નવી દિલ્હી/આસામઃ સોશિયલ મીડિયા પર એક મહિલા આર્મી ઓફિસર કુમુદ ડોગરા અને તેમની 5 દિવસની દીકરીની ઇમોશનલ કરનારી તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં કુમુદ યુનિફોર્મમાં છે. તેમના હાથમાં માત્ર 5 દિવસની બાળકી છે. મૂળે, આ તસવીર કોઈ ઇવેન્ટની નથી પરંતુ કુમુદ પોતાના પતિના અંતિમ સંસ્કારમાં પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આસામના માજુલી ટાપુમાં ઈન્ડિયન આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જેમાં તેમના પતિ દુષ્યંત વત્સનું મોત થયું હતું.
બે પાયલટ મોતને ભેટ્યા હતા
- 15 ફેબ્રુઆરીના રોજ આસામના માજુલી ટાપુમાં ઈન્ડિયન આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટનું મોત થયું હતું. જેમાં વિંગ કમાંડર જયપાલ જેમ્સ અને વિંગ કમાંડર દુષ્યંત વત્સ સામેલ છે. જેમાં દુષ્યંત વત્સ મેજર કુમુદ ડોગરાના પતિ હતા.
- મળતી જાણકારી મુજબ, હેલિકોપ્ટરે આસામના જોરહટ્ટથી ટેકઓફ કર્યું હતું. તેને સામાન લઈને અરુણાચલ પ્રદેશ પહોંચવાનું હતું. તે પહેલા જ માજુલી ટાપુમાં તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
- અંતિમ સંસ્કારની આ તસવીર ફેસબુકના એક પેજ પર શેર કરવામાં આવી. ત્યારબાદ આ ઇમોશનલ કરનારી તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ. યૂઝર્સ આ ફોટોને પોતાના વોલ પર શેર કરી રહ્યા છે. સાથોસાથ અનેક પ્રકારની કોમેન્ટ્સ અને ઇમોશનલ કરનારી પોસ્ટ લખવામાં આવી રહી છે.
આગળની સ્લાઇડમાં વાંચો, યૂઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ્સ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.