ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Farmer chews and kills Snake who bite him in UP

  એરૂએ કરડ્યાં બાદ ગુસ્સામાં આવેલાં ખેડૂતે કરડી ખાધું ફેણ, સાપનું મોત - ખેડૂત ફિટ

  Divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 01:45 PM IST

  યુપીના હરદોઈમાં એક ખેડૂતે ઝેરીલા સાપના ફેણને ચાવીને તેને મારી નાખ્યો છે
  • સોનેલાલ નામના ખેડૂતે રવિવારે બપોરે પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે એક ઝેરીલા સાપે તેમને ડંખ માર્યો હતો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોનેલાલ નામના ખેડૂતે રવિવારે બપોરે પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે એક ઝેરીલા સાપે તેમને ડંખ માર્યો હતો

   લખનઉઃ પત્રકારત્વ ભણતા વિદ્યાર્થીઓને ન્યૂઝની વેલ્યૂ સમજાવવા માટે એવું ઉદાહરણ પૂરું પડાય છે કે જો કોઈ શ્વાન માણસને કરડે તો તે સામાન્ય વાત છે, પરંતુ જો કોઈ માણસને કુતરાને કરડે તો તે ન્યૂઝ છે. આવો જ કિસ્સો ઉત્તરપ્રદેશમાં જોવા મળ્યો છે. પરંતુ અહીં શ્વાનની જગ્યાએ એરૂ છે. સામાન્ય રીતે સાપ જો સામાન્ય માણસને કરડી લે તો તેનું મોત લગભગ નિશ્ચિત છે, પરંતુ જો કોઈ તમને એમ કહે કે માણસના કરડવાથી સાપનું મોત થઈ ગયું તો? વિશ્વાસ કરવો થોડું મુશ્કેલ બને છે. પરંતુ આ હકિકત જોવા મળી છે યુપીના હરદોઈમાં. એક ખેડૂતે ઝેરીલા સાપના ફેણને ચાવીને તેને મારી નાખ્યો છે.

   શું છે સમગ્ર હકિકત?

   - આ ઘટના માથૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં એક ખેડૂતે મોતને થાપ આપી છે.

   - સોનેલાલ નામના ખેડૂતે રવિવારે બપોરે પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે એક ઝેરીલા સાપે તેમને ડંખ માર્યો.
   - સામાન્ય રીતે સાપ ડંખ મારે તે બાદ લોકો ડરી જતાં હોય છે, પરંતુ સોનેલાલ ડરવાને બદલે ગુસ્સે થયાં હતા અને તેઓએ તાત્કાલિક તે સાપને પકડીને તેના ફેણ ચાવી નાંખ્યા હતા.
   - સોનેલાલના હુમલાથી સાપ તાત્કાલિક મરી ગયો હતો. તો ગ્રામીણોએ સોનેલાલને સારવાર માટે સીએચસી હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતા. જયાં તેઓ ખતરાથી બહાર છે.
   - ફરજ પર હાજર ડોકટર મહેન્દ્ર વર્માએ જણાવ્યું કે, "અમે દર્દીને ઈન્જેકશન લગાવ્યાં. તેમની બોડીનું ઈમ્યૂન સિસ્ટમ સારી હતી, જેના કારણે તેમનો જીવ બચી ગયો. તેઓને ફર્સ્ટ એડ આપવામાં આવ્યા પછી રાત્રે 10 વાગ્યે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા."

   આગળની સ્લાઈડ માટે ક્લીક કરો

  • આ ઘટના માથૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઘટના માથૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે

  No Comment
  Add Your Comments
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Farmer chews and kills Snake who bite him in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top