ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Rs. 600 cr. Superyacht Of Liquor Baron Vijay Mallya Was Seized In Malta

  માલ્યાની રૂ. 600 કરોડની લકઝુરિયસ યાટ જપ્ત, ક્રૂ મેમ્બર્સનો નહતો ચૂકવ્યો પગાર

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 11:01 AM IST

  માલ્યા પર ભારતીય બેન્કોનું 9,000 કરોડથી વધારે દેવું છે, ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે
  • માલ્યાની રૂ. 600 કરોડની લકઝુરિયસ યાટ જપ્ત
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   માલ્યાની રૂ. 600 કરોડની લકઝુરિયસ યાટ જપ્ત

   લંડન: વિજય માલ્યાની 93 મીલિયન ડોલરની (અંદાજે રૂ. 603 કરોડ)ની સુપરયાટને માલ્ટમાં જપ્ત કરી લેવામાં આવી છે. તેનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે, તેમણે ક્રૂ મેમ્બર્સની અંદાજે રૂ. 6.5 કરોડની સેલરી ચૂકવી નથી. માલ્યા પર ભારતીય બેન્કોનું રૂ. 9 હજાર કરોડનું દેવું છે. માલ્યા માર્ચ 2016થી ભારત છોડી દીધું છે. હાલ તે લંડનમાં છે. ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે.

   યાટ પર 40 ક્રૂ મેમ્બર્સ હતા

   - ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, યાટ પર 40 ક્રૂ મેમ્બર્સ હતા. જેમાં ઘણાં ભારતીય, બ્રિટન અને પૂર્વ યુરોપીય દેશના લોકો હતા. આ લોકોને ગયા સપ્ટેમ્બર મહિનાથી વેતન આપવામાં આવ્યું નથી.
   - 95 મીટર લાંબી માલ્યાની આ યાટનું નામ ઈન્ડિયન એમ્પ્રેસ છે. હાલ યાર્ટને માલ્ટા પોર્ટ છોડવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે.
   - મેરીટાઈમ યૂનિયન નોટિકલ ઈન્ટરનેશનલના સ્ટ્રેટજિક ઓર્ગેનાઈઝર ડૈની મેકગોવને કહ્યું છે કે, અમારા સભ્યોએ જહાજપર અમારા માલિકને માસિક વેતન ચૂકવવા માટેની ઘણી તક આપી છે. અમે આ સમયમાં ખૂબ વફાદારી અને ધીરજ દર્શાવી છે.
   - અમે યાટની ઈંશ્યોર્ડ કંપનીના નિયમ અંતર્ગત 6 લાખ 15 હજાર ડોલર તો લઈ લીધા છે. પરંતુ હજુ એક મોટી રકમ ચૂકવવાની બાકી છે
   - જોકે માલ્યા તરફથી આ વિશે કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી.

   દગાખોરીમાં સામેલ નથી માલ્યા: વકીલ

   - ડિસેમ્બરમાં માલ્યાના એક્સ્ટ્રાડીશન કેસની સુનાવણી દરમિયાન માલ્યાના વકીલે કહ્યું હતું કે, ભારત સરકારે એવો કોઈ પુરાવો નથી આવ્યો જેનાથી સાબીત થઈ શકે કે માલ્યા કોઈ પણ દગાખોરીમા સામેલ છે.
   - લંડનના વેસ્ટમિંસ્ટર મજિસ્ટ્રેટ કોર્ટમાં ભારતનો પક્ષ મુકનાર બ્રિટનના ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસે (સીપીએસ) કહ્યું હતું કે, સરકારના જણાવ્યા પ્રમાણે, માલ્યાએ લોન લેવા માટે દગાખોરી કરી હતી. માલ્યાના વકીલોએ ભારતના દાવા પર સીપીએસ તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવાને પાયાવિહોણા ગણાવ્યા છે.

   અત્યાર સુધી બે વખત અરેસ્ટ થઈ ચૂક્યા છે માલ્યા

   - પહેલીવાર: લંડન એડ્મિનિસ્ટ્રેશને માલ્યાને રેડ કોર્નર નોટિસના આધાર પર પહેલીવાર 18 એપ્રિલે ધરપકડ કરી હતી. પરંતુ ત્યારે માલ્યાને 3 કલાકમાં જ જામીન મળી ગયા હતા.
   - બીજી વાર: ફરી 3 ઓક્ટોબરે મની લોન્ડરિંગ કેસમાં માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે પણ માલ્યાને અડધો કલાકમાં જ જામીન મળી ગયા હતા.
   - નોંધનીય છે કે, 8 ફેબ્રુઆરી 2017 બ્રિટનના એક્સ્ટ્રાડીશનને રિક્વેસ્ટ કરી હતી. ત્યારપછી માર્ચમાં બ્રિટિશ પીએમ થેરેસા સાથે લંડનમાં અરુણ જેટલીએ પ્રોટોકોલ તોડીને મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં માલ્યાને ભારતને સોંપવાની ચર્ચા કરવામાં આવી હતી.
   - ગયા વર્ષે માર્ચમાં યુકેએ ભારતને જણાવ્યું હતું કે, તેમની રિક્વેસ્ટને ફોરેન મિનિસ્ટ્રીએ સર્ટિફાઈડ કરી દીધી છે.

  • ભારતે વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યો છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતે વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યો છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rs. 600 cr. Superyacht Of Liquor Baron Vijay Mallya Was Seized In Malta
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `