે 20 માર્ચે મહારાષ્ટ્રના એક મામલાને લઈને SC/ST એક્ટમાં નવી ગાઈડલાઈન જાહેર કરી હતી.

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 10:29 AM
Know about SC ST act and Supreme Court Decision

SC/ST એક્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલાં ફેરફાર વિરૂદ્ધ દેશભરમાં દલિત સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટના આદેશોને લઈને કેન્દ્ર સરકાર પુર્નવિચાર અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે 20 માર્ચે મહારાષ્ટ્રના એક મામલાને લઈને SC/ST એક્ટમાં નવી ગાઈડલાઈન જાહેર કરી હતી.

નેશનલ ડેસ્કઃ SC/ST એક્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલાં ફેરફાર વિરૂદ્ધ દેશભરમાં દલિત સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટના આદેશોને લઈને કેન્દ્ર સરકાર પુર્નવિચાર અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે 20 માર્ચે મહારાષ્ટ્રના એક મામલાને લઈને SC/ST એક્ટમાં નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. ત્યારે જાણીએ શું છે આ નવી ગાઈડલાઈન. તેમજ શું છે આ સમગ્ર વિવાદ અને કયા પક્ષની શું છે દલીલ...

વિવાદની શરૂઆત


- SC જૂથના મહારાષ્ટ્રના એક શખ્સે સરકારી અધિકારી સુભાષ કાશીનાથ મહાજન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં મહાજન વિરૂદ્ધ તે શખ્સે પોતાના ઉપર કથિત આપત્તિજનક ટીપ્પણીઓના મામલે પોતાના બે જૂનિયર કર્મચારી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી પર રોક લગાવવાનો આરોપ લગાવ્યો હતો.
- અરજકર્તાનું કહેવું છે કે તે કર્મચારીઓએ તેના પર જાતિસૂચક ટીપ્પણીઓ કરી હતી.
- બચાવ પક્ષે દલીલ કરી હતી કે કોઈ અનુસૂચિત જાતિ કે વ્યક્તિ વિરૂદ્ધ ઈમાનદાર ટીપ્પણીઓ કરવી જો ગુનો બની જશે તો તેના કામ કરવાનું મુશ્કેલ થઈ શકે છે.
- કાશીનાથ મહાજને FIR રદ કરાવવા માટે હાઈકોર્ટનું શરણું લીધું હતું, પરંતુ બોમ્બે હોઈકોર્ટે તેનો ઈન્કાર કરી દીધો હતો.
- જે બાદ મહાજને હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે FIR હટાવવાના આદેશ આપતાં SC/ST એક્ટ અંતર્ગત તત્કાલ ધરપકડ પર રોકનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આવા મામલાઓમાં આગોતરા જામીનને પણ મંજૂરી આપી દીધી હતી.

આગળની સ્લાઈડમાં વાંચો શું હતો સુપ્રીમ કોર્ટનો ફેંસલો?

Know about SC ST act and Supreme Court Decision

શું ચૂકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે?


- અનુસૂચિતા જાતિ, અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989ના દુરૂપયોગને રોકવા સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો હતો. 
સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતાં SC/STમાં તાત્કાલિક ધરપકડ ન કરવાના આદેશ આપ્યા હતા. 
- આ ઉપરાંત SC/ST એક્ટ અંતર્ગત દાખલ થનારા કેસમાં આગોતરા જામીનને પણ મંજૂરી આપી દીધી હતી. 
- સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.કે.ગોયલ અને યુ.યુ.લલિતની બેંચે કહ્યું હતું કે આ કાયદા અંતર્ગત દાખલ મામલાઓમાં ઓટોમેટિક ધરપકડના બદલે પોલીસે 7 દિવસની અંદર તપાસ કરવી જોઈએ અને તે બાદ એકશન લેવા જોઈએ.
- આ ઉપરાંત ઉચ્ચ અદાલતે કહ્યું હતું કે સરકારી અધિકારીની ધરપકડ એપોઈન્ટિંગ ઓથોરિટીની મંજૂરી વિના ન થઈ શકે. જ્યારે બિન સરકારી કર્મચારીની ધરપકડ માટે SSPની મંજૂરી લેવી જરૂરી રહેશે. 

 

આગળ વાંચો NDAના સાથી પક્ષો અને અન્ય રાજકીય પક્ષો શું માને છે?

Know about SC ST act and Supreme Court Decision

NDAના સાથી પક્ષો અને કોંગ્રેસે કરી રિવ્યૂ પિટિશન દાખલ કરવાની માગ


- કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ અને NDAના દલિત તેમજ પછાત વર્ગના જનપ્રતિનિધિઓએ મોદી સરકારને રિવ્યૂ પિટિશન દાખલ કરવાની માગ કરી હતી.
- આ ઉપરાંત NDAના કેટલાંક સહયોગી પક્ષોએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.

 

આગળ વાંચો સુપ્રીમ કોર્ટના ચૂકાદા અંગે દલિત સંગઠનો શું માને છે?

Know about SC ST act and Supreme Court Decision

શું છે દલિત સંગઠનોની ભલામણ?


- દલિત સંગઠનોનું માનવું છે કે આનાથી 1989ના અનૂસુચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ નબળું પડી જશે.
- આ એક્ટની સેક્શન 18 અંતર્ગત એવાં મામાલાઓમાં આગોતરા જામીનની કોઈ જ જોગવાઈ જ નથી. એવામાં આ પ્રકારની છૂટ આપવામાં આવી તો આરોપીને બચવું સહેલું બની જશે. 
- આ ઉપરાંત સરકારી અધિકારીઓ વિરૂદ્ધના કેસમાં એપોઈન્ટિંગ ઓથોરિટીની મંજૂરીને લઈને પણ દલિત સંગઠનોનું કહેવું છે કે તેમાં પણ ભેદભાવ કરવામાં આવી શકે છે. 

 

આગળ વાંચો કોર્ટના ફેંસલાનું સમર્થન કરનારાઓના પ્રતિભાવ 

Know about SC ST act and Supreme Court Decision

શું માનવું છે સુપ્રીમ કોર્ટના ફેંસલનું સમર્થન કરનારાઓ

 

- સુપ્રીમ કોર્ટના આ ફેંસલાનો પક્ષ લેનારાઓનું કહેવું છે કે તેનાથી આ એક્ટનો દુરૂપયોગ ઓછો થશે.

- આ ઉપરાંત નિર્દોષ લોકો કાયદાકીય લફડામાં પડતાં પણ બચશે.

X
Know about SC ST act and Supreme Court Decision
Know about SC ST act and Supreme Court Decision
Know about SC ST act and Supreme Court Decision
Know about SC ST act and Supreme Court Decision
Know about SC ST act and Supreme Court Decision
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App