ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» VK Singh commented PAK broke international norms over treatment of Diplomats

    પાકે. ભારતીય ડિપ્લોમેટ્સ સાથે ખરાબ વર્તન કરી આંતર. નિયમો તોડ્યા: સિંહ

    divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 06:32 PM IST

    ભારતીય ડિપ્લોમેટ્સની સાથે ખરાબ વર્તન માટે વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહે સીધી રીતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે
    • વીકે સિંહે કહ્યું કે ભારત હંમેશાં આંતરરાષ્ટ્રીય નિયમોનું સન્માન કરે છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      વીકે સિંહે કહ્યું કે ભારત હંમેશાં આંતરરાષ્ટ્રીય નિયમોનું સન્માન કરે છે. (ફાઇલ)

      નવી દિલ્હીઃ ભારતીય ડિપ્લોમેટ્સની સાથે ખરાબ વર્તન માટે વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહે સીધી રીતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. શનિવારે તેઓએ કહ્યું કે પડોશી દેશ ડિપ્લોમેટ્સ માટે બનેલા ડિપ્લોમેટિક પ્રોટોકોલને તોડી રહ્યા છે. ભારત-પાકે પોતાના ડિપ્લોમેટ્સને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. શુક્રવારે બંને દેશોએ સહમતિથી વિવાદ ઉકેલવાની વાત કહી હતી.

      ડિપ્લોમેટ્સ માટે આંતરરાષ્ટ્રીય નિયમ છે

      - જનરલ વીકે સિંહે કહ્યું કે, રાજદૂતો, ડિપ્લોમેટ્સ, હાઈ કમિશ્નર અને એમ્બેસીમાં આવનારા લોકોની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે, તેના માટે આંતરરાષ્ટ્રીય નિયમ નક્કી છે. દુર્ભાગ્યવશ પાકિસ્તાને આ નિયમો તોડ્યા અને હંમેશાની જેમા તેના માટે અમને જવાબદાર ઠેરવી રહ્યા છે.

      - વિદેશ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નિયમો, સંધિયો અને પ્રોટોકોલનું પાલન કરે, જેથી બંને દેશોની વચ્ચે ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી ન થાય. ભારત હંમેશા નિયમોનું સન્માન કરતું આવ્યું છે અને ક્યારેય તેને તોડ્યા નથી.

      પરસ્પર સહમતિથી ઉકેલાશે વિવાદ

      - શુક્રવારે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું કે આ વિવાદને 1992ની આચારસંહિતા હેઠળ ઉકેલાશે. બીજી તરફ ભારતે પણ શાંતિપૂર્ણ રીતે મામલાનો ઉકેલવાની નિર્ણય કર્યો છે.

      ડિપ્લોમેટ્સનો શું છે વિવાદ?

      - ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ભારત પર પોતાના ડિપ્લોમેટ્સ સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથોસાથ ઈસ્લામાબાદમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશ્નરને સમન્સ પાઠવી જાણકારી મેળવી હતી. ત્યારબાદ પાકિસ્તાને પોતાના હાઈ કમિશ્નર સોહૈલ મહમૂદને પરત બોલાવી લીધા. બાદમાં પાકિસ્તાની મીડિયામાં અનેક પ્રકારના અહેવાલો આવવા લાગ્યા.

      - બીજી તરફ, ભારતીય હાઈ કમિશ્નરે 22 માર્ચે પાકિસ્તાન સરકારને પત્ર લખી ડેપ્યુટી હાઈ કમિશ્નર, નેવી ઓફિસર, સેકેન્ડ સેક્રેટરીની સાથે હેરેસમેન્ટના મામલાની ફરિયાદ કરી હતી.

    • ભારત-પાકે શુક્રવારે રાજકીય વિવાદને પરસ્પરની સંમતિથી ઉકેલવાની વાત કરી. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ભારત-પાકે શુક્રવારે રાજકીય વિવાદને પરસ્પરની સંમતિથી ઉકેલવાની વાત કરી. (ફાઇલ)

      નવી દિલ્હીઃ ભારતીય ડિપ્લોમેટ્સની સાથે ખરાબ વર્તન માટે વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહે સીધી રીતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. શનિવારે તેઓએ કહ્યું કે પડોશી દેશ ડિપ્લોમેટ્સ માટે બનેલા ડિપ્લોમેટિક પ્રોટોકોલને તોડી રહ્યા છે. ભારત-પાકે પોતાના ડિપ્લોમેટ્સને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. શુક્રવારે બંને દેશોએ સહમતિથી વિવાદ ઉકેલવાની વાત કહી હતી.

      ડિપ્લોમેટ્સ માટે આંતરરાષ્ટ્રીય નિયમ છે

      - જનરલ વીકે સિંહે કહ્યું કે, રાજદૂતો, ડિપ્લોમેટ્સ, હાઈ કમિશ્નર અને એમ્બેસીમાં આવનારા લોકોની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે, તેના માટે આંતરરાષ્ટ્રીય નિયમ નક્કી છે. દુર્ભાગ્યવશ પાકિસ્તાને આ નિયમો તોડ્યા અને હંમેશાની જેમા તેના માટે અમને જવાબદાર ઠેરવી રહ્યા છે.

      - વિદેશ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નિયમો, સંધિયો અને પ્રોટોકોલનું પાલન કરે, જેથી બંને દેશોની વચ્ચે ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી ન થાય. ભારત હંમેશા નિયમોનું સન્માન કરતું આવ્યું છે અને ક્યારેય તેને તોડ્યા નથી.

      પરસ્પર સહમતિથી ઉકેલાશે વિવાદ

      - શુક્રવારે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું કે આ વિવાદને 1992ની આચારસંહિતા હેઠળ ઉકેલાશે. બીજી તરફ ભારતે પણ શાંતિપૂર્ણ રીતે મામલાનો ઉકેલવાની નિર્ણય કર્યો છે.

      ડિપ્લોમેટ્સનો શું છે વિવાદ?

      - ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ભારત પર પોતાના ડિપ્લોમેટ્સ સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથોસાથ ઈસ્લામાબાદમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશ્નરને સમન્સ પાઠવી જાણકારી મેળવી હતી. ત્યારબાદ પાકિસ્તાને પોતાના હાઈ કમિશ્નર સોહૈલ મહમૂદને પરત બોલાવી લીધા. બાદમાં પાકિસ્તાની મીડિયામાં અનેક પ્રકારના અહેવાલો આવવા લાગ્યા.

      - બીજી તરફ, ભારતીય હાઈ કમિશ્નરે 22 માર્ચે પાકિસ્તાન સરકારને પત્ર લખી ડેપ્યુટી હાઈ કમિશ્નર, નેવી ઓફિસર, સેકેન્ડ સેક્રેટરીની સાથે હેરેસમેન્ટના મામલાની ફરિયાદ કરી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: VK Singh commented PAK broke international norms over treatment of Diplomats
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top