પ.બંગાળમાં ડૉક્ટરોની ધોલાઈથી પરેશાન સર્જને બ્યુટી પાર્લર ખોલ્યું, કહ્યું- ડૉક્ટરોને 30 % સુધી ડિસ્કાઉન્ટ

ડૉક્ટર અને દર્દીઓ વચ્ચે ઝપાઝપી અને ડૉક્ટરોની હડતાળના ઘણા કિસ્સા સામે આવી રહ્યા હતા

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 01:06 AM
West Bengal doctors practice of beauty parlor

કોલકાતા: ડૉક્ટરો અને દર્દીઓના પરિવારો વચ્ચે ઝપાઝપી બાદ ડૉક્ટરોની હડતાળના કિસ્સા અવારનવાર બનતા રહે છે પણ તમે એવું ક્યારેય નહીં સાંભળ્યું હોય કે ડૉક્ટરો પર હુમલાના કારણે કોઇ ડૉક્ટર વ્યવસાય જ બદલી નાખે. પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં આવું ખરેખર બન્યું છે, જ્યાં ડૉક્ટરોની ધોલાઇની વધતી ઘટનાઓથી દુ:ખી થઇને એક સર્જને બ્યુટી પાર્લર ખોલી નાખ્યું છે. 24 પરગણાના બારાસાતના ઓર્થોપેડિક સર્જન ડૉ. નીલાદ્રિ બિસ્વાસે હવે યુનિસેક્સ બ્યુટી પાર્લર ખોલ્યું છે. થોડા દિવસ અગાઉ વેસ્ટ બેંગાલ ડૉક્ટર્સ ફોરમ નામના ફેસબુક પેજ દ્વારા તેમણે આ અંગેની ઘોષણા કરી હતી.

ડૉ. નીલાદ્રિ બિસ્વાસે કહ્યું- પાર્લર સારું ચાલશે તો ડૉક્ટરનો વ્યવસાય કાયમ માટે છોડી દઇશ

હોસ્પિટલોમાં ડૉક્ટરોની પીટાઇ અને તેમની કાનૂની રીતે હેરાનગતિના વધતા કિસ્સાઓના કારણે ડૉ. બિસ્વાસ બીજા વ્યવસાયમાં ભવિષ્ય શોધી રહ્યા છે. તેમના બ્યુટી પાર્લરનું રવિવારે ઉદઘાટન કરાયું. પાર્લરમાં ડૉક્ટરો અને તેમના પરિવારજનોને 30 ટકા ડિસ્કાઉન્ટ અપાઇ રહ્યું છે. પશ્ચિમ બંગાળ ઓર્થોપેડિક એસોસિયેશનના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ડૉ. બિસ્વાસે કોલકાતાની એનઆરએસ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને આરજી કાર મેડિકલ કોલેજમાંથી એમએસ (ઓર્થોપેડિક્સ)નો અભ્યાસ કર્યો હતો.


ડૉ. બિસ્વાસનું કહેવું છે કે આમ તો દર્દીઓના સ્વજનો અમને ભગવાન સમાન માનતા હોય છે પણ કંઇ ખોટું થાય તો તેઓ સંયમ ગુમાવે ત્યારે અમારા મનમાં ભય પેદા થઇ જાય છે. આ સ્થિતિમાં અમારી દ્વિધા વધી જાય છે. ડૉક્ટરોની સુરક્ષા માટે ઘણા કાયદા બનાવાયા છે પણ તેનો અમલ ન થાય તો તે માટે જવાબદાર કોણ રહેશે? સરકારે સુનિશ્ચિત કરવું પડશે કે તે શું ઇચ્છે છે?

સારી પ્રેક્ટિસ છતાં પાર્લર ખોલતાં લોકો ચોંકી ગયા

એક યુવા ઓર્થોપેડિક સર્જન તરીકે તેમની અત્યાર સુધીની કરિયર ઘણી સફળ રહી છે અને તેમણે બારાસાત, હાવડા તથા બોંગાંવના હજારો દર્દીઓનો ઇલાજ કર્યો છે. અત્યાર સુધીમાં તેમણે આ વ્યવસાયમાં કોઇ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નહોતો. તેથી ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ છોડવાના તેમના નિર્ણયથી લોકો ચોંકી ગયા છે. ડૉ. બિસ્વાસનું કહેવું છે કે હાલ તો હું મેડિકલ પ્રોફેશન છોડી નથી રહ્યો પણ જો પાર્લર સારું ચાલવા માંડશે તો દર્દીઓને તપાસવાનું સંપૂર્ણપણે બંધ કરી દઇશ.

X
West Bengal doctors practice of beauty parlor
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App