Home » National News » Latest News » National » V K Singh come back India from Iraq with remains of 38 Indians killed at Mosul

ઇરાકથી 38 ભારતીયોના અવશેષો લઇને અમૃતસર પહોંચ્યા વીકે સિંહ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:26 PM

ઇરાકના મોસુલમાં બંદી બનાવીને મારી નાખવામાં આવેલા 38 ભારતીય મજૂરોના શબ ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે

 • V K Singh come back India from Iraq with remains of 38 Indians killed at Mosul
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  મોસુલમાં માર્યા ગયેલા 38 ભારતીયોના અવશેષો સાથે વી.કે સિંહ ભારત પરત ફર્યા.

  નવી દિલ્હી: વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહ સોમવારે ઇરાકના મોસુલમાં બંદી બનાવીને મારી નાખવામાં આવેલા 38 ભારતીય મજૂરોના અવશેષોને લઇને ભારત પરત ફર્યા. તેમનું સ્પેશિયલ પ્લેન અમૃતસરમાં લેન્ડ થયું. આ પહેલા ઇરાકમાં સિંહે પોતે શબપેટીઓને પ્લેનમાં મૂકવામાં મદદ કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું, 'કેટલીક જવાબદારીઓનો બોજ ઘણો મોટો હોય છે.' ઉલ્લેખનીય છે કે વી.કે. સિંહ રવિવારે સ્પેશિયલ વિમાન દ્વારા મોસુલ ગયા હતા. વી.કે. સિંહે જણાવ્યું હતું, "અવશેષો સોંપવા માટે ઇરાકની સરકારનો આભાર માનું છું. 38 લોકોના અવશેષો અમને મળી ચૂક્યા છે, જ્યારે 39મા શબનું ડીએનએ મેચ કરવાનું હજુ બાકી છે. એવું લાગે છે કે તેમાંથી મોટાભાગના લોકો આઇએસઆઇએસ આતંકીઓની ગોળીઓનો શિકાર બન્યા છે."

  આ કંઇ બિસ્કિટ વહેંચવાનું કામ નથી, આ લોકોની જિંદગીઓનો સવાલ છે- સિંહ

  - ભારત પાછા લઇને ફરેલા વી.કે સિંહને પૂછવામાં આવ્યું કે માર્યા ગયેલા ભારતીયોના પરિવારજનોને નોકરીઓ આપવામાં આવશે કે નહીં. તેનો જવાબ આપતા વી.કે. સિંહે કહ્યું કે, આ કોઇ ફૂટબોલની ગેમ નથી. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સેન્સિટિવ સરકારો છે. વિદેશમંત્રીએ માર્યા ગયેલા લોકોના પરિવારજનો પાસેથી તેમના પરિવારના સભ્યોની વિગતો માંગી છે, કે કોને જોબ આપી શકાય એમ છે. અમે તે અંગે રિવ્યુ કરીશું.

  - વી.કે. સિંહે કહ્યું કે, આ કંઇ બિસ્કિટ વહેંચવાનું કામ નથી. આ લોકોની જિંદગીઓનો સવાલ છે. આવી ગઇ વાત સમજમાં? હું અત્યારે એલાન ક્યાંથી કરું? ખિસ્સામાં કોઇ પટારો થોડી રાખ્યો છે?

  વી.કે. સિંહે આપી સલામી

  - શબપેટીઓને વિમાનમાં ચડાવતી વખતે ભારતના વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે તેમને સલામી આપી. આ દરમિયાન સિંહે આતંકવાદીઓની ટીકા કરી અને આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં ભારત સરકારનું વલણ જાહેર કર્યું.

  - તેમણે આઇએસઆઇએસને અતિશય ક્રૂર સંગઠન જણાવીને કહ્યું કે અમારા દેશના નાગરિકો તેમની ગોળીઓનો શિકાર થયા છે. અમે લોકો દરેક પ્રકારના આતંકવાદની વિરુદ્ધમાં છીએ.

  ઈરાકના મોસુલમાં મારવામાં આવ્યા હતા 39 ભારતીયો

  - ઈરાકના મોસુલ શહેરમાં આતંકી સંગઠન ISISએ 39 ભારતીયોને મારી દીધા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ જ મહિને આ વાતને સંસદમાં કહી હતી.

  - આ ભારતીયોને જૂન 2014માં માર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ તેનો ખુલાસો હવે થયો છે. સુષ્માએ કહ્યું છે કે, અમે પૂરતી ખાતરી કરવા માગતા હતા તેથી આ માહિતી મોડી આપવામાં આવી છે.

  કેવી રીતે ખબર પડી?

  - ઈરાકના મોસુલ શહેરમાંથી ગયા વર્ષે આઈએસઆઈએસનો સફાયો થઈ ગયો હતો. તેનું એલાન થયાના બીજા જ દિવસે વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહ મોસુલ ગયા. તેઓએ ત્યાં ભારતીયોની શોધખોળનો પ્રયાસ કર્યો. ત્યાં કોઈ સફળતા ન મળી.

  - ત્યારબાદ એક શખ્સે વીકે સિંહને જણાવ્યું કે બદૂશ શહેરમાં એક ટીલામાં ઘણી બધી લાશો દફન છે. ત્યારબાદ ભારતના રાજદૂત અને વીકે સિંહએ બદૂશમાં શોધખોળ હાથ ધરી. સિંહ અને તેમના અધિકારી બદૂશના એક ખંડેર જેવા મકાનમાં રોકાયા. તેઓ ત્યાં જમીન પર સૂઈ જતા હતા.

  વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • V K Singh come back India from Iraq with remains of 38 Indians killed at Mosul
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  અમૃતસરમાં લેન્ડ થયું સ્પેશિયલ પ્લેન
 • ઈરાકના મોસુલ શહેરમાં આતંકી સંગઠન ISISએ 39 ભારતીયોને મારી દીધા હતા.
 • V K Singh come back India from Iraq with remains of 38 Indians killed at Mosul
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વી.કે. સિંહે કહ્યું કે, આ કોઇ ફૂટબોલની ગેમ નથી. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સેન્સિટિવ સરકારો છે.
 • V K Singh come back India from Iraq with remains of 38 Indians killed at Mosul
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વી.કે સિંહે પોતાના ટ્વિટમાં લખ્યું, કેટલીક જવાબદારીઓનો બોજ ઘણો મોટો હોય છે.
 • V K Singh come back India from Iraq with remains of 38 Indians killed at Mosul
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સિંહે કહ્યું અમને એક વ્યક્તિના શબના અવશેષો કેસ પેન્ડિંગ હોવાને કારણે નહીં મળે.
 • V K Singh come back India from Iraq with remains of 38 Indians killed at Mosul
  વી.કે. સિંહ 38 ભારતીયોના શબ લઇને આજે ભારત પાછા ફરશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ