Divya Bhaskar

Home » National News » Desh » પતિનો ઈલાજ કરાવવા હોસ્પિટલ ગઈ હતી પત્ની, વોર્ડ અટેન્ડન્ટએ કર્યું ગંદુ કામ| Ward attendant held for molesting married woman

પતિનો ઈલાજ કરાવવા હોસ્પિટલ ગઈ હતી પત્ની, વોર્ડ અટેન્ડન્ટએ કર્યું ગંદુ કામ

Divyabhaskar.com | Updated - May 07, 2018, 09:56 AM

ધમકી આપીને વોર્ડ બોય મહિલાને હોસ્પિટલના પહેલા માળે લઈ ગયો. ત્યાં તેણે મહિલા સાથે દુષ્કર્મ કર્યું.

  • પતિનો ઈલાજ કરાવવા હોસ્પિટલ ગઈ હતી પત્ની, વોર્ડ અટેન્ડન્ટએ કર્યું ગંદુ કામ| Ward attendant held for molesting married woman
    પ્રતિકાત્મક તસવીર

    હૈદરાબાદઃ શહેરના એક સરકારી હોસ્પિટલના પરિસરમાં પરિણીતાની સાથે દુષ્કર્મના આરોપમાં એક વોર્ડ અટેન્ડન્ટની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તે અંગે જણાવ્યું કે, મહિલા સાથે કથિત રીતે દુષ્કર્મના આરોપમાં બી. નાગરાજૂ અને એક હોમગાર્ડ કમર ઈલાહીને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. મહિલાએ 2 મેના રોજ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે પતિ સાથે મારઝૂડ થયા બાદ ઘાયલ થયો હતો. તેનો ઈલાજ કરાવવા ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ ગઈ હતી. પરંતુ ત્યાં તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું. અને તે દુષ્કર્મ કરનારું બીજું કોઈ નહીં પરંતુ વોર્ડ અટેન્ડન્ટ હતો.

    ધમકાવીને હોસ્પિટલના પહેલા માળે લઈ જઈ આચર્યું દુષ્કર્મ


    - પીડિત મહિલાનું કહેવું છે કે, રાત્રે લગભગ 9 વાગ્યે તે પ્રતીક્ષા ગૃહમાં બેઠી હતી તો એક વ્યક્તિ તેની પાસે આવ્યો.
    - તેને ધમકી આપીને હોસ્પિટલના પહેલા માળે લઈ ગયો. ત્યાં તેણે મહિલા સાથે દુષ્કર્મ કર્યું.

    હોમગાર્ડને ખબર હતી છતાંય આંખ આડા કાન કર્યા


    - પોલીસે જણાવ્યું કે, આરોપીએ મહિલાને આ ઘટના વિશે કોઈને પણ ન જણાવવા કહ્યું અને ત્યાંથી ફરાર થઈ ગયો.
    - તેઓએ જણાવ્યું કે, હોમગાર્ડ ઈલાહીને સમગ્ર ઘટનાની જાણકારી હતી પરંતુ તેણે આ સંબંધમાં ઉચ્ચ અધિકારીઓને ન જણાવ્યું. તેથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending