ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Wedding of Tejpratap Yadav and Aishwarya today Lalu Nitish meeting will be under watch

  તેજપ્રતાપ-ઐશ્વર્યાના આજે લગ્ન, લાલુ-નીતિશની મુલાકાત પર રહેશે નજર

  divyabhaskar.com | Last Modified - May 12, 2018, 10:34 AM IST

  તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્નમાં દેશના મોટા રાજકીયનેતાઓના પહોંચવાની અપેક્ષા છે
  • તેજપ્રતાપ-ઐશ્વર્યાની પીઠી અને મહેંદીની વિધિ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેજપ્રતાપ-ઐશ્વર્યાની પીઠી અને મહેંદીની વિધિ

   પટના: આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ યાદવના લગ્ન આજે પાર્ટીના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા રાય સાથે થવાના છે. લગ્નને લઇને બંને પરિવારોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લાલુના ઘરે શુક્રવારે તેજપ્રતાપની 'હલ્દી-કલશ' (પીઠી)ની વિધિ પૂરી કરવામાં આવી. તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્નમાં દેશના મોટા રાજકીયનેતાઓના પહોંચવાની અપેક્ષા છે.

   વિશિષ્ટ મહેમાન હશે બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર

   - એક તરફ જ્યાં ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, જેડીયુના નેતા શરદ યાદવ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અને બાબૂલાલ મરાંડી, પ્રખ્યાત વકીલ રામ જેઠમલાનીનું આ લગ્નમાં સામેલ થવાનું નક્કી છે, તો બીજી બાજુ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ લગ્નમાં સામેલ થાય તેવી સંભાવના છે.

   - જોકે, લાલુના દીકરાના લગ્નમાં જે વિશિષ્ટ મહેમાન પર તમામની નજરો હશે તે મુખ્યમંત્રી નીતિશકુમાર છે. નીતિશકુમાર તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્નમાં સામેલ થવા માટે સાંજે વેટેરીનરી કોલેજ મેદાન પહોંચશે.
   - રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે મહાગઠબંધનથી અલગ થયા બાદ નીતિશકુમારની લાલુ સાથે આ પહેલી મુલાકાત હશે. બિહારના રાજકારણના બંને દિગ્ગજો ગય વખતે મહાગઠબંધન તૂટ્યા પહેલા એકબીજાની સામે આવ્યા હતા.
   - રાજ્યની રાજકીય ગલીઓમાં પણ નીતિશકુમાર અને લાલુની મુલાકાતને લઇને ઘણો રસ દાખવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરજેડી અને જેડીયુના નેતાઓની નજર નીતિશ અને લાલુની મુલાકાત પર જ છે. તેઓ કેવી રીતે એકબીજાને મળે છે અને તેમના હાવભાવ કેવા છે, તેને લઇને લોકોમાં ઘણી ઉત્સુકતા છે.

   રાહુલ ગાંધીના લગ્નમાં સામેલ થવા અંગે શંકા

   આરજેડીના ધારાસભ્ય અને લાલુની નજીક રહેલા ભોલા યાદવ જણાવે છે કે આ લગ્નમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ થવાના હતા, પરંતુ સુરક્ષાના કારણોસર આ બંનેના લગ્નમાં સામેલ થવા અંગે સંશય રહેલો છે.

   લાલુના ઘરને ખરાબ નજરથી બચાવવા ટાંગ્યા લીંબુ-મરચા

   - તેજપ્રતાપના લગ્ન માટે લાલુના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આ સાજ-સજાવટ વચ્ચે ઘરના ગેટ પર લીંબુ-મરચાં ટાંગવામાં આવ્યા છે, જેથી ઘરને ખરાબ નજરથી બચાવી શકાય.

   - ઘરની બહાર એક-બે નહીં પરંતુ અનેક લીંબુ-મરચાં લટકાવવામાં આવ્યા છે. ભોલા યાદવ જણાવે છે કે આવા સમારંભોમાં ઘણા પ્રકારના લોકો આવે છે અને ખરાબ નજરોથી લાલુના પરિવારને બચાવવા માટે આ ટોડકો અજમાવવામાં આવ્યો છે.

  • ખરાબ નજરથી બચાવવા માટે લાલુના ઘરના ગેટ પર લટકાવ્યા લીંબુ-મરચાં.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખરાબ નજરથી બચાવવા માટે લાલુના ઘરના ગેટ પર લટકાવ્યા લીંબુ-મરચાં.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Wedding of Tejpratap Yadav and Aishwarya today Lalu Nitish meeting will be under watch
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top