જ્યારે હેરાન કરનાર વિરૂદ્ધ સ્કૂલે કાર્યવાહી ન કરી, અંતે 7મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ પસંદ કર્યો આ માર્ગ

એક પ્રાઈવેટ સ્કૂલના 7માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની આત્મહત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 09:30 AM
વિદ્યાર્થિની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેની તબિયત બગડી
વિદ્યાર્થિની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેની તબિયત બગડી

એક પ્રાઈવેટ સ્કૂલના 7માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની આત્મહત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વિદ્યાર્થિની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેની તબિયત બગડી ગઈ હતી.

વારાણસીઃ એક પ્રાઈવેટ સ્કૂલના 7માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની આત્મહત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વિદ્યાર્થિની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેની તબિયત બગડી ગઈ હતી. જ્યારે પરિવારે તેને નજીકના એક હોસ્પિટલમાં લઈ ગયા તો સારવાર દરમિયાન જ તેનું મોત થઈ ગયું હતું.

14 વર્ષની વિદ્યાર્થિનીએ ખાયું ઝેર

રોહનિયાના પનેરા ગામની રહેવાસી 14 વર્ષની શ્રેયા કેવીએન પબ્લિક સ્કૂલમાં ધોરણમાં 7ની સ્ટૂડન્ટ છે. પરિવારે જણાવ્યું કે શુક્રવારે સ્કૂલના એક કાર્યક્રમ હતો, જે બાદ જ્યારે શ્રેયા ઘરે પરત ફરી તો તેની તબિયત બગડી ગઈ હતી.

ઈલાજ દરમિયાન મોત

શ્રેયાની સ્થિતિ બગડતાં તેનો પરિવાર શ્રેયાને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કલાકો સુધી સારવાર બાદ રાત્રે 10 વાગ્યે શ્રેયાનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ કોઈ ઝેરીલો પદાર્થ ખાવાથી વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું.

તપાસ કરી રહી છે પોલીસ

ઘટનાસ્થળે પહોંચ્લી પોલીસે મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું હતું. જે બાદ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.

11મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી કરતો હતો હેરાન

પરિવારે આરોપ લગાવ્યો કે શ્રેયાની સ્કૂલમાં ભણતો 11માં ધોરણનો વિદ્યાર્થી, કે જે મિર્ઝાપુરના બંધવાનો રહેવાસી છે તે વારંવારે દીકરીને પરેશાન કરતો હતો.

સ્કૂલ તરફી કોઈજ એકશન ન નહીં

પરિવારે જણાવ્યું કે યુવકની હરકતથી પરેશાન થઈને 7 માસ પહેલાં જ અમે સ્કૂલ પ્રશાસનને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે બાદ યુવક નિર્ભય બની ગયો અને વારંવાર શ્રેયાને પરેશાન કરતો હતો.

પરિવાર તરફથી નથી મળી લેખિતમાં ફરિયાદ


રોહાનિયા પોલીસ સ્ટેશનના SO પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે, "ડેડ બોડીને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. અત્યારસુધી પરિવાર તરફથી માત્ર મૌખિક આરોપ લગાવવામાં આવ્યાં છે, લેખિત રૂપથી કોઈ જ ફરિયાદ મળી નથી. હવે જો લેખિતમાં ફરિયાદ આવશે તો આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે."

પરિવારે આરોપ લગાવ્યો કે શ્રેયાની સ્કૂલમાં ભણતો 11માં ધોરણનો વિદ્યાર્થી, કે જે મિર્ઝાપુરના બંધવાનો રહેવાસી છે તે વારંવારે દીકરીને પરેશાન કરતો હતો (ફાઈલ)
પરિવારે આરોપ લગાવ્યો કે શ્રેયાની સ્કૂલમાં ભણતો 11માં ધોરણનો વિદ્યાર્થી, કે જે મિર્ઝાપુરના બંધવાનો રહેવાસી છે તે વારંવારે દીકરીને પરેશાન કરતો હતો (ફાઈલ)
X
વિદ્યાર્થિની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેની તબિયત બગડીવિદ્યાર્થિની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેની તબિયત બગડી
પરિવારે આરોપ લગાવ્યો કે શ્રેયાની સ્કૂલમાં ભણતો 11માં ધોરણનો વિદ્યાર્થી, કે જે મિર્ઝાપુરના બંધવાનો રહેવાસી છે તે વારંવારે દીકરીને પરેશાન કરતો હતો (ફાઈલ)પરિવારે આરોપ લગાવ્યો કે શ્રેયાની સ્કૂલમાં ભણતો 11માં ધોરણનો વિદ્યાર્થી, કે જે મિર્ઝાપુરના બંધવાનો રહેવાસી છે તે વારંવારે દીકરીને પરેશાન કરતો હતો (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App