38 ભારતીયોના મૃતદેહ લાવવા વીકે સિંહે ઈરાક રવાના, ISISએ કરી હતી હત્યા

આ ભારતીયોની જૂન 2014માં હત્યા કરવામાં આવી હોય તેવી શંકા છે, સુષ્મા સ્વરાજે ગયા મહિને જ સંસદમાં કર્યો હતો ખુલાસો

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 12:34 PM
વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ મોસુલમાં આઈએસના હાથે મૃત્યુ પામેલા 38 ભારતીયોના મૃતદેહ લેવા ઈરાક રવાના થયા
વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ મોસુલમાં આઈએસના હાથે મૃત્યુ પામેલા 38 ભારતીયોના મૃતદેહ લેવા ઈરાક રવાના થયા

વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ મોસુલમાં આઈએસના હાથે મૃત્યુ પામેલા 38 ભારતીયોના મૃતદેહ લેવા ઈરાક રવાના થઈ ગયા છે. કુલ 39ભારતીયોની હત્યા કરવામાં આવી હતી. પરંતુ એક મૃતદેહના ડીએનએ સંપૂર્ણ રીતે મેચ થતાં ન હોવાથી ઈરાકથી તે મૃતદેહ ભારત લાવવાનું ક્લિયરન્સ મળ્યું નથી.

નવી દિલ્હી: વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ મોસુલમાં આઈએસના હાથે મૃત્યુ પામેલા 38 ભારતીયોના મૃતદેહ લેવા ઈરાક રવાના થઈ ગયા છે. કુલ 39ભારતીયોની હત્યા કરવામાં આવી હતી. પરંતુ એક મૃતદેહના ડીએનએ સંપૂર્ણ રીતે મેચ થતાં ન હોવાથી ઈરાકથી તે મૃતદેહ ભારત લાવવાનું ક્લિયરન્સ મળ્યું નથી. આ ભારતીયોની હત્યા જૂન 2014માં થઈ હોવાની શંકા છે પરંતુ તેનો ખુલાસો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગયા મહિને જ સંસદમાં કર્યો હતો. સુષ્માએ કહ્યું હતું કે, અમે સંપૂર્ણ રીતે ચકાસણી કરવા માગતા હતા તેથી આટલો મોડો ખુલાસો કરવામાં આવ્યો છે.

હું ઈરાક જઈ રહ્યો છું- વીકે સિંહ


- વીકે સિંહે કહ્યું કે, મૃત્યુ પામેલા લોકોના અવશેષ લાવવા માટે હું ઈરાક જઈ રહ્યો છું. ત્યાંથી પરત આવ્યા પછી પહેલાં અમૃતસર, પછી કોલકાતા અને પછી પટના જઈને તેમના પરિવારજનોને મૃતકોના અવશેષો આપવામાં આવશે. આ વિશે મૃતકોના પરિવારજનોને માહિતી આપી દેવામાં આવી છે.

કેસ પેન્ડિંગ હોવાથી એક મૃતદેહ નહીં મળી શકે


- સિંહે કહ્યું છે કે, એક વ્યક્તિના મૃતદેહનો કેસ પેન્ડિંગ હોવાથી તે મળી શકશે નહીં. બાકીના પરિવારને સબૂતો સાથે તાબૂતમાં મૃતદેહ સોંપવામાં આવશે જેથી તેમને કોઈ શંકા રહે નહીં.
- હું મૃત્યુ પામેલા લોકા પરિવાર સાથે સહાનુભૂતિ દર્શાવુ છું.

પરિવાર સુધી પહોંચાડવામાં આવશે મૃતદેહો


- એજન્સીના જણાવ્યા પ્રમાણએ વી.કે સિંહે કહ્યું કે, જેટલી જલદી ઈરાકી રાજદૂતથી મંજૂરી મળશે અમે સી-17 પ્લેનથી ઈરાક માટે રવાના થઈશું.
- તેમના જણાવ્યા પ્રમાણે ઈરાકથી મૃતદેહ પરત લાવીને તેમના પરિવારને સોંપી દેવામાં આવશે. તેમને એરપોર્ટ આવવાની જરૂર નથી.
- મૃતદેહોને સન્માન સાથે તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે.
- અમૃતસરથી હિમાચલ પ્રદેશ પહોંચીને 4 મૃતદેહોને તેમના પરિવારને સોંપી દેવામાં આવશે. ત્યારપછી કોલકાતામાં 2 અને બાકીના મૃતદેહોને બિહાર જઈને તેમના પરિવારને સોંપવામાં આવશે.

ઈરાકના મોસુલમાં મારવામાં આવ્યા હતા 39 ભારતીયો


- ઈરાકના મોસુલ શહેરમાં આતંકી સંગઠન ISISએ 39 ભારતીયોને મારી દીધા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ જ મહિને આ વાતને સંસદમાં કહી હતી.
- આ ભારતીયોને જૂન 2014માં માર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ તેનો ખુલાસો હવે થયો છે. સુષ્માએ કહ્યું છે કે, અમે પૂરતી ખાતરી કરવા માગતા હતા તેથી આ માહિતી મોડી આપવામાં આવી છે.

કેવી રીતે ખબર પડી?

- ઈરાકના મોસુલ શહેરમાંથી ગયા વર્ષે આઈએસઆઈએસનો સફાયો થઈ ગયો હતો. તેનું એલાન થયાના બીજા જ દિવસે વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહ મોસુલ ગયા. તેઓએ ત્યાં ભારતીયોની શોધખોળનો પ્રયાસ કર્યો. ત્યાં કોઈ સફળતા ન મળી.
- ત્યારબાદ એક શખ્સે વીકે સિંહને જણાવ્યું કે બદૂશ શહેરમાં એક ટીલામાં ઘણી બધી લાશો દફન છે. ત્યારબાદ ભારતના રાજદૂત અને વીકે સિંહએ બદૂશમાં શોધખોળ હાથ ધરી. સિંહ અને તેમના અધિકારી બદૂશના એક ખંડેર જેવા મકાનમાં રોકાયા. તેઓ ત્યાં જમન પર સૂઈ જતા હતા.

ગયા મહિને જ સંસદમાં સુષ્મા સ્વરાજે કર્યો ખુલાસો
ગયા મહિને જ સંસદમાં સુષ્મા સ્વરાજે કર્યો ખુલાસો
X
વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ મોસુલમાં આઈએસના હાથે મૃત્યુ પામેલા 38 ભારતીયોના મૃતદેહ લેવા ઈરાક રવાના થયાવિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ મોસુલમાં આઈએસના હાથે મૃત્યુ પામેલા 38 ભારતીયોના મૃતદેહ લેવા ઈરાક રવાના થયા
ગયા મહિને જ સંસદમાં સુષ્મા સ્વરાજે કર્યો ખુલાસોગયા મહિને જ સંસદમાં સુષ્મા સ્વરાજે કર્યો ખુલાસો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App