Home » National News » Latest News » National » Virat Kohli, Kapil Dev and Madhur Bhandarkar criticize tweet by Shahid Afrifi

J&K મુદ્દે આફ્રિદીને સચિનનો જવાબઃ બહારનું ન કહે કે અમારે શું કરવાનું

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 10:06 AM

કોહલીએ આફ્રિદીને આપેલા જવાબમાં કહ્યું મારી રૂચિ હંમેશા દેશ હિતમાં છે. જો કોઇ તેનો વિરોધ કરે તો હું તેનું સમર્થન નહિ કરું

 • Virat Kohli, Kapil Dev and Madhur Bhandarkar criticize tweet by Shahid Afrifi
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  આફ્રિદીના ટ્વિટની સામે સચિન પહેલાં અનેક ભારતીય ક્રિકેટર પણ પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. (ફાઇલ)

  મુંબઈઃ સચિન તેંડુલકરે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના 3 એપ્રિલે કાશ્મીર પર કરેલા ટ્વિટનો બુધવારે જવાબ આપ્યો. તેઓએ કહ્યું કે દેશ ચલાવવા માટે અમારી પાસે કાબેલ લોકો છે. કોઈ બહારની વ્યક્તિને તેના વિશે કે જાણવાની જરૂર નથી કે અમારે શું કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલે કાશ્મીરમાં સુરક્ષા દળોએ 12 આતંકીઓને ઠાર માર્યા હતા. તેની પર આફ્રિદીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે કાશ્મીરમાં નિર્દોષ લોકો માર્યા જાય છે. આ ટ્વિટ પર તે અનેક ભારતીય ક્રિકેટરના નિશાના પર આવી ચૂક્યો છે.

  કાશ્મીર અંગે આફ્રિદીની ટવીટ પર કોહલી, કપિલ અને ગંભીરની ફિટકાર

  - પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓને નિર્દોષ ગણાવવાના નિવેદનનો કોહલીએ જવાબ આપ્યો.

  - વિરાટ કોહલીએ આજે કહ્યું કે, એક ભારતીય હોવાના નાતે દેશ માટે જે પણ સારું હોય છે, તે અમે કરીએ છીએ. જો કેટલાંક દેશની વિરૂદ્ધ થાય છે તો હું તેનું સમર્થન નહીં કરું.

  - જ્યારે કપિલ દેવે કહ્યું, 'આફ્રિદી કોણ છે? આપણે આવા લોકોને મહત્વ ના આપવું જોઇએ.'

  - ઉલ્લેખનીય છે કે, રવિવારે સેનાએ કાશ્મીરમાં 13 આતંકવાદીઓને માર્યા હતા. આફ્રિદીએ મંગળવારે ટવીટ કરીને આ આતંકીને નિર્દોષ અને આઝાદીની માંગણી કરતા યુવક ગણાવ્યા હતા.

  મને દેશહિતમાં રસ - કોહલી


  - કોહલીએ આફ્રિદીને આપેલા જવાબમાં કહ્યું, એક ભારતીય હોવાના નાતે અમે દેશ માટે જે યોગ્ય હોય છે તે જ કહીએ છીએ. મારી રૂચિ હંમેશા દેશ હિતમાં છે. જો કોઇ તેનો વિરોધ કરે છે, તો હું તેનું સમર્થન ક્યારેય નહીં કરું.
  - તેમણે કહ્યું કે, કોઇ પણ મુદ્દે બોલવું એ કોઇનો વ્યક્તિગત મત છે. જ્યાં સુધી મને કોઇ મામલાની જાણકારી ના હોય તો હું તેના પર મત વ્યક્ત નથી કરતો. પરંતુ દેશની સાથે ઊભા રહેવું મારી પ્રાથમિકતા છે.

  કાશ્મીર મુદ્દે યુએનની દખલ કેમ નહીં? - આફ્રિદી


  - આફ્રિદીએ મંગળવારે ટવીટ કરીને કહ્યું હતું કે, `કાશ્મીરમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. આત્મનિર્ણય અને આઝાદીના અવાજને દબાવવા માટે નિર્દોષોને મારી નંખાય છે. આશ્ચર્ય છે કે તેને રોકવા માટે યુએન અને અન્ય સંગઠન કોઇ પગલા લઇ રહ્યાન નથી.'

  કપિલ દેવે આપ્યો જવાબ

  પૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, `તે કોણ છે? આપણે તેને કેમ મહત્ત્વ આપી રહ્યા છીએ? આપણે એવા લોકોને મહત્ત્વ નહિ આપવું જોઇએ.'

  કાશ્મીરમાં હત્યાઓ અટકવી જોઇએ- અબ્દુલ્લા


  - જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, `કાશ્મીરમાં થઇ રહેલી હત્યાઓનો બધા લોકો વિરોધ કરી રહ્યા છે. દરેક દેશ તેની નિંદા કરી રહ્યો છે. તેને રોકવી જોઇએ.'


  આફ્રિદીનું નિવેદન બેહૂદું- મધુર ભંડારકર


  - ફિલ્મ મેકર મધુર ભંડારકરે આફ્રિદીના નિવેદનને બેહૂદું બતાવ્યું છે. તેમણે કહ્યું કે, `દરેકને ખબર છે કે કાશ્મીરમાં કેવા પ્રકારનું પ્રોક્સી વોર ચાલી રહ્યું છે. ભારતીય સેના પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહી છે.'

  આફ્રિદીની ડિક્શનરીમાં UNનો અર્થ અન્ડર નાઇન્ટિન- ગંભીર

  ભારતના પૂર્વ ઓપનર ગંભીરે મંગળવારે ટવીટ કરીને લખ્યું હતું કે, `આફ્રિદી પર શું કહું, આફ્રિદી યુએનની તરફ જૂએ છે જ્યારે કે તેની ડિક્શનરીમાં યુએનનો અર્થ છે અન્ડર-19, જે તેને એજ બ્રેકેટ પણ છે. મીડિયાએ આફ્રિદીને ગંભીરતાથી લેવાની જરૂર નથી. તે નો બોલ પર વિકેટ મળવાની ખુશી મનાવી રહ્યો છે.'


  સેનાએ માર્યા હતા 13 આતંકવાદીઓ


  - ઉલ્લેખનીય છે કે સેનાએ રવિવારે કાશ્મીરના શોપિયાં અને અનંતનાગમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ અથડામણમાં 13 ત્રાસવાદીઓને પાડી દીધા હતા.
  - સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, શોપિયાં અને અનંતનાગમાં અનેક આતંકીઓ અમરનાથ યાત્રા, સુરક્ષાબળો અને રાજનેતાઓ પર હુમલાનું કાવતરું કરવાની બેઠક કરવા આવ્યા હતા. સેનાઓ શનિવારે રાત્રે આશરે 1 વાગ્યે ઓપરેશન શરૂ કર્યું હતું.
  - આ આતંકવાદીઓને મારી નંખાયા તે પછીથી સમગ્ર ખીણમાં પરિસ્થિતિ નાજુક બની છે. અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ થઇ રહ્યા છે. દેખાવકારોએ સેના પર પથ્થરમારો પણ કર્યો છે.

  સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • Virat Kohli, Kapil Dev and Madhur Bhandarkar criticize tweet by Shahid Afrifi
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કાશ્મીર પર આફ્રિદીના નિવેદન પર કોહલીએ કહ્યું- દેશ વિરોધી કોઇ વાતને સમર્થન નહિ આપું
 • Virat Kohli, Kapil Dev and Madhur Bhandarkar criticize tweet by Shahid Afrifi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અબ્દુલ્લાએ કહ્યું, કાશ્મીરમાં થઇ રહેલી હત્યાઓનો બધા વિરોધ કરી રહ્યા છે. ફાઇલ ફોટો
 • Virat Kohli, Kapil Dev and Madhur Bhandarkar criticize tweet by Shahid Afrifi
  આફ્રિદીએ મંગળવારે ટવીટ કરીને આ આતંકીને નિર્દોષ અને આઝાદીની માંગણી કરતા યુવક ગણાવ્યા હતા. ફાઇલ ફોટો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ