Divya Bhaskar

Home » National News » Latest News » National » વિરાટ કોહલીએ સ્વીકારી ફિટનેસ ચેલેન્જ| Virat Kohli Complete Minister Rajyavardhan Rathore Fitness Challenges

મોદીએ સ્વીકારી કોહલીની ફિટનેસ ચેલેન્જ, કહ્યું- 'વીડિયો શેર કરીશ'

Divyabhaskar.com | Updated - May 24, 2018, 10:44 AM

કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ ફિટનેસ પ્રતિ લોકોની જાગ્રતતા વધારવા માટે ટ્વિટર પર અભિયાન ચલાવી રહ્યા છે

  • વિરાટ કોહલીએ સ્વીકારી ફિટનેસ ચેલેન્જ| Virat Kohli Complete Minister Rajyavardhan Rathore Fitness Challenges
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ફાઈલ ફોટો

    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીએ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની 'ફિટનેસ ચેલેન્જ' સ્વીકારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ કેપ્ટન ધોની અને તેની પત્ની અનુષ્કા શર્માને ટેગ કરીને તેમને આ ચેલેન્જ સ્વીકારવાનો પડકાર આપ્યો હતો. આજે વહેલી સવારે મોદીએ ટ્વિટ કરીને વિરાટ કોહલીની ચેલેન્જનો સ્વીકાર કરીને કહ્યું છે કે, તે ટૂંક સમયમાં જ તેમનો ફિટનેસનો વીડિયો શેર કરશે.

    મોદીએ કહ્યું- પડકાર મંજૂર છે


    - નરેન્દ્ર મોદીએ વિરાટનો પડકાર મંજૂર કરતા એક ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં પીએમએ લખ્યું છે કે, વિરાટ મને ચેલેન્જ મંજૂર છે. હું જલ્દી જ મારો ફિટનેસ વીડિયો શેર કરીશ.

    રાજ્યવર્ધને ઓફિસમાં કર્યા હતા પુશઅપ્સ


    - કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડે ફિટનેસ પ્રતિ લોકોને જાગ્રત કરવા માટે ટ્વિટર પર એક અભિયાન ચલાવ્યું છે. તેમણે 22મેના રોજ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેઓ તેમની ઓફિસમાં પુશઅપ્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો સાથે તેમણે વિરાટ, સાઈના નહેવાલ અને રિહ્રિત રોશનને ચેલેન્જર કરી હતી.

    શું છે આ અભિયાનનો હેતુ


    - રાઠોડે 'આપણે ફિટ તો ઈન્ડિયા ફિટ' હેશટેગ સાથે આ ફિટનેસ ચેલેન્જ શરૂ કરી છે. તે માટે તેમણે સિનેમા અને રમત જગતની સેલિબ્રિટિને આ અભિયાન ચલાવવાની અપીલ કરી છે.
    - રાઠોડ એથેંસ ઓલિંપિક 2004ના રજત પદકના વિદેતા રહેલા છે અને સેનામાં પણ કર્નલ હતા.
    - રાઠોડના અભિયાનને લોકોએ ટ્વિટર પર ઘણું આવકાર્યું છે અને તેમના વીડિયો અને ફોટો પણ શેર કર્યા છે.
    - એપ્રિલમાં મન કી બાતમાં મોદીએ અક્ષય કુમારની વાત કરીને લોકોને ફિટ રહેવાની અપીલ કરી હતી.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંંબંધિત તસવીરો

  • વિરાટ કોહલીએ મોદી-ધોની અને અનુષ્કાને આપી ફિટનેસ ચેલેન્જ
  • વિરાટ કોહલીએ સ્વીકારી ફિટનેસ ચેલેન્જ| Virat Kohli Complete Minister Rajyavardhan Rathore Fitness Challenges
    મોદીએ સ્વીકારી કોહલીની ફિટનેસ ચેલેન્જ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending