ટ્વિટર વોર / શશિ થરુરે વેલેન્ટાઈન-ડે પર પ્રેમી પંખીડાને સલાહ આપી, તો નકવી બોલ્યા- 'આ ભાઈ તો લવ ગુરુ છે'

shashi tharoor advice to love birds on valentine day, naqvi said he is love guru

  • વેલેન્ટાઈન દિવસે શશિ થરુરે ટ્વિટ કરીને પ્રેમી પંખીડાઓને સલાહ આપી
  • મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વિટ કરીને કહ્યું- શશિ થરુર ભાઈ તો લવ ગુરુ છે

divyabhaskar.com

Feb 14, 2019, 12:53 PM IST

નવી દિલ્હી: આજે સમગ્ર દુનિયા વેલેન્ટાઈન દિવસ ઉજવી રહી છે. આ દરમિયાન ઘણી જગ્યાએ પ્રેમી પંખીડાઓ પણ જોવા મળશે જેમને બજરંગ દળ દ્વારા ધમકી આપવામાં આવી છે. બજરંગ દળની આ ધમકીને આધારે કોંગ્રેસના સીનિયર નેતા શશિ થરુરે સંઘ પર આકરા પ્રહાર કરીને વેલેન્ટાઈન-ડેને કામદેવ દિવસ ગણાવ્યો છે.

કોંગ્રેસ નેતા શશિ થરુરે વેલેન્ટાઈન-ડે પર પ્રેમી પંખીડાઓને સલાહ આપતી એક ટ્વિટ કરી છે. થરુરે ટ્વિટ કર્યું છે કે, હેપ્પી વેલેન્ટાઈન-ડે. જો સંઘ પરિવારનું કોઈ ટોળું તમને તમારા મિત્ર સાથે બહાર હોવાથી ધમકી આપે છે તો તેમને કહેજો કે, તમે કામદેવની પ્રાચીન ભારતીય પરંપરા સેલિબ્રેટ કરી રહ્યાં છો. આ ટ્વિટ સાથે તેમણે એક તસવીર પણ શેર કરી છે.

થરુર તો લવ ગુરુ છે- નકવી: થરુરના આ નિવેદનના જવાબમાં મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વિટ કરીને વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, શશિ થરુર ભાઈ તો લવ ગુરુ છે. જો કોઈ વેલેન્ટાઈન-ડેનો વિરોધ કરશ તો લવ ગુરુ તો તેનો વિરોધ કરશે જ ને. નોંધનીય છે કે, ઘણાં સંગઠનો વેલેન્ટાઈન-ડે સેલિબ્રેશનનો વિરોધ કરતાં હોય છે.

બજરંગ દળે આપી છે ધમકી: નોંધનીય છે કે, બજરંગ દળનું કહેવું છે કે, તેઓ વેલેન્ટાઈન-ડે મનાવનારનો વીડિયો બનાવશે. તે ઉપરાંત તેઓ છોકરીઓની પાછળ પાછળ જનાર અને છોકરીઓની છેડતી કરનાર લોકોનો પણ વીડિયો બનાવશે. મંગળવારે બજરંગ દળના દેહરાદૂન સમન્વયક વિકાસ વર્મા તરફથી આ પ્રકારની ચેતવણી આપવામાં આવી છે.

વર્માએ જણાવ્યું છે કે, બજરંગ દળના 250 કાર્યકર્તાઓ વેલેન્ટાઈન ડેમાં સમગ્ર શહેરમાં હાજર રહેશે. આ દિવસે તેઓ એ લોકોના વીડિયો બનાવશે જેઓ અશ્લીલ હરકતો કરતાં દેખાશે. આ વીડિયો પોલીસને આપવામાં આવશે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

X
shashi tharoor advice to love birds on valentine day, naqvi said he is love guru
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી