રાફેલ ડીલ / વીકે સિંહે HAL પર કટાક્ષ કર્યો- પાયલટના જીવ જાય છે, વિમાનનો ભાગ પડી જાય છે; આ જ ક્ષમતા છે?

Divyabhaskar.com | Updated - Feb 14, 2019, 04:30 PM
vk singh took a jibe on hal called it incompetent and supported rafale deal
X
vk singh took a jibe on hal called it incompetent and supported rafale deal

  • પુણેમાં વીકે સિંહે કહ્યું- રાફેલને લઈને મોદી સરકાર પર આરોપ લગાવનાર HF-24ની નિષ્ફળતા માટે જવાબદાર.

  • કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીએ કહ્યું- HALના પ્રોજેક્ટમાં 3.5 વર્ષ મોડું થાય છે.

પુણેઃ રાફેલ ડીલ પર કોંગ્રેસના આરોપો વચ્ચે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે HALની ગુણવાત પર સવાલ ઉઠાવ્યાં છે. તેઓએ કટાક્ષ કર્યો કે આપણાં બે પાયલટના જીવ જતાં રહ્યાં અને વિમાનના ટુકડા રનવે પર પડી જાય છે, શું આ જ ક્ષમતા છે? 

 

રિપોટર્સના જણાવ્યા મુજબ, પુણેમાં સવાલોનો જવાબ આપતા સિંહે કહ્યું કે- 36 રાફેલ વિમાનોની ખરીદી આપણી વાયુસેનાની તાકાત વધારવા માટે જરૂરી છે. HALની સ્થિતિ જુઓ. આપણાં બે પાયલટના જીવ જતાં રહ્યાં. માફી માંગુ છું, પરંતુ HALમાં ચાલતાં પ્રોજેક્ટમાં સાડા ત્રણ વર્ષ જેટલું મોડું થઈ રહ્યું છે. વિમાનના ટુકડા રનવે પર વિખરાય જાય છે. શું આ જ ગુણવત્તા છે. શું આ જ ક્ષમતા છે? અને બીજી તરફ તમે કહો છો કે HALને રાફેલનું કામ ન મળ્યું.

ફ્રાન્સે HALને ઓફસેટ પાર્ટનર ન પસંદ કરવાનો નિર્ણય કર્યો
1.સિંહે કહ્યું કે, ઓફસેટ પાર્ટનરની પસંદગીનો નિર્ણય ફ્રાન્સનો હતો, ભારત સરકારનો નહી. ઓફસેટ પાર્ટનરનો હેતુ એ જ હતો કે ઈન્ડસ્ટ્રી ભારતમાં પણ ફેલાય. ફ્રાંસીસ  HALથી સંતુષ્ટ ન હતા તો તે તેમનો નિર્ણય હતો.
સિંહનો આરોપ- HF-24નો ડેટા ગાયબ કરી દેવાયો
2.સિંહે પૂર્વવર્તી કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો છે - 60નાં દાયકામાં અમે સ્વદેશી HF-24ની ડીઝાઈન લઈને આવ્યા હતા. ગેસ ટર્બાઈન રિસર્ચ સ્ટેબ્લિશમેન્ટને તેનું એન્જિન બનાવાની જવાબદારી સોંપવામાં આવી, પરંતુ તેઓ ન બનાવી શક્યા. ત્યારબાદ અમારે આ એન્જિન માટે આયાત પર નિર્ભર થવુ પડ્યુ. અમે અમેરિકા પાસે ગયા, તેમની પાસેથી અમને આ એન્જિન મળ્યા જે અમારા પાયલટ્સનાં મોતનું કારણ બન્યા હતા. જો તાત્કાલિક સરકારે જીટીઆરઈને એન્જિન બનાવવાની ક્ષમતા આપી હોત તો આજે આપણી પાસે રાફેલથી વધુ સારી ટેકનોલોજી વાળા સ્વદેશી લડાકૂ વિમાન હોત. આ લોકો સરકાર પર રાફેલ ડીલ અંગે આરોપો લગાવી રહ્યા છે. એવામાં HF-24ની નિષ્ફળતાનો આરોપ તે સમયની સરકારને જ જાય છે. હું આને દેશદ્રોહ કહીશ, કારણ કે કોઈને જાણ કર્યા વિના HF-24ની પુરી માહિતી ગાયબ કરી દેવાઈ છે.
મિરાજ 2000 બેંગલુરુમાં ક્રેશ થયું હતું
3.વીકે સિંહે 1 લી ફેબ્રુઆરીનાં રોજ બેંગલુરુમાં ઘટેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં મિરાજ 2000 ટ્રેનર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત હોવાના કારણે 2 પાયલટે જીવ ગુમાવ્યા હતા. HAL આ વિમાનમાં એક અપગ્રેડેશન કર્યુ હતુ, ત્યાર પછી પાયલટે વિમાનને પરીક્ષણ માટે ઉડાડ્યુ હતુ.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App