હવામાન / હિમાચલ અને કાશ્મીરમાં ફરી હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં પારો 3 ડિગ્રી સુધી ગગડશે

Divyabhaskar | Updated - Jan 13, 2019, 03:03 PM
  X

  • હિમસ્ખલનના કારણે જમ્મુ-કાશ્મીર હાઈવે બંધ

  • હિમાચલનાં ડેલહાઉસીમાં 30 સેમી અને મનાલીમાં 23 સેમી હિમવર્ષા

  • કુફરી, કાગૂ, નારકંડા અને ખડા પત્થરનો શિમલાનાં ઉપરી વિસ્તારો સાથેનો સંપર્ક તૂટ્યો 

  શિમલા/શ્રીનગરઃ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરનાં ઘણા વિસ્તારોમાં શુક્રવારથી શનિવાર રાત સુધી ભયાનક હિમવર્ષા થઈ હતી. જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જેથી રાજ્ય સંપર્ક વિહોણુ બન્યુ છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પારો 3 ડિગ્રી સુધી નીચે આવી શકે છે. 
   

  શિમલાની આજુબાજુ પણ ભારે હિમવર્ષા

  1.હવામાન વિભાગ પ્રમાણે, ડલહૌજીમાં 30 સેમી, મનાલીમાં 23 સેમી, કેલંગમાં 9 સેમી, ફુકરા અને કલ્પામાં 8-8 સેમી અને શિમલામાં 3.5 સેમી હિમવર્ષા થઈ હતી. 
  2.સોમવારે રાજ્યમાં હવામાન ખુલ્લું થવાની ધારણા છે, જેથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. શિમલામાં જાન્યુઆરીમાં આ બીજી અને ઋતુની ત્રીજી હિમવર્ષા છે. આ પહેલા પણ અહી 6 જાન્યુઆરી અને 12 ડિસેમ્બરે હિમવર્ષા થઈ હતી. 
  3.

  કુફરી, કાગૂ, નારકંડા અને ખડા પત્થર સામાન્ય હિમવર્ષા થઈ હતી, પરંતુ આ વિસ્તારોનો શિમલાનાં ઊંચાઈ વાળા વિસ્તારો સાથે સંપર્ક તૂટ્યો હતો. રવિવારે હવામાન ખુલ્લુ થવાથી રાજ્યનાં રસ્તાઓ ખુલવાની શક્યતાઓ છે. 

  જમ્મુ-કાશ્મીર હાઈવે બંધ
  4.

  જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે અને શનિવારે થયેલી હિમવર્ષાને કારણે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થઈ ગયો હતો. જેથી રાજ્યનો દેશનાં અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટ્યો હતો.

  5.હવામાન વિભાગ પ્રમાણે, પાકિસ્તાન અને આસપાસનાં વિસ્તારોમાં પશ્વિમી વિક્ષેપ સક્રિય છે. જેની સૌથી વધુ અસર જમ્મુ કાશ્મીરમાં જોવા મળી રહી છે.
  6.હવામાન વિભાગ પ્રમાણે, ધર્મશાળામાં રવિવારે 2.2 ડિગ્રી, કલ્પામાં માઈનસ 4.8 ડિગ્રી અને મનાલીમાં માઈનસ 1.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App