ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» VK Singh will go to Iraq to take back deadbodies of 39 Indians killed in Mosul

  39 ભારતીયોના શબ લેવા 1 એપ્રિલેે વીકે સિંહ ઈરાક જશે, મોસુલમાં થઇ'તી હત્યા

  divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 10:49 AM IST

  મોસુલમાં આઈએસના હાથે માર્યા ગયેલા 39 ભારતીયોના મૃતદેહ લેવા વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ 1 એપ્રિલે ઈરાક જશે
  • સરકાર તરફથી 39 ભારતીયોના મોતની પુષ્ટિ કર્યા બાદ તેમને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરકાર તરફથી 39 ભારતીયોના મોતની પુષ્ટિ કર્યા બાદ તેમને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

   નવી દિલ્હીઃ મોસુલમાં આઈએસના હાથે માર્યા ગયેલા 39 ભારતીયોના મૃતદેહ લેવા વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ 1 એપ્રિલે ઈરાક જશે. આ ભારતીયોની માર્યા ગયા હોવાની આશંકા જૂન 2014માં વ્યક્ત કરવામાં આવી હતી. તેની પુષ્ટિ હાલમાં જ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંસદમાં કરી હતી. સુષ્માએ કહ્યું હતું કે, અમે ઈચ્છતા હતા કે દરેક રીતે આપણે સંતુષ્ટ થઈ જઈએ કે આવી કોઈ અનહોની થઈ છે.

   કેવી રીતે ખબર પડી?

   - ઈરાકના મોસુલ શહેરમાંથી ગયા વર્ષે આઈએસઆઈએસનો સફાયો થઈ ગયો હતો. તેનું એલાન થયાના બીજા જ દિવસે વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહ મોસુલ ગયા. તેઓએ ત્યાં ભારતીયોની શોધખોળનો પ્રયાસ કર્યો. ત્યાં કોઈ સફળતા ન મળી.

   - ત્યારબાદ એક શખ્સે વીકે સિંહને જણાવ્યું કે બદૂશ શહેરમાં એક ટીલામાં ઘણી બધી લાશો દફન છે. ત્યારબાદ ભારતના રાજદૂત અને વીકે સિંહએ બદૂશમાં શોધખોળ હાથ ધરી. સિંહ અને તેમના અધિકારી બદૂશના એક ખંડેર જેવા મકાનમાં રોકાયા. તેઓ ત્યાં જમન પર સૂઈ જતા હતા.

   રડારની મદદથી હાથ ધરાયું સર્ચ ઓપરેશન

   - સુષ્મા સ્વરાજે સંસદ અને બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે અમને એવી ખબર પડી કે ટીલામાં કેટલાક મૃતદેહો છે તો અમે ઈરાક સરકાની સાથે મળીને ડીપ પેનિટ્રેશન રડારથી સાચી હકીકત જાણવાનો નિર્ણય કર્યો.

   - જ્યારે તે પુરવાર થઈ ગયું કે તેમાં મૃતદેહો છે તો અમે તેનું ખોદકામ કરાવ્યું. જે શબ મળ્યા તે બધાનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો. 98થી 100 ટકા સુધી સેમ્પલ મેચ થઈ ગયા તો અમે સંસદમાં તેની જાણકારી આપવી યોગ્ય સમજી.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  • મોસુલમાંથી ISISનો સફાયો થયા બાદ 39 ભારતીયોને શોધવા વી.કે. સિંહ ઇરાક ગયા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોસુલમાંથી ISISનો સફાયો થયા બાદ 39 ભારતીયોને શોધવા વી.કે. સિંહ ઇરાક ગયા હતા. (ફાઇલ)

   નવી દિલ્હીઃ મોસુલમાં આઈએસના હાથે માર્યા ગયેલા 39 ભારતીયોના મૃતદેહ લેવા વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ 1 એપ્રિલે ઈરાક જશે. આ ભારતીયોની માર્યા ગયા હોવાની આશંકા જૂન 2014માં વ્યક્ત કરવામાં આવી હતી. તેની પુષ્ટિ હાલમાં જ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંસદમાં કરી હતી. સુષ્માએ કહ્યું હતું કે, અમે ઈચ્છતા હતા કે દરેક રીતે આપણે સંતુષ્ટ થઈ જઈએ કે આવી કોઈ અનહોની થઈ છે.

   કેવી રીતે ખબર પડી?

   - ઈરાકના મોસુલ શહેરમાંથી ગયા વર્ષે આઈએસઆઈએસનો સફાયો થઈ ગયો હતો. તેનું એલાન થયાના બીજા જ દિવસે વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહ મોસુલ ગયા. તેઓએ ત્યાં ભારતીયોની શોધખોળનો પ્રયાસ કર્યો. ત્યાં કોઈ સફળતા ન મળી.

   - ત્યારબાદ એક શખ્સે વીકે સિંહને જણાવ્યું કે બદૂશ શહેરમાં એક ટીલામાં ઘણી બધી લાશો દફન છે. ત્યારબાદ ભારતના રાજદૂત અને વીકે સિંહએ બદૂશમાં શોધખોળ હાથ ધરી. સિંહ અને તેમના અધિકારી બદૂશના એક ખંડેર જેવા મકાનમાં રોકાયા. તેઓ ત્યાં જમન પર સૂઈ જતા હતા.

   રડારની મદદથી હાથ ધરાયું સર્ચ ઓપરેશન

   - સુષ્મા સ્વરાજે સંસદ અને બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે અમને એવી ખબર પડી કે ટીલામાં કેટલાક મૃતદેહો છે તો અમે ઈરાક સરકાની સાથે મળીને ડીપ પેનિટ્રેશન રડારથી સાચી હકીકત જાણવાનો નિર્ણય કર્યો.

   - જ્યારે તે પુરવાર થઈ ગયું કે તેમાં મૃતદેહો છે તો અમે તેનું ખોદકામ કરાવ્યું. જે શબ મળ્યા તે બધાનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો. 98થી 100 ટકા સુધી સેમ્પલ મેચ થઈ ગયા તો અમે સંસદમાં તેની જાણકારી આપવી યોગ્ય સમજી.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: VK Singh will go to Iraq to take back deadbodies of 39 Indians killed in Mosul
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top