ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Virendra Sehwag send cheque to Kerala tribal lady whose son was killed

  સહેવાગે આદિવાસી મહિલાને મોકલ્યો દોઢ લાખનો ચેક, દીકરાની થઇ'તી હત્યા

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 11:30 AM IST

  ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ કેરળની આદિવાસી મહિલાની મદદ માટે આગળ આવ્યા છે
  • સહેવાગ તરફથી ગરીબ પરિવારને 1.5 લાખ રૂપિયાની મદદ મોકલવામાં આવી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સહેવાગ તરફથી ગરીબ પરિવારને 1.5 લાખ રૂપિયાની મદદ મોકલવામાં આવી છે. (ફાઇલ)

   નવી દિલ્હી: ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ કેરળની આદિવાસી મહિલાની મદદ માટે આગળ આવ્યા છે. તેમણે દોઢ લાખ રૂપિયાનો ચેક એક સમાજ સેવીને મોકલ્યો છે, જેને ટુંક સમયમાં જરૂરિયાતમંદ પરિવારને પહોંચાડવામાં આશે. વૃદ્ધ મહિલાના દીકરા મધુને કેરળમાં આશરે બે મહિના પહેલા કેટલાક લોકોએ મારી-મારીને તેનો જીવ લીધો હતો. તેના પર એક દુકાનમાંથી ચોખા અને કેટલોક સામાન ચોરી કરવાનો આરોપ હતો. મધુના મોત પછી પરિવારની આર્થિક હાલત વધુ ખરાબ થઇ ગઇ.

   11 એપ્રિલ સુધીમાં મહિલા સુધી પહોંચશે ચેક

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, સમાજસેવી રાહુલ ઈશ્વરે મંગળવારે જણાવ્યું કે સહેવાગ તરફથી ગરીબ પરિવારને 1.5 લાખ રૂપિયાની મદદ મોકલવામાં આવી છે, જે 11 એપ્રિલ સુધીમાં તેઓ તેમના સુધી પહોંચાડશે.

   - ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે ફેસબુક પર લખ્યું હતું, "સભ્ય સમાજમાં આવી ઘટનાઓ માટે કોઇ સ્થાન નથી. દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું."

   મારપીટ વખતે સેલ્ફી લઇ રહ્યા હતા લોકો

   - 22 ફેબ્રુઆરીના રોજ પલક્કડ જિલ્લામાં આદિવાસી મધુની હત્યા કરવામાં આવી હતી. ચોરીના આરોપમાં પકડીને કેટલક લોકો તેને જંગલ લઇ ગયા અને હાથ-પગ બાંધીને તેને ખૂબ ખરાબ રીતે મારવામાં આવ્યો.

   - ત્યારબાદ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો, જેમાં લોકો ઘટના સમયે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. પોલીસે અધમૂઇ હાલતમાં મધુને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.

   મધુ મોટાભાગે જંગલમાં જ રહેતો હતો

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મધુની માનસિક સ્થિતિ ઠીક ન હતી. તે મોટાભાગનો સમય જંગલમાં વીતાવતો હતો અને ક્યારેક શહેરમાં આવતો હતો.

   - વીડિયોમાં મધુની હાલત જોઇને લાગ્યું કે તે ઘણા દિવસથી ભૂખ્યો હતો. કદાચ એટલે જ તે શહેર તરફ આવ્યો અને ખાવાનો સામાન ઉઠાવી લીધો.

  • વૃદ્ધ મહિલાના દીકરા મધુને કેરળમાં આશરે બે મહિના પહેલા કેટલાક લોકોએ મારી-મારીને તેનો જીવ લીધો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વૃદ્ધ મહિલાના દીકરા મધુને કેરળમાં આશરે બે મહિના પહેલા કેટલાક લોકોએ મારી-મારીને તેનો જીવ લીધો હતો.

   નવી દિલ્હી: ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ કેરળની આદિવાસી મહિલાની મદદ માટે આગળ આવ્યા છે. તેમણે દોઢ લાખ રૂપિયાનો ચેક એક સમાજ સેવીને મોકલ્યો છે, જેને ટુંક સમયમાં જરૂરિયાતમંદ પરિવારને પહોંચાડવામાં આશે. વૃદ્ધ મહિલાના દીકરા મધુને કેરળમાં આશરે બે મહિના પહેલા કેટલાક લોકોએ મારી-મારીને તેનો જીવ લીધો હતો. તેના પર એક દુકાનમાંથી ચોખા અને કેટલોક સામાન ચોરી કરવાનો આરોપ હતો. મધુના મોત પછી પરિવારની આર્થિક હાલત વધુ ખરાબ થઇ ગઇ.

   11 એપ્રિલ સુધીમાં મહિલા સુધી પહોંચશે ચેક

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, સમાજસેવી રાહુલ ઈશ્વરે મંગળવારે જણાવ્યું કે સહેવાગ તરફથી ગરીબ પરિવારને 1.5 લાખ રૂપિયાની મદદ મોકલવામાં આવી છે, જે 11 એપ્રિલ સુધીમાં તેઓ તેમના સુધી પહોંચાડશે.

   - ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે ફેસબુક પર લખ્યું હતું, "સભ્ય સમાજમાં આવી ઘટનાઓ માટે કોઇ સ્થાન નથી. દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું."

   મારપીટ વખતે સેલ્ફી લઇ રહ્યા હતા લોકો

   - 22 ફેબ્રુઆરીના રોજ પલક્કડ જિલ્લામાં આદિવાસી મધુની હત્યા કરવામાં આવી હતી. ચોરીના આરોપમાં પકડીને કેટલક લોકો તેને જંગલ લઇ ગયા અને હાથ-પગ બાંધીને તેને ખૂબ ખરાબ રીતે મારવામાં આવ્યો.

   - ત્યારબાદ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો, જેમાં લોકો ઘટના સમયે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. પોલીસે અધમૂઇ હાલતમાં મધુને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.

   મધુ મોટાભાગે જંગલમાં જ રહેતો હતો

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મધુની માનસિક સ્થિતિ ઠીક ન હતી. તે મોટાભાગનો સમય જંગલમાં વીતાવતો હતો અને ક્યારેક શહેરમાં આવતો હતો.

   - વીડિયોમાં મધુની હાલત જોઇને લાગ્યું કે તે ઘણા દિવસથી ભૂખ્યો હતો. કદાચ એટલે જ તે શહેર તરફ આવ્યો અને ખાવાનો સામાન ઉઠાવી લીધો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Virendra Sehwag send cheque to Kerala tribal lady whose son was killed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top